________________
ન. ૧૧૨–૧૧૩ દ૬ ૨ જે અથવા પ્રશાન્તરાગનાં બે દાનપગે
(ચેદી) સંવત ૩૨ વૈશાખ સુદ ૧૫ દાનપત્રને આશય સૂર્ય બ્રાહ્મણને તેના યોના ખર્ચ માટે– સંગમબેટક વિષયમાં બે ખેતર, એક સુવણરપલિ (નં. ૧) અને એક ક્ષીરસર( નં. ર )માં આપવાનો છે. આ લેખમાંથી ભરૂચના ગુર્જરના ઈતિહાસ માટે વસ્તુલાભ અ૫માત્ર છે. તેમની તિથિ (દિ) સંવત ૩૯ વૈશાખ પૂર્ણિમા જસુવે છે કે દ૬ ૪. પ્રશાન્તરાગે ઈસ્વી સન ૬૪૧-૪૨ સુધી તે રાજ્ય કર્યું જ. અને મી. ધ્રુવની ધારણા પ્રમાણે (ચેદિ) સંવત ૩૯૧ નું સંખેડાનું દાનપત્ર ખરેખર શ્રી દદના રાજ્યમાં અપાયું હતું. તેને દાતા રણુગ્રહ, શ્રી વીતરાગના પુત્ર, જેને મી. ધ્રુવ ખરી રીતે આપણું દદનો ભાઈ લખે છે, તે તેના ગરાસ તરીકે કેટલાંક ગામને બહુધા માલિક હતે. વળી આ બે લેખે જણાવે છે કે ગુજરનું રાજ્ય ખાનદેશ અને માલવાની સરહદ સુધી પ્રસરેલું હતું. જે નગરને પાછળ સંગમ ખેટક વિષય નામ અપાયું તે નગર નિ સંશય હાલનું સંખેડા છે. શબવ્યુત્પત્તિ પ્રમાણે સંગમ ખેટક એટલે બે નદીઓના સંગમ પરનું ગામ છે, અને ઉચ્છ અને ઓર સંખેડા સમીપમાં મળે છે. સંગમ ખેટક વિષય કદાચ ગાયકવાડના તાબાને સંખેડા પ્રાંત તથા હાલ પણ સંખેડા મેવાસ કહેવાતો રેવાકાંઠા એજન્સિને નજીકનો ભાગ હોય. આ બે જીલલાના નામનું કંઈ અંશે મળતાપણું સૂચવે છે કે એક સમયે સંખેડા નામના રાજનગરવાળા એક મોટા પ્રાન્તમાં તેઓ હતા. આ જીલાના ત્રિકોણમિતિ માપણીના નકશા મને મળે તેમ નથી, તેથી બે દાનપત્રમાં જણાવેલાં અટવીપાટ, કુકકુટવલિકા, ક્ષીરસર અને સુવણરપલિલ ગામના અભિજ્ઞાન( ઓળખ)થી મારે ઉપલે મત પૂર્ણ સાબિત કરવા અશક્ત છું. પણ મારી પાસે ગુજરાતને જૂને નકશે છે તે સૌરા( સંખેડા)ના અગ્નિકોણમાં રોયલી (કોરી) ગામ, જેનું નામ કુકકુટવલિ સાથે મળે છે તે બતાવે છે.
દાન લેનાર પુરૂષ બ્રાહ્મણ સૂર્ય, ક્ષીરસરમાં વસનાર, ભારદ્વાજ ગોત્રને, શુકલ યજુર્વેદના માધ્યન્દિન સબ્રહ્મચારી, દશપુર જે હાલનું પશ્ચિમ માલવાનું મન્દસર છે ત્યાંથી આવેલા છે. દશપુરના ચતુર્વેદિઓનું મંડળ ધ્રુવસેન ૨ ના શક સંવત ૪૦૦ ના કૃત્રિમ દાનપત્રમાં જણાવેલું છે અને દશપુરના બ્રાહ્મણ જ્ઞાતિના એક પુરૂષે મોકલ અને મેવાડના ચીતડગઢના લેખ રસ્યા છે. હાલમાં દશપુરીઆ બ્રાહ્મણે ગુજરાતમાં નજરે પડતા નથી.
દાનને લેખક સા~િવિહિક રેવ છે, જેને આપણે ખેડાનાં દાનપત્રો પરથી જાણીએ છીએ અને દૂતકનું નામ, કર્ક દાનપત્ર નં. ૨ પક્તિ ર૭ માં નવું છે. તેને જોગિક પાલકને ખિતાબ જે શબ્દાર્થ પ્રમાણે ભગિકોને પાલક અથવા જેને સાંકેતિક અર્થ મને જાણતા નથી તે સંવત ૩૯૧ ના સંખેડા દાનપત્રમાં પણ આવે છે, જ્યાં પ્રતિકૃતિમાં પંક્તિ ૯ માં મી. ધ્રુવ વાંચે છે તેમ ભગિક-પાલકદ્ર-જ્ઞાન નહીં, પણ તકેત્ર ભગિક-પાલક-દુજાન છે.
૧
એ. ઇ. વ. ૫ પા. ૩-૪
વ. ૨ પા. ૨૦
ઇ.
ખ્યા
? એ ઉં. વ. ૨ પા, ૨
૩ ઈ. એ. . ૧૦ ૫. ૧૮૭
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com