Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ ૨૧ જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય મહારાજશ્રીના કથનની તેમ જ એમનાં લખાણો કે સંપાદનોની વિદ્વાનોમાં જે ભારે પ્રતિષ્ઠા છે તે તેઓની આવી ગુણગ્રાહક, સત્યશોધક અને તટસ્થ દૃષ્ટિને કારણે જ. વળી, મહારાજશ્રી એ પણ જાણતા હતા કે જો આપણે અન્ય ધર્મના મહાન પુરુષોને માટે માનભર્યા શબ્દો વાપરીએ તો તેથી આપણું ચિત્ત કલુષિત થતું અટકે છે, એટલું જ નહિ, સામી વ્યક્તિ પણ આપણા પૂજય પુરુષો માટે બહુમાનભર્યા શબ્દોનો પ્રયોગ કરવા પ્રેરાય એવી અને પ્રેમભરી ફરજ પાડી શકીએ. આથી ઊલટું, જો આપણે બીજાને માન્ય વ્યક્તિ માટે હલકા શબ્દોનો પ્રયોગ કરીએ તો એથી આપણાં વિચાર અને વાણી તો દૂષિત થાય જ છે; ઉપરાંત, એથી સામી વ્યક્તિને, આપણને માન્ય વ્યક્તિઓને માટે ખરાબવાણીનો પ્રયોગ કરવાનો એક પ્રકારનો પરવાનો મળી જાય છે ! ધનનો ખપી જેમ શોધી શોધીને ધનનો સંચય કરે છે, તેમ મહારાજશ્રી સત્યનો અને ગુણોનો શોધી શોધીને સંગ્રહ કરવાની દૃષ્ટિએ જ શાસ્ત્રોનું અવલોકન-અવગાહન કરતા એમના શાસ્ત્રાભ્યાસની આ પણ એક વિરલ વિશેષતા હતી. પ્રાચીન ગ્રંથોનું સંશોધન-પોતાના ગુરુશ્રીના પગલે પગલે મહારાજશ્રીએ પણ એક સમર્થ સંશોધક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એમનાં સંપાદનોની સર્વાગપરિપૂર્ણતા જોઈને પરદેશના વૈજ્ઞાનિક સંશોધક વિદ્વાનો પણ ડોલી ઊઠે છે. તેઓશ્રીને હાથે આકરામાં આકરા ગ્રંથો પણ અણીશુદ્ધ બનીને નવજીવન પામ્યા છે. ગ્રંથ-સંપાદનના કાર્યમાં તેઓશ્રીને વરેલી અસાધારણ સિદ્ધિનાં કારણો અનેક છે. તેઓ શાસ્ત્રના વિષયથી અને ગ્રંથમાં આવતા ઇતર સાહિત્યના સંદર્ભોથી હંમેશાં સુપરિચિત રહેતા; અને જે બાબત પોતાની સમજમાં ન આવતી તે બાબતનો, ગમે તે રીતે, ખુલાસો મેળવીને જ આગળ વધવાનો તેઓનો સ્વભાવ હતો; અક્ષરોના વિવિધ મરોડો ધરાવતી જુદા જુદા સૈકાની લિપિને ઉકેલવામાં તેઓ સિદ્ધહસ્ત હતા; અને, સૌથી આગળ વધીને, શાસ્ત્રોના (તેમ જ અન્ય ગ્રંથોના પણ) સંશોધનની બાબતમાં એમની ધીરજ અને ખંત સાચા અર્થમાં અપાર હતાં. આ કાર્ય કરતાં એમને ન તો ક્યારેય કંટાળો આવતો કે ન તો તેઓ ક્યારેય ઉતાવળ કરતા. કોઈ પણ પ્રશ્ન કે શંકાનું સંતોષકારક કે સાચું સમાધાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90