Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 61
________________ ૫૪ જ્ઞાનજ્યોતિની જીવનરેખા આવી ધાર્મિકતાને સમજવા અને જીવનમાં ઉતારવા માટે મહારાજશ્રી સદાસર્વદા પ્રયત્નશીલ રહેતા અને કોઈ પણ નિમિત્તે આત્મધનનું અપહરણ કરી જનાર તસ્કર અંદરથી જાગી ન ઊઠે કે બહારથી પેસી ન જાય એ માટે નિરંતર જાગૃતિ રાખતા : એવું અપ્રમત્ત એમનું જીવન હતું. બાળક જેવી નિર્દોષતા તેઓને સહજસિદ્ધ હતી. મહારાજશ્રીની અંતર્મુખદષ્ટિ અને જીવનજાગૃતિનો એક પ્રસંગ જાણવા જેવો છે : એક વાર મહારાજશ્રીને તાવ આવ્યો. તાવ ઘણો આકરો અને અસહ્ય બની જાય એટલો વધારે હતો. મહારાજશ્રી બેચેન બનીને ક્યારેક બૂમ પાડી ઊઠતા. એક વાર તો એ બોલી ઊઠ્યા કે “આપણું અધ્યાત્મ ખોવાઈ ગયું ! એ કેવું નબળું સમજવું.' હું એ વખતે હાજર હતો. મને થયું, જેમને પોતાના અધ્યાત્મની શક્તિ-અશક્તિનો આટલો ખ્યાલ હોય એમનું અધ્યાત્મ નબળું કે ખોવાઈ ગયેલું કેવી રીતે ગણી શકાય ? એ પ્રસંગ અંતરમાં કોતરાઈ ગયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90