Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 58
________________ ૫૧ જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ અને પુરાતત્ત્વની વસ્તુઓનો કેવો ઉત્તમ સંગ્રહ હતો ! છતાં એ ક્યારેય મોહ-માયાને જગાવીને એમના અકિંચનભાવને ખંડિત કરી નહોતો શક્યો. તેઓએ પ્રતિષ્ઠા કરાવી હતી, દીક્ષાઓ આપી હતી, અવારનવાર જ્ઞાનનાં સાધનો અને કળાની સામગ્રીનાં પ્રદર્શનો યોજયાં હતાં (વિ. સં. ૨૦૦૯માં અમદાવાદમાં ઓરિયેન્ટલ કોન્ફરન્સના અધિવેશન વખતે યોજેલું પ્રદર્શન ખૂબ મોટું અને ખૂબ આકર્ષક તેમ જ યાદગાર બન્યું હતું), નાના-મોટા ઉત્સવોમાં પણ ભાગ લીધો હતો, અને જીવનમાં કંઈક નાનાં-મોટાં યશનામી કામો કર્યા હતાં, પણ એ બધું જ જળકમળની જેમ સાવ-અલિપ્ત ભાવે ! એ માટે અહંભાવનું નામ નહીં. નમ્રતા અને જ્ઞાન પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને તેઓ, વિ. સં. ૨૦૦૪ની સાલમાં, જૈનસંઘના વીસમી સદીના દેવર્ધ્વિગણિક્ષમાશ્રમણ, આગમોદ્ધારક આચાર્ય શ્રીસાગરાનંદસૂરિજી મહારાજને ખાસ વંદના કરવા એને wal પૂછવા સૂરત ગયા હતા-આચાર્ય મહારાજ ત્યારે માંદગીને બિછાને હતા. એ બન્ને આગમવેત્તાઓનું મિલન જેઓએ જોયું તેઓ ધન્ય બની ગયા. ક્યારેક કોઈની સાથે નારાજ થવાનો કે કોઈના પ્રત્યે રોષ કરવાનો પ્રસંગ આવે તોપણ એવી લાગણી, જરાક પવન લાગતાં પાટી ઉપરથી રેતી સરી પડે એમ, તરત જ એમના મન ઉપરથી દૂર થઈ જતી. કષાયોનો ઘેરો રંગ કે આકરો ડંખ એમના ચિત્તને ક્યારેય કલુષિત કરી શકતો નહીં. મહારાજશ્રીની કુણાશ તો જુઓ : વિ. સં. ૨૦૦૬ માં તેઓ જેસલમેર જઈ રહ્યા હતા. તે વખતે વરકાણામાં આચાર્ય મહારાજ શ્રીવિજયવલ્લભસૂરિજીને મળવાનું થયું. એ એમનું આખરી મિલન હતું. એ વખતે આચાર્ય મહારાજની આંખોનાં તેજ શમી ગયાં હતાં. મહારાજશ્રીએ સહજભાવે લાગણીભીનો સ્વરે કહ્યું: “આપ તો પ્રકાશમાન છો; આપનાં નેત્રોનું તેજ પાછું. આવવું જોઈએ.” એ વાતને ત્રણેક વર્ષ વીતી ગયાં. મુંબઈમાં ડૉક્ટર ડગને આચાર્ય મહારાજની આંખે ઓપરેશન કર્યું; આંખોનું શમી ગયેલું તેજ ફરી જાગી ઊહ્યું, આ સમાચાર મહારાજશ્રીને એક પત્રથી અમદાવાદમાં મળ્યા. પત્ર વાંચીને અને એમાં આચાર્ય મહારાજના પોતાના અક્ષરો જોઈને મહારાજશ્રીનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90