Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ ૩૮ જ્ઞાનજ્યોતિની જીવનરેખા પ્રતિકૂળ સંજોગોમાં પણ તેઓ સ્વસ્થ, શાંત અને સ્થિર રહી શકતા હતા. એટલે જિનાગમપ્રકાશિની સંસદના મુખ્ય કાર્યકરોના આવા દુઃખદ વલણ અંગે શોચ કે અફસોસ કરવામાં કાળક્ષેપ કરીને મનને ઉદ્વિગ્ન બનાવવાને બદલે, જાણે કશું જ નથી બન્યું એમ માનીને, પોતે જે કંઈ આર્થિક સગવડ સંઘમાંથી મેળવી શક્યા તેટલા પ્રમાણમાં આગમ-સંશોધનનું પોતાનું જીવનકાર્ય આગળ વધારતા રહ્યા. અને પોતાની જાતે જે કાર્ય થઈ શકે એમ હતું એ માટે તો પૈસાની પણ ક્યાં જરૂર હતી ? તેઓ તો મુદ્રિત થઈ ગયેલ આગમ સાહિત્યને, જે કંઈ નવી સામગ્રી મળતી રહી એને આધારે, શુદ્ધ કરતા રહ્યા અને જે કંઈ અપ્રગટ અને અજ્ઞાત આગમ સાહિત્ય ઉપલબ્ધ થતું ગયું એની સંશોધિત શુદ્ધ નકલો તૈયાર કરતા-કરાવતા જ રહ્યા. આટલી બધી સુધારેલી પ્રેસ-કોપીઓનું મુદ્રણ ક્યારે થશે એની ચિંતા ક્યારેય એમના ચિત્તની સમાધિને ચલિત કરી શકી ન હતી. વળી, શ્રીસંઘ પોતાના કાર્યમાં જોઈતી મદદ નથી કરતો અથવા ઓછી મદદ કરે છે, એવી કશી ફરિયાદ તેઓ ક્યારેય કરતા નહીં. એમના નિકટના સંપર્કથી વિશ્વાસપૂર્વક એમ જરૂર કહી શકાય કે શ્રીસંઘ પ્રત્યે આવી અસંતોષ કે અણગમાની લાગણી એમના અંતરમાં ક્યારેય જન્મવા જ નહોતી પામતી; કારણ કે તેઓ જે કંઈ કાર્ય કરતા તે પૂર્ણ નિઃસ્વાર્થ ભાવે અને સાધુજીવનની નિર્મળ સાધનારૂપે જ કરતા. આટલું જ શા માટે, શ્રીજિનાગમપ્રકાશિની સંસદના આવા અનિચ્છનીય વલણ અંગે પણ તેઓએ એના કોઈ પણ કાર્યવાહક પ્રત્યે ક્યારેય કડવાશ દર્શાવી હોય એવું બન્યું નથી; સૌને તેઓ ધર્મસ્નેહથી અને સમભાવપૂર્વક આવકારતા. એમ લાગે છે કે કડવાશના અંશને પણ એમના જીવનમાં સ્થાન ન હતું. મહારાજશ્રી સચ્ચિદાનંદમય સ્થિતિના અવતાર હતા. વિદ્યાલયની યોજના–મહારાજશ્રીને મન આગમ-સંશોધનનું કાર્ય પણ નિર્મળ સંયમની આરાધના માટેનું ઉત્તમ સાધન હતું. અને એ કાર્યમાં (તેમ જ જ્ઞાનોદ્ધારનાં નાનાં-મોટાં બીજાં અનેક કાર્યોમાં) તેઓ સતત નિરત રહેતા. સને ૧૯૬૦ના અરસામાં શ્રીમહાવીર જૈનવિદ્યાલયના તે વખતના માનદમંત્રી શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહને વિદ્યાલય તરફથી મૂળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90