Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ ૩૯ આગમ-સંશોધનનું વિરાટ કાર્ય આગમસૂત્રો પ્રગટ કરવાનો વિચાર આવ્યો. આ વિચાર તેઓએ મહારાજશ્રીને જણાવ્યો. મહારાજશ્રીએ પંડિત શ્રીદલસુખભાઈ માલવણિયા વગેરે સાથે વિચારવિનિમય કરીને મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવાની યોજના તૈયાર કરી આપી, એટલું જ નહીં, આ યોજનાના મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી પોતે તેમ જ શ્રીદલસુખભાઈ માલવણિયા સ્વીકારશે એમ પણ કહ્યું. વિદ્યાલયના સંચાલકોએ આ યોજનાને મંજૂર કરી; એને એ યોજના મુજબ કાર્યની શરૂઆત પણ કરી દેવામાં આવી. વિદ્યાલય પ્રત્યે મહારાજશ્રી સ્વાભાવિક રીતે જ ખૂબ અનુરાગ ધરાવતા હતા, અને એની વ્યવસ્થાશક્તિ એક આદર્શ સંસ્થાને છાજે એવી નમૂનેદાર છે, એ પણ જાણતા હતા. આવી માતબર અને પ્રતિષ્ઠિત સંસ્થા આગમ-પ્રકાશનની જવાબદારી સંભાળે એનાથી રૂડું બીજું શું ? આ યોજના મુજબ ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા અને મહારાજશ્રીનો સ્વર્ગવાસ થયો ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90