Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ ૧૪ જ્ઞાનજયોતિની જીવનરેખા પૂજય સાગરનંદસૂરીશ્વરજીમહારાજે જયારે પાટણમાં આગમોની વાચના શરૂ કરી ત્યારે કેટલાક તરફથી એની સામે વિરોધનો સૂર વહેતો કરવામાં આવેલો. મહારાજશ્રી એ વખતે એ વાચનાનો લાભ તો નહીં લઈ શકેલા, પણ એમને એટલું તો લાગેલું કે આવા કાર્યનો વિરોધ કરવો એ બરાબર નથી; આ કામ તો ઉત્તમ છે અને એ કરવા જેવું છે. પછી, આ વાચના પાલીતાણામાં ચાલુ રહી ત્યારે, પાલીતાણાના બીજા ચોમાસા દરમ્યાન (વિ. સં. ૧૯૭૬માં) , મહારાજશ્રીએ એનો લાભ લઈ ઓઘનિર્યુક્તિની દ્રોણાચાર્યની ટીકા પૂરી વાંચી અને પન્નવણાસૂત્ર ઉપરની મલયગિરિ ટીકા અને ભગવતીસૂત્રની અભયદેવસૂરિની ટીકા અધૂરી વાંચી. ભાવનગરમાં બે ચોમાસાની સ્થિરતા દરમ્યાન મહારાજશ્રીએ પોતની મેળે જ પઠન-પાઠન કરવાનું ચાલુ રાખ્યું; ઉપરાંત, વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શેઠશ્રી કુંવરજીભાઈ આણંદજી પાસે કર્મપ્રકૃતિ, પ્રકરણો વગેરેનું વાચન કર્યું. મહારાજશ્રીનો બોધ જાણી શ્રીકુંવરજીભાઈ ખૂબ રાજી થયેલા. એમણે કહ્યું : બધું ઉપસ્થિત છે; માત્ર ગુરુગમ જોઈએ. મહારાજશ્રી શ્રીકુંવરજીભાઈને ગુરુસ્થાનીય માનતા હતા. વિ. સં. ૧૯૯૯ની સાલમાં મહારાજશ્રી આગમમંદિરનની પ્રતિષ્ઠા માટે પાલીતાણા ગયા ત્યારે શ્રીકુંવરજીભાઈ બીમાર હતા, એટલે એમને શાતા પૂછવા માટે મહારાજશ્રી ખાસ ભાવનગર ગયા હતા. તે વખતે શ્રીકુંવરજીભાઈએ અટપટી લિપિમાં લખેલો એક ચોપડો મહારાજશ્રીને આપતાં તેઓએ તે વાંચી આપ્યો હતો. મહારાજશ્રીની શક્તિનો આવો વિકાસ જોઈને શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયા. વિ. સં. ૨૦૨૫ની સાલમાં, ખંભાતમાં, મારે મહારાજશ્રીના વિવિધ વિષયના વ્યાપક અભ્યાસ અંગે તેઓશ્રીની સાથે જે સવાલ-જવાબ થયા તે ઉપરથી પણ તેઓની સ્વયંસ્ફરણાપ્રેરિત જ્ઞાનોપાસના અને જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિનો કેટલોક ખ્યાલ આવી શકે છે. સવાલ – આપે પ્રાકૃતનો અભ્યાસ ક્યારે, કેવી રીતે કર્યો ? જવાબ– એમ લાગે છે કે પ્રાકૃતિનું જ્ઞાન શરૂઆતથી જ હતું. પાટણના બીજા ચોમાસામાં પૂજય ગુરુજી પાસે પઉમચરિયું વાંચ્યું; એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90