Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 54
________________ જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં શુષ્ક જ્ઞાની કે પોથીપંડિત ન બની જવાય, અથવા તો પરોપવેશે પાણ્ડિત્યં ની જેમ વિદ્વતા અને ધર્મ જુદાં પડીને હૃદયને રીઢું ન બનાવી મૂકે, એની મહારાજશ્રી સતત ચિંતા અને જાગૃતિ રાખતા હતા અને કર્મબંધ ઓછા થાય, ભવના ફેરા ઓછા થાય અને કલેશો-કષાયો પણ ઓછા થાય એવો પ્રયત્ન તેઓ સતત કરતા રહેતા; એમની સમગ્ર જીવનસાધનાનું આ જ કેન્દ્ર હતું અને આ જ અમૃત હતું. પારકાની નિંદા-કૂથલીમાં તેઓ ક્યારેય પડતા નહીં; અને સામાના નાના સરખા ગુણને પણ મોટો કરી જાણવાનો એમનો સહજ સ્વભાવ હતો, એમનું જીવન શીલ અને પ્રજ્ઞાના દિવ્ય તેજ અને વૈભવથી સમૃદ્ધ હતું, જ્ઞાનની જેમ ચારિત્રને પણ તેઓ સદા પૂર્ણ યોગથી આવકારતા, સમભાવ એમના રોમરોમમાં વ્યાપેલો હતો, અને તેથી, પોતે અમુક ફિરકા અને અમુક ગચ્છના હોવા છતાં, પોતાના સમુદાયની જેમ બીજાના સમુદાયનો, પોતાના ગચ્છની જેમ બીજાના ગચ્છનો, પોતાના ફિરકાની જેમ બીજાના ફિરકાનો અને પોતાના ધર્મની જેમ બીજાના ધર્મનો હંમેશાં આદર કરી શકતા; અને, મધમાખીની જેમ, જ્યાંથી સાર મળી શકે ત્યાંથી સાર ગ્રહણ કરી લેતા. વિ. સં. ૨૦૦૮માં સાદડીમાં મળેલ સ્થાનકવાસી સાધુ સંમેલનમાં મહારાજશ્રી પ્રત્યે જે આદર અને પ્રેમ બતાવવામાં આવેલા, તે તેઓની આવી વિશાળ દૃષ્ટિને કારણે. એ પ્રસંગે મહારાજશ્રીના અને સ્થાકવાસી શ્રમણસમુદાયનાં સામસામેથી આવતાં સામૈયાં, બે નદીઓનાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90