Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ શકેઃ આ પરમ સત્ય તેઓના અંતરમાં બરાબર વસી ગયું હતું. એમના પગલે પગલે શ્રીપુણ્યવિજયજી મહારાજનું જીવનકાર્ય પણ જ્ઞાનોદ્વાર બની ગયું. અને આ રીતે પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ, મુનિવર્ય શ્રીચતુરવિજયજી મહારાજ અને મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજ— દાદાગુરુ, ગુરુ અને શિષ્યની ત્રિપુટીએ, છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષ દરમ્યાન, જ્ઞાનોદ્ધારની એક એકથી ચડિયાતી જે પ્રવૃત્તિઓ કરી બતાવી તે માટે કેવળ જૈનસંઘ જ નહીં પણ જૈનવિદ્યા અને ભારતીયવિદ્યાના દેશ-વિદેશના અભ્યાસીઓ અને વિદ્વાનો પણ સદા માટે એમના ઓશિંગણ રહેશે. પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજની જેમ શાંતમૂર્તિ મુનિપ્રવર શ્રીહંસવિજયજી મહારાજ પણ વડોદરાના જ વતની હતા. એમનું નામ છોટાલાલ હતું. છોટાલાલના અંતરમાં નાની ઉંમરથી જ વૈરાગ્યની ભાવના રમતી હતી. પરિણામે સંસારનો ત્યાગ કરવાની ભાવનાથી પ્રેરાઈને તેઓ ૨૧મે વર્ષે પોતાના મિત્ર છગનલાલ સાથે પંજાબ પહોંચી ગયા. બન્ને મિત્રોએ વિ. સં. ૧૯૩૫ના માહ વિદ અગિયારશે પૂ. આત્મારામજી મહારાજ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ હંસવિજયજી રાખીને એમને મુનિ શ્રીલક્ષ્મીવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. એમના મિત્ર છગનલાલ એ જ પૂ. પુણ્યવિજયજી મહારાજના દાદાગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ. શ્રીહંસવિજયજી મહારાજ શાણા, ઠરેલ અને ગમે તેવાના અંતરને વશ કરી લે એવા શાંતિના સરોવર જેવા સંત હતા, એમની વાણીમાં પવિત્રતા અને આત્મીયતાની સરવાણી વહેતી, પોતાના સંયમની આરાધનામાં તેઓ સદા જાગ્રત રહેતા, અનેક પ્રદેશોમાં વિચરી, અનેક આત્માઓને બોધ પમાડી, અનેક તીર્થોની યાત્રા કરી અને પંચાવન વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી નિર્મળ સંયમની આરાધના કરી વિ. સં. ૧૯૯૦ના ફાગણ સુદ પહેલી દશમના દિવસે તેઓ પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. પૂ. પુણ્યવિજયજી મહારાજને આ મહાપુરુષના સૌમ્ય અને પ્રેરક સહવાસનો પણ લાભ મળ્યો હતો. ૯ વળી, આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજ પણ વડોદરાનું જ રત્ન હતા. જૈનસમાજના ઉત્કર્ષ માટે ધાર્મિક કેળવણી સાથે વ્યાવહારિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90