Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ વતન, માતા-પિતા અને દીક્ષા મહારાજશ્રીનું વતન ગુજરાતનું કપડવંજ શહેર. કપડવંજ ધર્મશ્રદ્ધાના રંગે રંગાયેલું શહેર છે; ત્યાગ, વૈરાગ્ય અને સંયમની અભિરુચિ એના કણકણમાં પ્રસરેલી છે. ત્યાંનાં સંખ્યાબંધ ધર્માનુરાગી ભાઈઓ અને બહેનોએ દીક્ષા ગ્રહણ કરીને આત્મસાધનાનો માર્ગ અપનાવ્યો છે; ત્યાં એકાદ જૈન ઘર પણ એવું ભાગ્યે જ હશે કે જયાંથી કોઈ ને કોઈ વ્યક્તિ ત્યાગમાર્ગની પુણ્ય યાત્રિક ન બની હોય. કેટલાક દાખલા તો એવા પણ છે કે જયારે એક કુટુંબના બધા સભ્યોએ, વૈરાગ્ય ભાવનાથી પ્રેરાઈને, સંયમનો સ્વીકાર કર્યો હોય ! વળી, શાસ્ત્રોદ્ધારના કાર્યમાં પણ કપડવંજનું અર્પણ વિશિષ્ટ હોય એમ લાગે છે. ભૂતકાળમાં આપણાં પવિત્ર આગમસૂત્રોમાંનાં નવ અંગસૂત્રો ઉપર વિશદ ટીકા કરનાર આચાર્યપ્રવર શ્રીઅભયદેવસૂરિજીની એ નિર્વાણભૂમિ છે. એમની પવિત્ર સ્મૃતિમાં એમના નામનું એક જ્ઞાનમંદિર પણ થોડાં વર્ષો પહેલાં ત્યાં સ્થાપવામાં આવ્યું છે. વર્તમાન સમયનો વિચાર કરીએ તો, આગમગ્રંથોનો ઉદ્ધાર કરનાર બે સમર્થ આગમધર મહાપુરુષોની જન્મભૂમિ બનવાનું ગૌરવ પણ કપડવંજને જ પ્રાપ્ત થયું છે. આ બે આગમધર ધર્મપુરુષો તે પરમ પૂજય આગમોદ્ધારક આચાર્ય શ્રીસાગરાનંદસૂરિજી મહારાજ, અને પૂજયપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિ શ્રીપુણ્યવિજયજી મહારાજ. મહારાજશ્રીના પિતાશ્રીનું નામ ડાહ્યાભાઈ દોશી. એમનાં માતુશ્રીનું નામ માણેકબહેન. બંનેને ધર્મ ઉપર ખૂબ આસ્થા. તેમાંય માણેકબહેનને તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90