Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ ૧૦ જ્ઞાનજયોતિની જીવનરેખા કેળવણીના પ્રસાર માટે સંખ્યાબંધ શિક્ષણ-સંસથાઓ સ્થાપવાની, ઉદ્યોગગૃહો શરૂ કરવાની તેમ જ બીજી પ્રવૃત્તિઓ હાથ ધરવાની પ્રેરણા તેઓએ સમાજને આપી હતી. મહારાજશ્રીને એમના લોકોપકારક સંપર્કનો પણ લાભ મળ્યો હતો, એટલું જ નહીં, એમણે તેઓની પાસે (તે કાળે મુનિ શ્રીવલ્લભવિજયજી પાસે) અર્ધા અનુયોગદ્વાર સૂત્રનું અધ્યયન પણ કર્યું હતું. દીક્ષાનું પહેલું જ ચોમાસું મહારાજશ્રીએ પોતાના વડીલો સાથે ડભોઈમાં કર્યું ડભોઈ તો આપણા જ્ઞાનદિવાકર અને મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની નિર્વાણભૂમિ-સત્યલક્ષી, સર્વસ્પર્શી અને મર્મગ્રાહી વિદ્વત્તાથી શોભતા એ પ્રભાવક મહાપુરુષે અહીં જ ચિરવિશ્રામ લીધેલો ! જોગાનુજોગ કહો કે કુદરતનો કોઈ અકળ સંકેત કહો, શ્રીપુણ્યવિજયજી મહારાજ શ્રીયશોવિજયજી મહારાજ પ્રત્યે ઊંડો અનુરાગ ધરાવતા હતા, તથા એમના જીવનસ્પર્શી અને વિશ્વતોમુખી પાંડિત્યના તેઓ પરમ ભક્ત હતા. અને, જાણે ભક્તને પોતાની આવી નિઃસ્વાર્થ અને નિર્મળ ભક્તિનો બદલો મળી રહેતો હોય એમ, શ્રીઉપાધ્યાયજી મહારાજે પોતાના હાથે લખેલી તેઓની પોતાની, તેમ જ બીજાઓની સંખ્યાબંધ કૃતિઓ મહારાજશ્રીને જુદા જુદા ભંડારોમાંથી સહજપણે હાથ લાગતી જ રહી હતી. છેલ્લે છેલ્લે, છેક વિ. સં. ૨૦૨૫ની સાલમાં મહારાજશ્રી ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારને વ્યવસ્થિત કરવા અને પાયચંદ ગચ્છના ભંડારનું નિરીક્ષણ કરવા માટે ખંભાતમાં રોકાયા હતા ત્યારે પણ, પોથીઓનાં નકામાં માની લીધેલાં પાનાંઓમાંથી ઉપાધ્યાયજી મહારાજના હસ્તાક્ષરમાં લખાયેલી કોઈ અધૂરી પ્રત તેઓને મળી આવી હતી ! એમ પણ કહી શકાય કે શ્રીયશોવિજયજી મહારાજ જેવી જ્ઞાનવિભૂતિના નિર્વાણને લીધે વિદ્યાતીર્થ બનેલ ડભોઈની ભૂમિના સંપર્કે પણ મહારાજશ્રીને વિદ્યાસાધનાની પ્રબળ પ્રેરણા આપી હશે. મહારાજશ્રી પોતાના વિદ્યાભ્યાસની વાત કરતાં કહેતા કે કોઈ પણ વિષયનો એકધારો સળંગ અભ્યાસ કરવાનું મારા જીવનમાં બહુ ઓછું બન છે. વળી, અમુક વર્ષો સુધી એકાગ્ર બનીને અભ્યાસ કર્યો અને પછી પ્રાચીન પ્રતો વાંચવાનું કે પ્રાચીન ગ્રંથોના સંશોધનનું કામ શરૂ કર્યું એવું પણ નથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90