Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 14
________________ ગુજરાતી સામયિક પ. ગુજરાતી સામયિક પત્રો વિષે લખવામાં આ પણ એક પ્રેરક કારણ હતું. તે સમયે મુંબઈ ઇલાકાને સન ૧૯૩૧ ને વસ્તીપત્રકનો રીપોર્ટ પ્રસિદ્ધ થયો નહોતો. પણ સન ૧૯૧૧ અને સન ૧૯૨૧ ના રીપોર્ટ ઉપલબ્ધ હતા. તેમાં પણ આપણા સામયિક પ વિષે આપણે ઇચ્છીએ એવી પૂરેપૂરી હકીકત નોંધેલી નહોતી. સન ૧૯૧૧ ના (મુંબાઈ ઇલાકાના) વસ્તીપત્રક રીપોર્ટમાં “છાપાં' એ મથાળા હેઠળ ગુજરાતી વર્તમાનપત્રોની સંખ્યા ૪૫ ની બતાવેલી છે અને તે સંખ્યા સન ૧૮૯૧ અને સન ૧૯૦૧ માં ૩૧ અને ૩૧ અનુક્રમે હતી એમ વધુમાં નોંધ્યું છે. એ સંખ્યામાં ૬ છાપાં એવાં હતાં કે જેને ફેલાવો ૨૫૦૦ થી વધુ નકલોનો હતો. સન ૧૯૨૧ની વસ્તીપત્રક રીપોર્ટના સંપાદન કરનાર સેન્સસ કમિશનરને આ પ્રકારની માહિતી આપવાની અગત્ય જણાઈ નહોતી. તેઓ લખે છેઃ “In 1911 figures were also given of newspapers and their circulation. This I have not done on the present occasion. The increase in the newspaper reading habit which is undoubted, takes the form of increase in the circulation of existing rather than the foundation of new papers and the circulation of any paper is probably a matter of some uncertainty.” - ઉપરોક્ત કથન વજુદ વિનાનું છે એમ કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે. વાચનને શેખ વધવા અને ખીલવાની સાથે વર્તમાનપત્રો નવાં નવાં નિકળતાં જાય છે, તે સન ૧૯૩૩ નાં સામયિક પત્રોની યાદી અન્યત્ર છાપી છે તેમાં એક વર્ષની અંદરના પત્રોની સંખ્યા જેવાથી ખાત્રી થશે. ગુજરાતી ભાષા સાહિત્ય દિન પ્રતિદિન વિકસતું અને ખીલતું જાય છે અને તેની સાહિત્ય સમૃદ્ધિ અન્ય કોઈ દેશી ભાષાની હરીફાઈમાં ઉભી રહી શકે એવા ઉંચા પ્રકારની છે; અને તેનાં પુસ્તક પ્રકાશનના આંકડા અન્ય કોઈ દેશી ભાષામાં છપાતાં પુસ્તકોના પ્રમાણમાં ઓછા માલુમ નહિ પડે; એટલું જ નહિ પણ ગુજરાતી જનતા મુખ્યત્વે વેપારી વર્ગની હોઈને તેનામાં અક્ષરતાનું પ્રમાણ પણ મેટું જણાશે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 280