Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 59
________________ પ૨ જ્ઞાનજ્યોતિની જીવનરેખા હૈયું ગદ્ગદ થઈ ગયું. મહારાજશ્રીની આંખો હર્ષનાં આંસુ વહાવી રહી, પ્રસન્ન વૈરાગ્ય અને સંવેદનશીલ હૃદયનું જ આ પરિણામ ! અનેક દુઃખી-ગરીબ ભાઈઓ-બહેનો તો મહારાજશ્રી પાસે આશ્વાસન અને સહાય મેળવવા આવતાં જ; પણ સાધ્વી-સમુદાયને માટે તો તેઓ વિશાળ વડલા અને વત્સલ વડીલ જેવા હતા. પોતાના સમુદાયનાં સાધ્વીજીઓને જ એમની મમતાનો લાભ મળતો એવું નથી. કોઈ પણ સમુદાય કે ગચ્છનાં સાધ્વીજીઓ એમની પાસે સંકોચ વગર જઈ શકતાં અને એમની પાસેથી દરેક જાતની સહાય મેળવી શકતાં, એટલું જ નહીં, પોતાની મૂંઝવણ, ભૂલ કે જરૂરિયાત વિશ્વાસપૂર્વક તેઓને કહી શકતાં. આવી બાબતમાં તેઓ સાગર સમા ગંભીર અને મેઘ સમા ઉપકારી હતા. જેઓને મહારાજશ્રીના નજીકના પરિચયમાં આવવાનો અવસર મળ્યો છે, તેઓ જાણે છે કે વયોવૃદ્ધ-સાધ્વીજીઓના ધર્મપુત્ર, મોટાં સાધ્વીજીઓના ધર્મબંધુ અને નાની ઉંમરનાં સાધ્વીજીઓના ધર્મપિતા બનીને એમની દરેક રીતે સંભાળ રાખવી અને એમને પોતાનો વિકાસ સાધવાનું પ્રોત્સાહન આપવું એ મહારાજશ્રીને માટે બહુ સહજ હતું. આવી કે બીજી કોઈ પણ બાબતમાં જ્ઞાનીપણાનો ભાર એમના મમતાભર્યા વ્યવહારની આડે ન આવી શકતો. - સાધ્વી-સમુદાયના ઉત્કર્ષની વાત મહારાજશ્રીના હૈયે કેવી વસેલી હતી એ અંગે તેઓએ કહ્યું હતું કે પાટણ, માતર આદિમાં સાધ્વી, મહત્તરાની પ્રાચીન મૂર્તિઓનાં દર્શન થાય છે, છતાં આશ્ચર્ય તો છે જ કે કોઈ પણ એવી શાસનપ્રભાવિકા, મહત્તરા, ગણિની કે સાધ્વીની જીવનકથા આજે આપણા સામે નથી. એક રીતે જૈનવામયમાં આ ખામી જ છે. અસ્તુ. વર્તમાન યુગમાં અનેક સાધ્વીઓનાં નાનાં-મોટાં જીવનચરિત્રો લખાઈ રહ્યાં છે એ હર્ષની વાત છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૩૨) વળી, આજ મુદ્દાને અનુલક્ષીને મહારાજશ્રીએ મુંબઈમાં, ભાયખલામાં તા. ૨૨-૨-૧૯૭૧ના રોજ કહેલું કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90