Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ ૩૦ જ્ઞાનજયોતિની જીવનરેખા પ્રતો મળી શકી તે પ્રતો સાથે સરખાવી શુદ્ધ કરી રાખ્યા છે, તેને આધારે પાઠોનો નિર્ણય કરીએ છીએ. ઘણી વાર એવું બને છે કે સંશોધનકારે સંશોધનમાં કોઈ સ્થળે, જરૂર જણાય ત્યાં, પાઠ દાખલ કરેલો હોય છે. તે યોગ્ય સ્થળે દાખલ થયો છે કે કેમ તે વિષે શંકા જાગે છે. અમારી આ મોટી મુશ્કેલી છે, એટલે શુદ્ધ પાઠો નક્કી કરવા મુશ્કેલ છે. કોઈ પ્રતિમાં જોઈ પાઠો દાખલ કર્યા છે કે કેમ એ, જેસલમેર, પાટણ, ડેક્કન કૉલેજ, સૂરત, વડોદરાના ભંડારો જોઈને, તથા ખંભાતના ભંડારની પણ પ્રાચીન પ્રતિઓની તપાસ કરીને, નક્કી કરીએ છીએ પ્રાચીન કાળથી ત્યાં પાઠો પડી ગયા છે. આજ સુધી અમે એક જ કામ કર્યું છે : દરેક પ્રાચીન ગ્રંથોને અનેકાનેક પ્રતિઓ સાથે સરખાવ્યા છે. એને આધારે એક એક આગમનું સંપાદન થાય છે. ભવિષ્ય પણ એ જ પદ્ધતિ રહેશે. “આ આગમો તૈયાર કરીએ છીએ, એ વિદ્વાનો તપાસે, તપાસીને અલના હોય તેમ જ સંપાદન પદ્ધતિમાં દોષ હોય, તો તેનું ભાન કરાવશે તો અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તો ઘણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડે એવા વિદ્વાનો ઘણા ઓછા મળે છે. હું ઇચ્છું છું કે તેઓ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેનો ભવિષ્ય અમારાં સંપાદનોમાં ઉપયોગ કરશું. અત્યારે દલસુખભાઈ વગેરે અહીં છે નહિ. તે બધા સહકાર્યકરોનો આ કાર્યમાં સહકાર છે. આત્મીયભાવે પોતાનું જીવન એ ઓતપ્રોત કરીને રહેલ છે. એવા કાર્યકરો ન હોય તો આ કામ ન થાય. પ્રાચીન કાળમાં અભયદેવાચાર્યે પણ લખ્યું છે કે ટીકાઓ રચતાં પહેલાં દરેક આગમોની શુદ્ધ પ્રતો તૈયાર થતી; અનેક જાતના પાઠાંતરો જોઈ જવાતા. એવા પાઠાંતરો કે જેના પાઠભેદો મૂંઝવી નાંખે કે સેંકડો કૃતિઓના પાઠભેદોમાંથી ક્યો પાઠ સ્વીકારવો અને કયો જતો કરવો ? શ્રીઅભયદેવાચાર્યને તેથી જ લખવું પડ્યું કે वाचनानामनेकत्वात्, पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगाम्भीर्यात्, मतभेदाच्च कुत्रचित् ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90