Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ આગમ-સંશોધન-કાર્યને ઝડપી બનાવવાની ઝંખના તેરાપંથના આચાર્ય શ્રી તુલસીજી વિ. સં. ૨૦૨૩નું ચોમાસું અમદાવાદમાં રહ્યા હતા. અમદાવાદમાં સ્થિરતા કરવાનો એમનો એક આશય આગમ-સંશોધનને લગતી જુદી જુદી પ્રવૃતિઓમાં રસ લેનાર વિદ્વાનોનો નિકટ પરિચય સાધીને વિચારવિનિમય કરવો, એ પણ હતો. એટલે એમાં મુનિરાજ શ્રી પુણ્યવિજયજીને મળવાના કાર્યક્રમનો સ્વાભાવિક રીતે જ સમાવેશ થઈ જતો હતો. આચાર્ય તુલસીજી તથા મહારાજશ્રીનું મિલન તો ન થયું, પણ એમના વિદ્વાન અને વિચારક શિષ્ય મુનિ શ્રીનથમલજી વગેરે મુનિવરો મહારાજશ્રીને બેએક વાર મળ્યા હતા. એમના આ મિલન વખતે મહારાજશ્રી અને મુનિશ્રી નથમલજી વચ્ચે જે વાર્તાલાપ થયો, તે તેરાપંથી મહાસભાના સાપ્તાહિક હિંદી મુખપત્ર “જૈનભારતી” ના તા. ૧૯-૧૧-૧૯૬૭ના અંકમાં છપાયો છે. તે જાણવા જેવો હોવાથી એ આખો મૂળ વાર્તાલાપ આ વિશેષાંકમાં અન્યત્ર આપવામાં આવ્યો છે. આ વાર્તાલાપમાંના નીચે આપેલ થોડાક સવાલ-જવાબ ઉપરથી પણ મહારાજશ્રીની આગમ-સંશોધન અંગેની પ્રવૃત્તિ, ઝંખના અને ચિંતાનો ખ્યાલ આવી શકે છે “ સવાલ (મુનિ નથમલજી) : આજકાલ આપ શું કરો છો ? “ જવાબ (મહારાજશ્રી) : અત્યારે હું ટીકાઓ અને ચૂર્ણિઓની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90