Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ આગમ-સંશોધનનું વિરાટ કાર્ય થયેલ, તેમજ સંશોધન-સંપાદનની વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ થયા પછી પણ મુદ્રિત થવા બાકી રહેલ, સંખ્યાબંધ નાના-મોટા ગ્રંથોને જોવાથી જ આવી શકે. તેઓનું ‘આગમ-પ્રભાકર' બિરુદ કેટલું બધું સાર્થક હતું ! જે કોઈ ગ્રંથ તેઓના હાથે સંશોધિત-સંપાદિત થતો એને જાણે પ્રામાણિકતાની મહોરછાપ મળી જતી. તેઓના સંપાદનની વિશેષતાને અંજલિ આપતાં, જૈન આગમોના અભ્યાસી અને સંશોધક, વિખ્યાત જર્મન વિદ્વાન ડૉ. વોલ્ટેર શુસ્પ્રિંગે યોગ્ય જ કહ્યું છે કે “તેઓએ સંપાદિત કરેલ બૃહત્કલ્પભાષ્યની કીર્તિમંદિર સમી આવૃત્તિનો નિર્દેશ હું અહીં કરવા ઇચ્છું છું. ભારતમાં જેઓ અત્યાર સુધી સંશોધિત નહીં થયેલ ગ્રંથોને પ્રકાશિત કરવાની તૈયારી કરી રહ્યા છે, તે સર્વને માટે આ આવૃત્તિ એક નમૂનાની ગરજ સારે એવી છે.'* - ૩૫ મહારાજશ્રીના સંશોધન-કાર્યની પ્રામાણિકતાને બિરદાવતાં અને એ પ્રામાણિકતા તેઓમાં કેવી રીતે આવી તે સમજાવતાં પંડિતવર્ય શ્રીસુખલાલજીએ, શ્રીમહાવીરજૈનવિદ્યાલયના આગમપ્રકાશન સમારોહ પ્રસંગે, અમદાવાદમાં, તા. ૨૬-૨-૬૮ના રોજ કહ્યું હતું કે– “પૂજય પુણ્યવિજયજીએ આ કામમાં (આગમ-સંશોધનના કામમાં) આખી જિંદગી ખર્ચી છે, તેમની પાસે દૃષ્ટિ છે. એમ તો છેલ્લાં ચાલીસ વર્ષથી ઘણા સાધુઓ આવું કામ કરી રહ્યા છે એ હું જાણું છું, પણ પૂજ્ય પુણ્યવિજયજી મારા સ્નેહી-મિત્ર છે એટલા માટે નહિ પણ તટસ્થ ભાવે હું આ કહું છું કે તેમના નામ સાથે પ્રામાણિકતા સંકળાયેલી છે. કોઈ પણ પુસ્તક બહાર પડે અને શરતચૂકથી કોઈ તેમનું નામ છાપે અને લોકોને ખબર પડે કે આ પુસ્તક પુણ્યવિજયજીનું છે, તો લોકો માને છે કે આ પુસ્તક "I should like to mention his monumental edition of Brhatkalpabhasya which can serve as a model to all those in his country who are preparing the publication of works hitherto unedited." —જ્ઞાનાંજલિ, અભિવાદન વિભાગ, પૃ. ૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90