Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 53
________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા મહારાજશ્રીની જ્ઞાનોપાસના તરફના બહુમાનના પ્રતીકરૂપ લેખી શકાય(૧) કોઈ જાતની ડિગ્રી નહીં હોવા છતાં મહારાજશ્રીને પીએચ.ડી. માટેના મહાનિબંધના પરીક્ષક નીમવામાં આવ્યા હતા. ૪૬ (૨) ગુજરાતીસાહિત્યપરિષદનું ૨૦ મું અધિવેશન, સને ૧૯૫૯માં, અમદાવાદમાં, મળ્યું ત્યારે ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી. (૩) ભાવનગરની શ્રીયશોવિજયજી જૈન ગ્રંથમાળાએ યોજેલ, વિ. સં. ૨૦૦૯ની સાલનો શ્રીવિજયધર્મસૂરિ જૈનસાહિત્ય સુવર્ણચંદ્રક મહારાજશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. (૪) વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને ‘આગમપ્રભાકર' ની સાર્થક પદવી અર્પણ કરી હતી. (૫) ઓલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના, સને ૧૯૬૧માં, કાશ્મીરમાં મળેલ એકવીસમા અધિવેશનના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે મહારાજશ્રીની વરણી કરવામાં આવી હતી. (૬) સને ૧૯૭૦માં અમેરિકાની ધી અમેરિકાની ઓરિયેન્ટલ સોસાયટીના માનદ સભ્ય બનવાનું વિરલ બહુમાન મહારાજશ્રીને મળ્યું હતું. (૭) વિ. સં. ૨૦૨૭માં, મુંબઈમાં, વરલીમાં થયેલી પ્રતિષ્ઠા વખતે, ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં, આચાર્ય શ્રીવિજયસમુદ્રસૂરિજી મહારાજે તેઓશ્રીને ‘શ્રુતશીલવારિધિ'ની યથાર્થ પદવી આપી હતી. મહારાજશ્રીની જીવનવ્યાપી નિર્ભેળ વિદ્યાપ્રવૃતિ, પરગજુ અને પારગામી વિદ્વતા, જ્ઞાનોદ્ધારની અનેકવિધ સત્પ્રવૃતિ, આદર્શ સહૃદયતા અને ઊર્ધ્વગામી સાધુતાને જ આ હાર્દિક અંજલિ લેખવી જોઈએ. ધન્ય એ સાધુતા અને ધન્ય એક વિદ્વતા ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90