Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 49
________________ ૪૨ જ્ઞાનજ્યોતિની જીવનરેખા (૩) મુંબઈમાં ચાતુર્માસ પરિવર્તન–મહારાજશ્રી વિ. સં. ૨૦૨૫નું ચોમાસું મુંબઈમાં રહ્યા હતા. વિ. સં. ૨૦૨૬ના કારતક સુદિ ૧૫ના રોજ મહારાજશ્રીના ચાતુર્માસ પરિવર્તનનો લાભ પાટણવાળા શ્રી પન્નાલાલ મફતલાલ શાહ, શ્રી કાંતિલાલ મફતલાલ શાહ અને શ્રી ચંપકલાલ મફતલાલ શાહ-એ ત્રણ ભાઈઓએ લીધો હતો; અને એ પ્રસંગે, પોતાના કુટુંબ તરફથી, શ્રીભગવતીસૂત્રના પહેલા ભાગના ખર્ચ માટે, પાંત્રીસ હજાર રૂપિયા જેવી મોટી રકમ શ્રી મહાવીર જૈનવિદ્યાલયને ભેટ આપવાની તેઓએ જાહેરાત કરી હતી. આ ઉપરથી જોઈ શકાય છે કે મહારાજશ્રી કેવળ આગમસંશોધનના કાર્યની જ નહીં પણ એ માટે વિદ્યાલયને જરૂરી આર્થિક સહાયતા મળી રહે એની ચિંતા રાખતા હતા; અને અવસર આવ્યું નિઃસ્વાર્થપણે એ માટે પ્રેરણા પણ આપવાનું ભૂલતા નહીં. કેવી આદર્શ, સક્રિય અને વિરલ શ્રુતભક્તિ ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90