Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 56
________________ ૪૯ જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ તેઓને મન કોઈ કામ નાનું કે નજીવું ન હતું; કામ એ જ કામ જ છે–ભલે પછી દુનિયાની સ્કૂલ નજરે એ નાનું હોય—અને કામની રીતે જ એ કામ કરવું જોઈએ; એમાં ઉતાવળને અવકાશ ન જ હોય : આ દૃષ્ટિ મહારાજશ્રીની સમગ્ર પ્રવૃત્તિઓમાં પ્રસરી રહેતી, અને તેથી તેઓ દરેક કામને ચીવટપૂર્વક કરવા ટેવાયા હતા. પોતાની જ્ઞાનસાધના અને જીવનસાધનામાં તેઓને જે વિરલ સફળતા મળી એમાં આ દૃષ્ટિનો પણ ભાગ સમજવો ઘટે. શિષ્યો વધારવાના, નામના મેળવવાના કે પદવી લેવાના વ્યામોહથી તેઓ તદન અલિપ્ત અને અળગા હતા. આચાર્યપદવી માટેની પાટણ શ્રીસંઘની આગ્રહભરી વિનંતિનો તેઓએ વિનમ્રતા તેમ જ દઢતાપૂર્વક ઈન્કાર કર્યો હતો. વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને “આગમપ્રભાકર”નું બિરુદ આપ્યું તે પણ તેઓને પૂછ્યા વગર જ. વિ. સં. ૨૦૧૭માં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મશતાબ્દીની, મુંબઈમાં, અખિલ-ભારતીય ધોરણે ઉજવણી થઈ તે વખતે પણ મુંબઈના શ્રીસંઘે તથા અન્ય સ્થાનોના મહાનુભાવોએ મહારાજશ્રીને આચાર્યપદવી માટે ખૂબ આગ્રહ કરેલો, પણ મહારાજશ્રીએ એ વખતે પણ એનો વિવેકપૂર્વક ઈન્કાર કર્યો હતો. છેવટે એ જ વર્ષમાં, મુંબઈમાં વરલીના જિનમંદિરની પ્રતિષ્ઠા વખતે, આચાર્ય શ્રીવિજયસમુદ્રસૂરિજી મહારાજે, પોતાના સંતોષ અને સંઘના આનંદ ખાતર, મહારાજશ્રીની જાણ બહાર, શ્રીસંઘ સમક્ષ, તેઓને “શ્રુતશીલવારિધિ”ની પદવી આપીને તેઓનું બહુમાન કર્યું હતું. મહારાજશ્રી જેમ જ્ઞાનની લહાણી કરતા રહેતા, તેમ ધર્મની લહાણી પણ તેઓ સતત કરતા રહેતા.ગમે તેવાં ગંભીર કામો વચ્ચે પણ તેઓ બાળજીવોને ધર્મની વાત સમજાવવામાં ક્યારેય આનાકાની કે સમયનો લોભ ન કરતા. એમના અંતરમાં એ વાત બરાબર વસી ગઈ હતી કે જે વ્યક્તિ જે મેળવવા આપણી પાસે આવે તે તેને એની યોગ્યતા પ્રમાણે આપણે આપવી જ જોઈએ; કારણ કે એમનું જીવન અને ધર્મ એકાકાર બની ગયાં હતાં. એમને ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતા કે દેરાસરમાં પ્રભુદર્શન-ચૈત્યવંદન કરતા જોવા એ એક લહાવો હતો. ત્યારે, લેશ પણ ઉતાવળ વગર જાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90