Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ ૧૧ બન્યું. કંઈક પૂર્વસંસ્કાર કહો, કંઈક વડીલોની કૃપા કહો અને કંઈક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહો, મોટે ભાગે, વિદ્યાભ્યાસ અને શાસ્ત્રસંશોધનનું કામ સાથે સાથે જ ચાલતાં રહ્યાં; અને, કામ કામને શીખવે એમ, શાસ્ત્રોનું વાચન અને સંશોધન કરતાં કરતાં નવા નવા વિષયોનું જ્ઞાન મળતું રહ્યું. એ કહેવાની જરૂર નથી કે આના પાયામાં મહારાજશ્રીની નિર્મળ તેજસ્વી બુદ્ધિ, સત્યને પામવાની ઝંખના, કોઈ પણ વિષયને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા અને તે વિષયના મૂળ સુધી પહોંચવાની અને એના વિસ્તારને પણ સમજવાની ધીરજ અને તાલાવેલી રહેલી હતી. આમ અભ્યાસ અને વિદ્યાપ્રવૃત્તિ સાથે સાથે ચાલતાં રહેવા છતાં તેઓએ જુદા જુદા વિદ્વાનો પાસે જે કંઈ અભ્યાસ કર્યો હતો, તેની મુખ્ય વિગતો આ પ્રમાણે છે :— દીક્ષાના પહેલા વર્ષમાં મહારાજશ્રીએ દાદાગુરુ અને ગુરુશ્રીની નિશ્રામાં બધા પ્રકરણગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો—જાણે શાસ્ત્રીય બોધનો પાયો નંખાયો. બીજે વર્ષે વસોના શ્રાવક શ્રીભાયલાલભાઈ પાસે માર્ગોપદેશિકાનો અભ્યાસ કર્યો. તે પછી પંડિત શ્રીનિત્યાનંદજી શાસ્ત્રી પાસે સિદ્ધહેમલવૃત્તિ, હેમલઘુપ્રક્રિયા, ચંદ્રપ્રભાવ્યાકરણ, હિતોપદેશ, દશકુમા૨ચિરત વગેરેનું રિશીલન કર્યું. પાળિયાદવાળા પંડિત શ્રીવીરચંદભાઈ મેઘજી પાસે લઘુવૃત્તિનો અધૂરો અભ્યાસ પૂરો કર્યો, અને કાવ્યોનું વાચન કર્યું. આ સમય દરમ્યાન દાદાગુરુશ્રી અને ગુરુશ્રીની ઊંડી વિદ્યાવૃત્તિ અને જ્ઞાનોદ્વારની પ્રવૃત્તિના સંસ્કારો તો પોતાનું કામ કરતા જ હતા. એમની સંશોધનની પ્રવૃત્તિ જોઈને કે જ્ઞાનોદ્વારની એમની વાતો સાંભળીને મહારાજશ્રીને એમ તો લાગતું જ કે આ કંઈક સારું કામ થઈ રહ્યું છે, અને આવું કામ આપણે પણ કરવા જેવું છે—જાણે પૂર્વજન્મનો કોઈ સંસ્કાર અને ભવિષ્યનો કોઈ કાર્યયોગ જ કામ કરી રહ્યો હતો ! એવામાં જૈનદર્શન તેમ જ ભારતીય બધાં દર્શનોના ઊંડા અભ્યાસી પંડિતવર્ય શ્રીસુખલાલજીની પાસે અભ્યાસ કરવાનો યોગ બની આવ્યો. પાટણ અને વડોદરામાં, વિ. સં. ૧૯૭૧ અને ૧૯૭૨માં, મહારાજશ્રીએ પંડિતજી પાસે કાવ્યાનુશાસન, તિલકમંજરી, તર્કસંગ્રહ અને છંદોનુશાસનનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90