Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા જરાક પ્રશ્ન પૂછીએ તો એમની શતમુખે પાંગરેલી વિદ્યાપ્રતિભાનાં તરત જ દર્શન થતાં. એમનું બહુશ્રુતપણું કે શાસ્ત્રપારગામીપણું જોઈને કોઈ પણ આશ્ચર્યમુગ્ધ થયા વગર ન રહેતા. વિનમ્ર વિદ્વત્તા–મહારાજશ્રી અનેક વિષયોના પારગામી વિદ્વાન હોવા છતાં તેઓ ક્યારેય પોતાની પંડિતાઈથી કે વાક્ચાતુરીથી બીજાને આંજી નાખવાનો પ્રયત્ન ન કરતા. અંતરમાંથી વહેતી એમની સહજ સરળ વાણી જાણે સામી વ્યક્તિને વશ કરી લેતી. વિ. સં. ૧૯૨૪માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણમહોત્સવ પ્રસંગે આગમ પ્રકાશન યોજનાના પહેલા ગ્રંથ નંદિ-અનુયોગદ્વાર સૂત્રનું અમદાવાદમાં પ્રકાશન થયું તે વખતે (તા. ર૬-૨૧૯૬૮) એમણે ઉચ્ચારેલા આ ઉદ્ગારો તેઓની વિનમ્રતા, કૃતજ્ઞતા, ગુણગ્રાહક દૃષ્ટિ, પોતાની ભૂલોને જોવા-સ્વીકારવાની સહજ સરળતા અને સત્યપ્રિયતાની સાક્ષી પૂરે એવા છેઃ અહીંયાં વિદ્વાન વક્તાઓએ જે કંઈ કહેવું જોઈએ તે ઘણું કહ્યું છે; ને હવે બહુ કહેવાનું રહેતું નથી. તેમાં પણ મારે શું કહેવું એ એક મોટો પ્રશ્ન છે. હું તો ઇચ્છે કે અમે જે આ કામ કરીએ છીએ, તેમાં અમારી ત્રુટિ ક્યાં છે તે સૂચવનાર અમને મળે. મહેનત તો ઘણી કરવામાં આવી છે. તેમ છતાં પ્રસંગે પ્રસંગે વિચારવામાં આવે ત્યારે ત્રુટિ એટલી બધી દેખાય છે કે આટલા મહાભારત કામને નિર્દોષ રીતે, કેવી રીતે પાર પાડવું તે પણ એક મોટો પ્રશ્ન છે. તેમ છતાં આજે કેટલાંક સાધનોને લીધે, પ્રાચીન ભંડારોનાં અવલોકનોને લીધે, સાહિત્યની આલોચનાને લીધે અને વિદ્વાનોના સમાગમને લીધે, જે કંઈ સ્કૂર્તિ જીવનમાં જાગી છે તેનો ઉપયોગ અહીં કરી લેવો એ દૃષ્ટિએ આ પ્રવૃત્તિ હાથ ધરી છે. “દુનિયાના વિદ્વાનો ઉપર નજર કરીએ ત્યારે અમારું સંપાદન પૂર્ણ છે, એમ કહેવાની અને હિંમત નથી કરતા. જો કે આ કામ હું એકલો નથી કરતો, બધા જાણતા હોય કે હું આ કામ એકલો કરું છું, તેમ છતાં પણ એમાં મારી સાથે આત્મીય ભાવે કામ કરનાર ઘણા મિત્રો છે: દલસુખભાઈ, પં. અમૃતલાલ વગેરે ઘણા ઘણા એવા વિદ્વાનો છે, જેઓ આ કાર્યમાં રાતદિવસ રચ્યાપચ્યા રહે છે, એને લઈને મારો ભાર ઓછો થઈ જાય છે. છેલ્લાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90