Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ વતન, માતા-પિતા અને દીક્ષા ધર્મ તરફ વિશેષ અનુરાગ. વળી, આજથી પોણોસો વર્ષ પહેલાંના સમયમાં આપણા દેશમાં કન્યા-કેળવણીનું પ્રમાણ નહીં જેવું હતું ત્યારે પણ, માણેકબહેને ગુજરાતી છ ધોરણનો અને પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેનો અભ્યાસ કર્યો હતો. મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૫૨ના કારતક સુદિ પાંચમ (જ્ઞાનપંચમી કે લાભપાંચમ)ના પર્વદિવસે થયેલો. તેઓનું નામ મણિલાલ. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં. એમાં આ એક સંતાન જ ઉછરેલ—અને તે પણ જાણે કાળના મોંમાં કોળિયો થતાં બચી ગયું હોય એ રીતે ! કુટુંબની સ્થિતિ સામાન્ય, એટલે ડાહ્યાભાઈ મુંબઈમાં રહેતા હતા, અને એકલાં માણેકબહેન વતનમાં રહીને પોતાના સંતાનને ઉછેરતાં હતાં. મણિલાલ હજુ બે-ચાર મહિનાના જ થયા હતા અને ઘોડિયે ઝૂલતા હતા, એ વખતે એક દિવસ એમને ઘરમાં મૂકીને માણેકબહેન નદીએ કપડાં ધોવા ગયેલાં. પાછળ મહોલ્લામાં એકાએક મોટી આગ લાગી અને એમાં માણેકબહેનનું ઘર પણ ઝડપાઈ ગયું. આગ લાગ્યાની બુમરાણ સાંભળીને એક વહોરા ગૃહસ્થ પણ ત્યાં દોડી આવ્યા. એમણે એક મકાનમાં કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને, માનવતાની ભાવનાથી પ્રેરાઈને ઘરમાં દોડી જઈને, એ ભલા સગૃહસ્થ એ બાળકને લઈને પોતાને ઘેર મૂકી આવ્યા. આ બાજુ નદીકિનારે માણેકબહેનને આગની ખબર પડી; એ તો હાંફળાં ફાંફળાં આવી પહોંચ્યાં. જોયું તો ઘર આગમાં સ્વાહા થઈ ગયેલું ! એમને થયું કે ઘરના એકના એક વંશવેલાને પણ આગે ભરખી લીધો ! એમના દુઃખનો પાર ન રહ્યો. પેલા વહોરા ગૃહસ્થ માનતા હતા કે હમણાં આ બાળકનાં મા-બાપ આવીને એને લઈ જશે; પણ સાંજ સુધી કોઈ ન આવ્યું ! એ વહોરા ગૃહસ્થ નેકદિલ ઇન્સાન હતા, અને એમને એ ખ્યાલ હતો કે આ બાળક કોઈક હિંદુનું સંતાન છે, એટલે એમણે એ બાળકને હિંદુના ઘરનું પાણી મંગાવીને પાયું અને બકરીનું દૂધ પિવરાવ્યું. રાત થઈ તો પણ એ બાળકને લઈ જવા માટે કોઈ ન આવ્યું એટલે બીજી દિવસે સવારે એમણે ઘેરઘેર ફરીને તપાસ કરી. આખરે માણેકબહેનને પોતાનો દીકરો સાજોસારો મળી ગયો ! એમના આનંદનો પાર ન રહ્યો ! મણિલાલને Jain Education International ૫ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90