Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 57
________________ ૫૦ જ્ઞાનજયોતિની જીવનરેખા આત્મા અને પરમાત્મા વચ્ચે નિરાંતે વાતો થતી હોય એવી પ્રસન્નતા અને શાંતિ તેઓ અનુભવતા હોય, એમ જ આપણને લાગે. તેઓનું અંતર ખૂબ કરુણાભીનું હતું. કોઈનું પણ દુઃખ જોઈને એ દ્રવવા લાગતું. એમની પાસે કંઈક દુઃખી વ્યક્તિઓ સહાય માટે આવતી; અને એમના બારણેથી ખાલી હાથે કોઈ પાછો ગયો જાણ્યો નથી. જો સંગવડ હોય તો લાખ રૂપિયા પણ દીનજનોનાં દુઃખ દૂર કસ્વા માટે થોડા સમયમાં વહેંચી નંખાવે એવો દયાળુ, ઉદાર અને પરગજુ એમનો સ્વભાવ હતો. ગમે તેવી મૂંઝવણના સમયે કે સ્વજન-સાથીના વિયોગ વખતે પણ તેઓ સંસારના ભાવોને વિચારીને જે રીતે સ્વસ્થ અને શાંત રહી શકતા, તે એમણે સાધેલી સ્થિતપ્રજ્ઞતાનું ફળ હતું. વિ. સં. ૨૦૨૫ના મેરુતેરશના પર્વદિને (તા. ૧૬-૧-૧૯૬૯ના રોજ) તેઓના ચિરસાથી પંન્યાસજી મહારાજ શ્રીરમણીકવિજયજીના અણધાર્યા કાળધર્મ વખતે તેઓ જે સ્વસ્થતા જાળવી શક્યા, તે એમની જીવનસાધનાને બળે જ. એ વખતે તેઓએ તા. ૨૭-૧-૬૯ના રોજ લખેલ એક પત્રમાં લખ્યું હતું કે “શ્રીરમણીક એકાએક અણધારી રીતે વિદાય લઈ ગયા ! ઘણાં વર્ષનો આત્મીય સંબંધ એટલે સહજ ભાવે અંતરને લાગે તો ખરું જ. તે છતાં હૃદયનું ગાંભીર્ય ખોયું નથી. સંસારમાં આપણે સંસારી જેવા રહ્યા એટલે અંતરને ઊણપ લાગે તો ખરી જ. આમ છતાં હું સર્વથા સમાધિ અને શાંતિમાં છું.” સંયમ, ત્યાગ, વૈરાગ્યની નિર્મળ સાધના અને જીવનસ્પર્શી સાધુતાનાં દર્શન કરાવતા આ બોલ શ્રીપુણ્યવિજયજી મહારાજની જળકમળ જેવી સાધનાની સાક્ષી પૂરે છે. સ્વયં સમજપૂર્વક કડવાશનું પાન કરીને પોતાની સહનશીલતા, ગંભીરતા અને અનાસક્તિને ચરિતાર્થ કર્યાના કંઈક પ્રસંગો મહારાજશ્રીના જીવનમાં સહજ રીતે વણાઈ ગયા હતા. અને મહારાજશ્રીની નિર્મમતા તો એમની પોતાની જ હતી ! પેલું સાગરમાં તરતું બોયું જોયું છે ? પાણી ગમે તેટલું વધે છતાં એ તો જળની ઉપર ને ઉપર જ રહે છે. મહારાજશ્રી પાસે પ્રાચીન પ્રતો, કળામય સામગ્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90