________________
ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૪
નકલ પ્રદર્શન માટે મોકલી આપવાની સાથે જે છાપેલું પત્રક તેમને રવાને કરવામાં આવ્યું હતું તે ભરી મેકલવા વિનંતિ કરી હતી.
વળી પ્રસ્તુત યાદીનું કામ સુગમતાભર્યું થઈ પડે એ વિચારથી મુંબાઈ ઇલાકાના ટપાલ ખાતાના ઉપરી અધિકારીને જે સામયિક પત્રો ટપાલ ખાતાના નિયમાનુસાર ટપાલના ઓછા અને ખાસ દોને લાભ મેળવે છે, તેનાં નામની ટપાલખાતા પાસેની યાદી, વેચાતી મળી શકતી હોય તો તેની કિંમત લઈને અથવા તેની નકલ ઉતરાવવાનો ખર્ચ લઈને, આપવા સૂચવ્યું હતું; પણ તેને ઉત્તર ખાતા તરફથી નકારમાં આવ્યો હતે. મારું માનવું છે કે એ યાદી આવા ખાસ કારણસર પૂરી પાડવામાં સરકારે વાંધો લેવો ને જોઇએ.
સોસાઈટીના વિનંતિપત્રથી સામયિક પત્રો જેની નકલો અમને સીધી મળી તે પરથી તેમ અન્ય રીતે તજવીજ કરીને મેળવી શક્યા તેના આધારે ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા સામયિક પત્રોની સૂચી આ પુસ્તકના પૃષ્ટ ૪૯ થી ૬. ઉપર છાપવામાં આવી છે. આ યાદી સંપૂર્ણ છે એમ ન જ કહેવાય. પણ એની સંખ્યા ૨૨૭ ની નોંધાયેલી છે તેમાં પાંચ ટકા રહી જતાં પત્રનાં નામ ઉમેરીએ તે લગભગ તેનો ખરો આંકડે મળી રહે, એમ ધારવું છે.
હિન્દી વસ્તીપત્રકના રીપોર્ટમાં સામાન્ય રીતે જુદી જુદી ભાષાઓ બોલનારાના આંકડાઓ આપવાને શિરતે છે; પણ દિલગીરીની વાત એ છે કે સન ૧૯૩૧ ના હિન્દી વસ્તીપત્રકના રીપોર્ટના કોષ્ટક ૧૦ માં જે ભાષાવાર કોલમ આપવામાં આવ્યું છે, તેમાં આ વખતે ગુજરાતી ભાષા બોલનારાઓની સંખ્યા નોંધવામાં આવી નથી. ગુજરાતી ભાષાને આ માટે અન્યાય થયો છે; અને તેમ કરવાનું સેન્સસ કમિશનરે કાંઈ કારણ પણ દર્શાવ્યું નથી. મોર્ડન રિવ્યુના બાહોશ તંત્રી શ્રીયુત રામાનંદ ચેટરજીએ સરકારના આ મનસ્વી કાર્યને તે માસિકના ફેબ્રુઆરી અંકમાં વખોડી કાઢયું હતું. તે સિવાય અન્ય કોઈ પત્રે એ વિષે ઉલ્લેખ કર્યો હોય એમ મારી જાણમાં નથી.
તે પરથી મને લાગ્યું કે પાછલા વસ્તીપત્રકમાંથી આ વિષય પર જરૂરી માહિતી ભેગી કરવી. હિન્દી વસ્તીપત્રકના જુના રીપેર્ટે સુલભ નહોતા. પણ મુંબાઈ ઈલાકાના રીપોર્ટ હું મેળવી શક્યો, તે મારા કાર્ય માટે પુરતા હતા.