Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ ૨૪ જ્ઞાનજ્યોતિની જીવનરેખા સહાયકો પણ આપમેળે આવી મળ્યા હતા. જેસલમેરના ભંડારના ઉદ્ધારના અનુસંધાનમાં ત્રણ બાબતો વિશેષ નોંધપાત્ર બની તેનો નિર્દેશ અહીં કરવા પ્રસંગોચિત લેખાશે : (૧) વિ. સં. ૨૦૦૬ના કારતક વદિ સાતમે મહારાજશ્રીએ જેસલમેર માટે વિહાર કર્યો. એ વખતે શેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈ મહારાજશ્રીને સાબરમતીમાં મળેલા. તે પછી મહારાજશ્રી જેસલમેરમાં કામ કરતા હતા ત્યારે તેઓ જેસલમેર જઈને ચારેક દિવસ ત્યાં રોકાયા હતા અને મહારાજશ્રી દ્વારા થઈ રહેલ કામને પ્રત્યક્ષ જોયું હતું. ઉપરાંત, કયારેક તેઓને પાટણ જવાનું થતાં ત્યાંના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરનું એમણે નિરીક્ષણ કર્યું હતું. આ બધાંને લીધે એમના મનમાં જ્ઞાનભંડારોના રક્ષણ માટે અને ભારતીય સંસ્કૃતિ તથા જૈન સંસ્કૃતિના અધ્યયન માટે કંઈક નક્કર કામ કરવાની ભાવનાનાં બીજ રોપાયાં. એનું પરિણામ અંતે અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર નામે વિખ્યાત સંસ્થાની સ્થાપનારૂપે આવ્યું. (૨) જેસલમેરના વિહાર માટે મહારાજશ્રી અમદાવાદ થઈને પાટણ જઈ રહ્યા હતા. એક દિવસ વહેલી સવારે રણુંજથી તેઓએ રેલના પાટે પાટે વિહાર શરૂ કર્યો. પૂરા પ્રકાશના અભાવે એમણે ગરનાળાને ન જોયું અને તેઓ ગરનાળાથી ૧૫-૧૭ ફૂટ નીચે પડી ગયા. પણ જે શક્તિએ બચપણમાં આગથી અને મોટી ઉંમરે સંઘરણી જેવા ભયંકર વ્યાધિમાંથી મહારાજશ્રીને બચાવી લીધા હતા, એણે જ આ વખતે પણ એમને આબાદ બચાવી લીધા ! આટલે ઊંચેથી પડવા છતાં એમને ખાસ કાંઈ વાગ્યું નહીં; અને તે પછી તો સાતેક માઈલ જેટલો લાંબો વિહાર કરીને તેઓ પોતાના સ્થાને પહોંચ્યા ! રામનાં કેવાં અદ્ભુત રખવાળાં ! મહારાજશ્રી કહેતા, હું ગૌતમસ્વામીનું નામ લઈ વિહાર કરું છું એટલે ઉપદ્રવોમાંથી બચી જવાય છે. ગૌતમસ્વામી ઉપર તેઓને ખૂબ આસ્થા હતી; અને કોઈ પણ કામની શરૂઆત તેઓ ગૌતમસ્વામીનું સ્મરણ કરીને જ કરતા. (૩) જેસલમેરના ભંડારોના ઉદ્ધાર દરમ્યાન ત્યાંની તાડપત્રીય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90