Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ ભ્યાસ દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ ૧૫ વાંચતાં વાંચતાં પ્રાકૃત ભાષા ખૂલી ગઈ. પછી વડોદરામાં પંડિત સુખલાલજી પાસે શ્રી હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ અધું વાંચ્યું, સાથે સાથે પઉમચરિયું પાટણના સંઘવીના પાડાની તાડપત્રીય પ્રતના આધારે સુધાર્યું. સવાલ-આગમોના અભ્યાસની વિશેષ રુચિ કયારે જાગી ? જવાબ-મુનિ શ્રીલાવણ્યવિજયજી પાસે આવશ્યક હારિભદ્રી વૃત્તિ વાંચતાં એ તરફ વિશેષ રુચિ થઈ; અને પૂજય સાગરાનંદસૂરિજીની વાચના ખૂબ ગમી. સવાલ-અપ્રભ્રંશ ભાષાનું જ્ઞાન કેવી રીતે થયું ? જવાબ-એ તો કેવળ એ ભાષાનું સાહિત્ય વાંચતાં વાંચતાં જ થયું. સવાલ-પ્રાચીન લિપિઓ વાંચવાનો અભ્યાસ કેવી રીતે થયો ? જવાબ-એ પણ મોટે ભાગે કામ કરતાં કરતાં જ થયો, એમ કહી શકાય. પાટણના બીજા ચોમાસામાં (એટલે દીક્ષાના છઠ્ઠા વર્ષે) સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ (સી. ડી. દલાલ) પાટણના જ્ઞાનભંડારો તપાસવા આવેલા. એ વખતે એમને પ્રાચીન હસ્તલિખિત પ્રતો મેં વાંચી આપી હતી. દેવનાગરી લિપિ પહેલાંની બ્રાહ્મી લિપિને ઉકેલવાનું અને દેવનાગરી લિપિના અક્ષરોના સંકે ઐકે બદલાતા મરોડને ઉકેલવાનું પણ મહાવરાને લીધે ફાવી ગયું. અલબત્ત, આમાં શ્રીગૌરીશંકર હીરાચંદ ઓઝાના “ભારતીય લિપિમાળા” નામે પુસ્તકનો પણ ઉપયોગ કરાતો રહ્યો છે. જુદા જુદા સૈકાઓની લિપિઓને ઉકેલવાના આવા મહાવરાને લીધે, જેને અંતે લેખન-સંવત ન નોંધ્યો હોય એવી કૃતિ પણ કયા સૈકામાં લખાયેલી હોવી જોઈએ એનો મોટે ભાગે સાચો અંદાજ, એ ગ્રંથની લિપિ ઉપરથી, કરી શકાય છે. સવાલ–આપને બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય તરફ રુચિ કેવી રીતે થઈ ? જવાબ-મોટે ભાગે ઈUTIRUV- ન-કાનથી સાંભળી સાંભળીને. મારું એક સદ્ભાગ્ય રહ્યું છે કે જુદા જુદા વિષયના વિદ્વાનોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90