Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ બધું જ આગમ-પ્રકાશન માટે અર્પણ આગમ-પ્રકાશનની બધી જવાબદારી વિદ્યાલય જેવી વગદાર અને શક્તિશાળી સંસ્થાએ સંભાળી હતી, એટલે એને માટે જરૂરી આર્થિક સહાય શ્રીસંઘમાંથી મેળવી આપવાનો કોઈ ભાર મહારાજશ્રી ઉપર ન હતો. છતાં તેઓ આ બાબત સતત ચિંતા સેવતા રહેતા અને અવસર આવ્યે પોતાથી બનતું કરવાનું ચૂકતા નહીં. નીચેના પ્રસંગો. આ વાતની સાક્ષી પૂરે એવા છે (૧) કપડવંજનો ઉત્સવ–દીક્ષા લીધે ૫૩ વર્ષ વીતી ગયાં છતાં મહારાજશ્રીને પોતાના વતન કપડવંજમાં ચોમાસું કરવાનો અવસર જ નહોતો મળ્યો. છેવટે, વિ. સં. ૧૯૧૮માં, કપડવંજના શ્રીસંઘની ભાવના સફળ થઈ, અને ૫૩ વર્ષને અંતે ૫૪મું ચતુર્માસ મહારાજશ્રી કપડવંજમાં રહ્યા. શ્રીસંઘે પોતાનો આનંદ વ્યક્ત કરવા મહારાજશ્રીનો ૬૬મો જન્મદિવસ સુંદર રીતે ઉજવવાનો નિર્ણય કર્યો. આ વખતે કારતક સુદિ ૫ થી ૭ સુધીનો ત્રણ દિવસનો ઉત્સવ યોજવામાં આવ્યો હતો. અને મુખ્ય સમારોહ સુદિ ૭, તા. ૪-૧૧-૬૨, રવિવારના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ સમારોહમાં પ્રમુખ તરીકે પંડિતવર્ય શ્રીસુખલાલજી અને અતિથિવિશેષ તરીકે શેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈ પધાર્યા હતા. આ પ્રસંગે કપડવંજ સંઘના અગ્રણીઓએ, મહારાજશ્રી ઇચ્છે તે કાર્યમાં ઉપયોગ કરવા માટે, વીસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મહારાજશ્રીએ, સાધુજીવનને શોભે એવો નિર્મમભાવ દાખવીને, એ રકમ આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90