Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 65
________________ ખંભાતનો વિહાર; પં. શ્રી રમણીકવિજયજીનો સ્વર્ગવાસ વિ. સં. ૨૦૨૪નું ચોમાસું પૂરું થયું એટલે આગમ-સંશોધનના કાર્યને વેગ આપવા મહારાજશ્રી અમદાવાદ પાછા ક્યારે ફરે એની અમે સૌ કાગના ડોળે રાહ જોતા હતા, પણ અમારી ભાવના સફળ ન થઈ શકે એવો આદર ગ્નેહભર્યો અને અમને પણ ગમી જાય એવી મીઠો અવરોધ વડોદરાના સંઘે ઊભો કર્યો એના અમે પણ ઉલ્લાસથી સહભાગી બન્યા હતા. એ જ વર્ષે, ત્રણેક માસ બાદ, વિ. સં. ૨૦૨૫ના માહ વદિ પાંચમના રોજ, મહારાજશ્રીને દીક્ષા લીધાને ૬૦ વર્ષ પૂરાં થતાં હતાં, એ નિમિત્તે વડોદરાના સંઘે મહારાજશ્રીનો દીક્ષાપર્યાયષષ્ટિપૂર્તિ-સમારોહ ઉજવવાનું નક્કી કર્યું હતું, એટલે તે પહેલાં મહારાજશ્રી અમદાવાદ પાછા આવે એ શકય ન હતું. આ સામે અમારાથી તો કંઈ બોલી કે ફરિયાદ કરી શકાય એમ હતું જ નહીં. અમને પણ એનો ઘણો આનંદ અને ઉલ્લાસ હતો. વચલા સમયમાં મહારાજશ્રીએ ખંભાતનો શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડાર તપાસીને વ્યવસ્થિત કરવા ખંભાત જવાનું નક્કી કર્યું ; અને વચમાં તેઓના વયોવૃદ્ધ શિષ્ય મુનિરાજ શ્રીજયભદ્રવિજયજીના વતન ગંભીરા ગામના દેરાસરને ૧૦૦ વર્ષ પૂરાં થયાં હતાં, એ નિમિત્તે ત્યાં યોજવામાં આવેલ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું નક્કી કર્યું. એ કામ પતાવીને મહારાજશ્રી ખંભાત ગયા. ત્યાં ત્રણેક અઠવાડિયાં સ્થિરતા કરીને, ભંડારને સરખો કરવાનું કામ પતાવીને, તેઓએ વડોદરા તરફ વિહાર કર્યો. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90