Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ ૧૯ જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય સત્યસ્પર્શી અને સર્વસ્પર્શી અધ્યયન. આ અધ્યયન પાછળની દષ્ટિ સાંપ્રદાયિક કદાગ્રહથી મુક્ત, ઐતિહાસિક, તુલનાત્મક અને સત્યશોધક હોય તો જ એ સ્વ-પર ઉપકારક બની શકે. મહારાજશ્રીના શાસ્ત્રાભ્યાસની આ જ વિશેષતા હતી, અને તેથી તેઓ સદા ગુણના ગ્રાહક અને સત્યના ચાહક બની શકતા હતા. વળી, એમને મન વિદ્યા એ નિર્ભેળ વિઘા જ હતી એટલે એની ઉપાસનામાં તેઓ મારા-તારાપણાનો કોઈ ભેદ રાખતા નહીં. અને શાસ્ત્રીય ગ્રંથો ઉપરાંત લૌકિક વિદ્યાઓના ગ્રંથોનું પણ તેઓ એવા જ આદરથી અવલોકન-અવગાહન કરતા, આથી જેમ તેઓ પોતાનાં શાસ્ત્રોની ખૂબી અને મર્યાદાઓથી પરિચિત રહી શકતા, તેમ બીજાઓનાં શાસ્ત્રોની ખૂબીઓ કે મર્યાદાઓથી પણ પરિચિત રહી શકતા. પરિણામે એમના અભ્યાસમાં તેમ જ નિરૂપણમાં સદા સત્યની સુભગ આભા પ્રસરી રહેતી; અને તેથી એ નિરૂપણ વિશેષ સચોટ અને પ્રતીતિકર બનતું. આચાર્યપ્રવર શ્રીહરિભદ્રસૂરિજીએ તેમનાં યોગબિદુ ગ્રંથમાં (શ્લોક પ૨૪) સાચું જ કહ્યું છે કે "आत्मीयः परकीयो वा क : सिद्धान्तो विपश्चिताम् ? । દDણાવાહિત થતુ ચુસ્તસ્ય પરિપ્રદ્યુઃ ' એટલે કે વિદ્વાનને મન આ સિદ્ધાંત મારો અને આ પરાયો એવો કોઈ ભેદ નથી હોતો; પણ જે જોવાથી અને ઇષ્ટથી અબાધિત હોય તેનો સ્વીકાર કરવો, એ જ ઉચિત છે. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું અધ્યયન આવું જ તંદુરસ્ત અને વિમળ દષ્ટિથી પરિપૂત હતું, અને તેથી જ એ દેશવિદેશના વિદ્વાનોને માટે વિશેષ આવકારપાત્ર બની રહેતું. તેઓશ્રીનું અધ્યયન આવી નિર્મળ બુદ્ધિથી થયેલું હોવાથી એમના લખાણમાં પણ એની છાપ સ્પષ્ટ જોવામાં આવતી. સમભાવી આચાર્ય હરિભદ્રસૂરિએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કપિલ મહર્ષિનો ‘દિવ્ય મહામુનિ' (શ્લોક ૨૩૭) અને ભગવાન બુદ્ધનો “મહામુનિ' (શ્લોક ૪૬ ૬) જેવાં બહુમાનવાચક વિશેષણોથી નિર્દેશ કર્યો છે, તેમ પુણ્યવિજયજી મહારાજનાં લખાણોમાં પણ આ પરંપરાનું વિરલ સાતત્ય જોવા મળે છે. જ્યાં ક્યાંય કોઈ ધર્મપુરુષનો કે મહાન વ્યક્તિનો અથવા વિદ્વાનનો ઉલ્લેખ કરવાનો વખત આવતો ત્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90