Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 71
________________ F४ જ્ઞાનજ્યોતિની જીવનરેખા ત્યારે દેખાતું હતું કે એમની તબિયત જોઈએ તેવી ન હતી. વિ. સં. ૨૦૧૭ના કારતક સુદિ ૧૫ ના રોજ, વાલકેશ્વરમાં જ, “સમ્રાટ અશોક' સોસાયટીના મેમ્બર ભાઈઓની વિનંતિથી, પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિની સાથે, પાટણવાળા શ્રી ચીમનલાલ વલમજી ઝવેરીના બંગલે ચાતુર્માસ પરિવર્તન કર્યું તો ખરું, પણ એ સ્થાને પહોંચીને વ્યાખ્યાન આપ્યા બાદ, પેશાબની રુકાવટની તકલીફ એકાએક વધી જવાને કારણે, તેઓને બોમ્બે મેડીકલ સેન્ટરમાં દાખલ કરવા પડ્યા. એમ લાગે છે કે મહારાજશ્રીની તબિયત ક્રમે ક્રમે ચિંતાકારક બનતી ગઈ એની શરૂઆત આ રીતે થઈ. આ પછી તેઓને હરસની તકલીફ થઈ આવી. હરસને કારણે વેદના તો બહુ ન થતી, પણ અવારનવાર ઠલ્લામાં લોહી પડતું રહેતું; ક્યારેક તો લોહીની માત્રા ચિંતા થઈ આવે એટલી વધી જતી-જાણે ધીમે ધીમે શરીરની તંદુરસ્તી જોખમાતી જતી હતી અને એમાં અશક્તિ માળો ઘાલતી જતી હતી. આ દરમ્યાન જન્મશતાબ્દીની અખિલ-ભારતીય ધોરણે ઉજવણી કરવાનો મુખ્ય અવસર આવી પહોંચ્યો. આ માટે સને ૧૯૭૦ ના ડિસેમ્બર માસની ૨૪-૨૫-૨૬-૨૭ તારીખો નક્કી થઈ હતી; અને ઉજવણી માટે કોસ મેદાનમાં વિશાળ ‘વિજયવલ્લભનગરની રચના કરવામાં આવી હતી. સમારોહમાં સહેલાઈથી હાજરી આપી શકાય એટલા માટે સાધુમહારાજોને રહેવાની સગવડ મુંબઈની સુપ્રસિદ્ધ શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી. મહારાજશ્રીએ ઉજવણીના બધા કાર્યક્રમોમાં ઉલ્લાસથી ભાગ લીધો હતો. મુંબઈના સંધે તથા આ નિમિત્તે બહારગામથી-જુદા જુદા પ્રદેશોમાંથી-આવેલ મહાનુભાવોએ એક દિવસ શ્રી શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલમાં ભેગા મળીને મહારાજશ્રીને આચાર્યપદવીનો સ્વીકાર કરવાની ખૂબ લાગણીથી વિનંતિ કરી; આ લાગણીનો ઈન્કાર કરવાનું કામ મુશ્કેલ હતું. પણ મહારાજશ્રીએ વિવેક અને દૃઢતાપૂર્વક એનો ઈન્કાર કરીને, પોતાને આવા કોઈ બંધનમાં નાખ્યા વગર, પોતાની રીતે આગમ-સંશોધનનું કામ કરવા દેવા કહ્યું. મહારાજશ્રીને મન તો આગમ-સંશોધનના કામમાં જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90