Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ ૩૬ જ્ઞાનજ્યોતિની જીવનરેખા સામાન્ય નથી. તેમણે જેટલા પુસ્તક ભંડારો ને સંગ્રહો જોયા છે, તેટલા ઘણા ઓછાએ જોયા હશે. તેમની દૃષ્ટિમાં ઉદારતા રહી છે; તેમની દૃષ્ટિ પંથથી પર છે. મારે ને એમને ૫૦ વર્ષ પહેલાંના સમયથી સંબંધ છે. નાની વયથી આજ સુધી જેમ સમય પસાર થતો ગયો તેમ તેમની દષ્ટિનો વિકાસ થતો ગયો. તેમને સાંપ્રદાયિક બંધન નથી ખપતાં, ગચ્છ-પરંપરાનો આગ્રહ નથી, આથી તેમના સંપાદનમાં પ્રામાણિકતા રહી છે. બીજી વાત તેમનો ગુણગ્રાહિતાનો ગુણ છે, દોષદર્શન તેમનામાં નથી. જૈન પરંપરાના કોઈ પણ વિદ્વાન કે બીજી પરંપરાના વિદ્વાનો પણ તેમને મળવા આવે છે. એમને એમની સાથેની ચર્ચા કરતા જોઈએ તો લાગે છે કે સામાની વાત જુએ ને સાચી હોય તો તેનો સ્વીકાર કરે છે. મહેનતની પ્રામાણિકતાની સાથે તેમનામાં ધૈર્ય છે. દષ્ટિની આ વિશાળતાથી તેમનામાં પ્રામાણિકતા આવી છે.” બધાં આગમસૂત્રો અને સમગ્ર આગમિક સાહિત્યની શુદ્ધ વાચનાઓ તૈયાર થાય એ મહારાજશ્રીની તીવ્ર ઝંખના હતી; આ કાર્યનું એમને મન જીવનકાર્ય જેટલું મહત્ત્વ હતું. એટલે એની પાછળ પોતાનાં સમગ્ર સમય અને શક્તિનો ઉપયોગ કરવામાં તેઓ ક્યારેય સંકોચ કરતા ન હતા. જ્ઞાનભંડારો અને પ્રાચીન ગ્રંથોના ઉદ્ધાર માટે તેઓ જે ઉલ્લાસથી કામ કરતા એની પાછળ તેઓની એક દૃષ્ટિ એવી પણ હતી કે કદાચ ક્યાંકથી કોઈક આગમને લગતો વધારે પ્રાચીન કે નવો ગ્રંથ મળી આવે, જેને આધારે ઉપલબ્ધ આગમના પાઠો વધુ શુદ્ધ કરી શકાય અથવા કોઈક અજ્ઞાત આગમિક ગ્રંથને પ્રકાશિત કરવાનું શક્ય બને. શ્રીજિનાગમપ્રકાશિની સંસદ–પાટણમાં રહીને મહારાજશ્રી આગમસંશોધનનું કાર્ય એકાગ્રતાથી કરી રહ્યા હતા, તે જોઈને પાટણના કેટલાક ભાવનાશીલ મહાનુભાવોના અંતરમાં તેઓને આ કાર્ય માટેની આર્થિક ચિંતાથી મુક્ત કરવાનો સુવિચાર આવ્યો. એમાંથી પાટણમાં વિ. સં. ૨૦૦૧માં “શ્રીજિનાગમપ્રકાશિની સંસદ' નામે એક સંસ્થાની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ સંસ્થા પાસે ફંડ પણ સારું ભેગું થયું હતું, પણ થોડા વખત પછી જ, આ સંસ્થાના મુખ્ય કાર્યવાહકોની મહારાજશ્રીના કાર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90