Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ ૧૭ દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ ચાલતો હતો. ક્યારેક તો સલાહ મળે કે હવે બીજાની દવા કરો ! પણ મેં તો થાકયા કે કંટાળ્યા વગર, ધીરજપૂર્વક, એ જ ઇલાજ ચાલુ રાખ્યો. દોઢેક વર્ષ સુધી ચાલેલ આ ઉપદ્રવ દરમ્યાન મને મોટામાં મોટો સધિયારો આપ્યો મારા શાસ્ત્રવ્યાસંગે. કથાર–કોષનું સંપાદન અને નિશીથચૂર્ણિનું અધ્યયન મેં આ બીમારી દરમ્યાન જ કર્યું – જાણે હું મારું કામ કરતો રહ્યો અને દર્દી પોતાનું કામ કરતું રહ્યું ! મને તો આ બધું દાદાગુરુશ્રીની અને ગુરુજીની જ કૃપાનું ફળ લાગે છે. પોતાના ગુરુજી અને દાદાગુરુશ્રી ઉપરની શ્રદ્ધાને દર્શાવતાં મહારાજજીએ પોતે જ કહ્યું છે કે – “જો પૂજયપાદ ગુરુપ્રવર શ્રી પ્રવર્તકજી મહારાજ, પૂજ્ય ગુરુદેવ અને સમસ્ત મુનિગણની આશિષ વરસતી હશે-છે જ, તો પૂજય ગુરુદેવનાં સત્સંકલ્પોને મૂર્ત સ્વરૂપ આપવા અને તેમણે ચાલુ કરેલી ગ્રંથમાળાને સવિશેષ ઉજ્જવલ બનાવવા યથાશક્ય અલ્પ-સ્વલ્પ પ્રયત્ન હું જરૂર જ કરીશ.” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૮૯) સવાલ- આપે કોઈ શાસ્ત્રીય ગ્રંથ રચવાનો ક્યારેય પ્રયત્ન કરેલો ? જવાબ-હા. લીંબડીના પહેલા ચોમાસામાં (વિ. સં. ૧૯૭૮માં) પૂજય દાદાગુરુજી અને ગુરુશ્રી ત્યાંના ભંડારનો ઉદ્ધાર કરવાના કામમાં રોકાયેલા હતા ત્યારે મને વિશેષgવતી ઉપર ટીકા કરવાનો વિચાર થઈ આવેલો, પણ પછી એ વિચાર પ્રમાણે કામ ન થયું. સવાલ-આપનામાં સત્યાગ્રાહી મધ્યસ્થભાવ ક્યાંથી આવ્યો ? જવાબ-સ્વાભાવિક રીતે તથા પૂજય દાદાગુરુજીના સતત સમાગમથી. આ તે દીક્ષા લીધા બાદ શ્રીપુણ્યવિજયજી મહારાજે પોતાની સ્વયં ફુરણાથી, દાદાગુરુ તથા ગુરુજીની વાત્સલ્યભરી કૃપાદૃષ્ટિથી અને જુદા જુદા વિદ્વાનોના સમાગમથી પોતાની જ્ઞાનસાધનનાને સર્વગ્રાહી, મર્મસ્પર્શી અને સત્યમૂલક બનાવી હતી અને જાણે ભવિષ્યના જ્ઞાનોદ્ધારના મહાન કાર્યને માટે પોતાની જાતને સુસજ્જ બનાવી લીધી હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90