Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ આગમ-સંશોધનનું વિરાટ કાર્ય પ્રત્યેની શ્રદ્ધામાં, ગમે તે કારણે, ઓટ આવી; અને મહારાજશ્રીએ સંશોધિત કરેલ આગમ-સાહિત્યને મુદ્રિત કરવાનું કામ અટકી પડ્યું ! પોતાને ધર્મનાધર્મશ્રદ્ધાના રખેવાળ પુરવાર કરવાના અંધશ્રદ્ધાથી ઘેરાયેલા વધારે પડતા ઉત્સાહમાં જો આ મહાનુભાવોએ મહારાજશ્રીના કાર્યમાં અશ્રદ્ધા-અવિશ્વાસ જન્માવીને એ પવિત્ર કાર્ય સ્થગિત થઈ જાય એવી મોટી ભૂલ કરવાને બદલે મહારાજશ્રીની સત્યપ્રિયતા, સાધુતા અને વિદ્વત્તા ઉપર વિશ્વાસ રાખીને આ કાર્યને આગળ વધવા દીધું હોત તો મહારાજશ્રીની હયાતીમાં અને તેઓના પોતાના જ હાથે આગમ પંચાગીના કેટલા બધા ગ્રંથો કેવા આદર્શ રૂપમાં પ્રગટ થઈ શક્યા હોત ! પણ જ્યાં આવા મહાન પુણ્યકાર્યના સાથી બનવાનું ભાગ્ય-વિધાન જ ન હોય, અને સારા કામમાં અંતરાયરૂપ જ બનવાનો નિમિત્તયોગ હોય, ત્યાં આવી ધર્મબુદ્ધિ જાગે પણ શી રીતે ? અને ૧૮-૨૦ વર્ષ બાદ, મોડે મોડે, જ્યારે એમનામાં આવી સત્બુદ્ધિ જાગી અને, વિ. સં.૧૯૨૫માં, આ મહાનુભાવોએ ‘શ્રીજિનાગમપ્રકાશિની સંસદ' માં આગમ પ્રકાશન માટે ભેગી થયેલી રકમ મહારાજશ્રી દ્વારા સંપાદિતસંશોધિત થતાં મૂળ આગમસૂત્રોના પ્રકાશન-મુદ્રણ માટે શ્રીમહાવીરજૈનવિદ્યાલયને સોંપી ત્યારે એ કાર્યવાહકોના મનનો ભાર ભલે ઓછો થયો હોય, પણ એમાં એટલું બધું મોડું થયું હતું કે આ સહાયતાથી પોતાના આગમ-સંશોધનના કાર્યને વેગ મળે તે પહેલાં, બે વર્ષ બાદ જ, મહારાજશ્રી સ્વર્ગે સિધાવી ગયા ! કાનના કાચા અને શ્રદ્ધાના પોચા કાર્યકરો પોતાના હાથે જ ધર્મશાસનને કેટલું મોટું નુકસાન કરી બેસે છે, અને સેંકડો વર્ષ સુધી ઉપકારક બની શકનાર શકવર્તી પ્રવૃત્તિને કેવો લકવો લગાવી દે છે, એનો આ ઊંધ ઉડાડી મૂકે એવો દાખલો છે. પૈસા પડી રહ્યા, બીજા પણ મળી રહેશે, બીજી બીજી સગવડ અને સામગ્રી પણ આવી મળશે; પણ પુણ્યચરિત પુણ્યવિજયજી ક્યાંથી મળવાના હતા ! આગમ-સંશોધન અંગેની એમની સૂઝ, શક્તિ અને ભક્તિ હવે ક્યાં મળવાની હતી ? અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને અંધભક્તિમાં આપણે ખોટનો કેવો સોદો કરી બેઠા ! પણ પુણ્યવિજયજી મહારાજને, યોગની સાધના કર્યા વગર જ, યોગની સિદ્ધિની સહજ બક્ષિસ મળી હતી, એટલે ગમે તેવા કપરા અને Jain Education International ૩૭ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90