Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા પ્રતોનું સંશોધન કરી રહ્યો છું. આપ જાણો છો કે જે ચૂર્ણિઓ અને ટીકાઓ છપાઈ છે, એ ખૂબ અશુદ્ધ છે. ઘણાં સ્થાનોમાં તો અનર્થ જેવું થઈ ગયું છે. હું માનું છું કે આ કામ મહત્ત્વનું છે અને એ પહેલાં કરવું જોઈએ. 66 સવાલ : આપ આ કાર્યમાં ક્યારથી પરોવાયા છો ? ૪૪ 66 66 66 જવાબ : ના. વિશેષે કરીને હું આગમોમાં જ રચ્યો-પચ્યો રહું છું. એ જ મારા માટે છાપાં-સામયિકો છે. હા, ક્યારેક કોઈ ખાસ નિબંધલેખ આવી જાય તો વાંચી લઉં છું. સવાલ : આપ કેટલા કલાક કામ કરો છો ? જવાબ : સમયની કોઈ મર્યાદા નથી. હું બધા વખતનો આ કામમાં જ ઉપયોગ કરું છું. 66 66 જવાબ : આશરે પચીસ વર્ષથી હું આ કાર્યમાં લાગેલો છું. સવાલ : શું આપ છાપાં-સામાયિકો પણ વાંચો છો ? 66 સવાલ : આપની સાથે કેટલા મુનિઓ કામ કરે છે ? જવાબ : હું એકલો જ છું. મને ભારે નવાઈ ઊપજે છે કે ઘણા બધા મુનિઓને આગમના કામમાં રસ છે જ નહીં. એમને આ કામ જંજાળ જેવું લાગે છે. આમાં જેમને રસ પડે છે એવા વિરલ છે. મને આમાં ખૂબ આનંદ આવે છે. આ કામની આગળ બીજાં બધાં કામ મારે માટે ગૌણ છે. હું એકલો જેટલું કરી શકું એ મેં કર્યું છે. કેટલાક પંડિતો પણ કામ કરે છે. આ રીતે જૈનસાહિત્યની યત્કિંચિત્ સેવા થઈ શકે છે.” 66 અ છેલ્લા જવાબમાં આપણા સાધુસમુદાયની આગમ-સંશોધનના કામ પ્રત્યેની ઉદાસીનતાની મહારાજશ્રીએ જે ટકોર કરી છે, એમાં મહારાજશ્રીએ પોતાની આ અંગેની દુઃખ અને ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. બાકી તો, એ આગમધર મહાપુરુષ પોતાના આગમ-સંશોધનના કાર્યમાં એવા ઓતપ્રોત હતા કે જેથી એમને આવી વિશેષ ચિંતા કરવાનો ભાગ્યે જ અવકાશ મળતો. આમ છતાં આગમ-સંશોધનના કામને સમર્પિત થયેલું એક નાનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90