Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 66
________________ ખંભાતનો વિહાર; પં. શ્રી રમણીકવિજયજીનો સ્વર્ગવાસ ૫૯ વખતે મહારાજશ્રીના ૬૦ વર્ષના દીક્ષા પર્યાયની સમાપ્તિ નિમિત્તે વડોદરામાં યોજાયેલ સમારોહ પ્રસંગે મહારાજશ્રીને અર્પણ કરવાના “જ્ઞાનાંજલિ” ગ્રંથના મુદ્રણનું કામ ચાલુ હતું. આ ગ્રંથ માટે મારે મહારાજશ્રીનો કંઈક વિસ્તૃત પરિચય લખવાનો હતો. એટલે એ અંગેની વિશેષ માહિતી મેળવવા હું બે દિવસ માટે ખંભાત ગયો અને મહારાજશ્રી તેમ જ પંન્યાસ શ્રીરમણીકવિજયજી પાસેથી બની તેટલી માહિતી મેં નોંધી લીધી. મહારાજશ્રીને માટે પંન્યાસ શ્રીરમણીકવિજયજી મહારાજ તો, કાયાની છાયાની જેમ, અભિન્ન હતા અને મહારાજશ્રીની સંભાળ રાખવાનું સંઘોપકારક કાર્ય તેઓ પૂરા આદર અને સ્નેહથી કરતા હતા. આ વિદ્યાવ્યાસંગી મુનિવર ખૂબ સરળ અને ઉદાર હતા. અમારા બે વચ્ચે ઠીક ઠીક ગાઢ ધર્મસ્નેહ રચાઈ ગયો હતો; મારા માટે તેઓ વાતના વિસામારૂપ હતા. પંન્યાસ શ્રીરમણીકવિજયજીની તબિયત બરાબર રહેતી નહોતી. એમને કંઈક હૃદયની પણ તકલીફ હતી. ચોમાસું પૂરું થયું એ અરસામાં મુંબઈના કાર્યકરોએ શ્રીપુણ્યવિજયજીમહારાજને, આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી કરવાની યોજનાને વેગ મળે એટલા માટે, મુંબઈ પધારવાની વિનંતી કરવાનું નક્કી કર્યું હતું, અનૈ એ માટે શરૂઆતમાં મહારાજશ્રીને કાગળો પણ લખ્યા હતા. આ રીતે મુંબઈ જવાનો એક નવો વિચાર શરૂ થયો એટલે પંન્યાસમાં શ્રીરમણીકવિજયજીને ક્યારેક થયું કે હૃદયની તકલીફના નિદાન અને ઉપચાર માટે મુંબઈ જવાનું થાય તો ઠીક. શ્રીપુણ્યવિજયજી મહારાજ તો, પોતાનાં અનેકવિધ સંશોધનકામોને લીધે, મુંબઈ જવાનો વિચાર સરખો કરે એમ ન હતા, પણ, પંન્યાસ શ્રીરમણીકવિજયજીની તબિયતની દૃષ્ટિએ, તેઓને પણ મુંબઈ જવાનો વિચાર ધ્યાન આપવા જેવો લાગ્યો. પણ એટલામાં ખંભાતથી પાછા ફરતાં, તેઓ વડોદરા પહોંચે તે પહેલાં જ, છાણી મુકામે, મેરુતેરશના પર્વદિને, પંન્યાસ શ્રીરમણીકવિજયજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા ! પછી તો એમને તથા બીજાઓને પણ લાગ્યું કે હવે મહારાજશ્રી મુંબઈ તરફ વિહાર કરવાને બદલે અમદાવાદ તરફ જ વિહાર અમદાવાદ તરફ વિહાર કરે એની જ અમે પ્રતીક્ષા કરી રહ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90