________________
- ઉપરોક્ત લખાણ લખવા છતાં અને તિથિ અંગેના ઢગલાબંધ શાસ્ત્રપાઠો હોવા છતાં લેખકશ્રીના વિરુદ્ધમાં તે શાસ્ત્રપાઠી જતા હોવાથી તેઓશ્રીએ શાસ્ત્રપાઠો આપ્યા નથી. પૂર્વાચાર્યના કોઈ જ સંદર્ભો આપ્યા નથી. ઉપરથી ‘ક્ષયપૂર્વા' જેવા ઉમાસ્વાતિ ભગવાનના પ્રઘોષના ગંભીર શાસ્ત્રપાઠો અંગે, “આપણે તેના અર્થઘટનમાં પડવું નથી” (પૃષ્ઠ ૩ ભાગ-૧) તેમ લખીને શાસ્ત્રપાઠની ભારે ઉપેક્ષા કરી છે. ઉપરાંત તે ‘ક્ષયપૂર્વા'નું સંપૂર્ણ અર્થઘટન તેમના જ પ્રદાદાગુરુદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજાએ તેમના જ દ્વારા થયેલા પ્રકાશનમાં આપેલુ હોવા છતાં તે અર્થઘટન સ્વીકારવાનો ધરાર ઈન્કાર કર્યો છે. જે તેમના જ દાદાગુરુદેવનું ક્ષયપૂર્વાનું અર્થઘટન જે તેમના જ પ્રકાશનમાં છે તેનો સ્વીકાર કર્યો હોત તો તેઓએ પણ તપસ્વીસમ્રાટ આ.ભ. હિમાંશુસૂરિ (જેઓશ્રીને, તેમનો સમુદાય પોતાના ગચ્છના વડીલ આચાર્ય તરીકે નામ લખતો હતો અને આ રીતે તેમના નામનો ઉપયોગ કરતો હતો પરંતુ જ્યારે સં. ૨૦૫૫ની સંવત્સરી તિથિની માન્યતામાં તેઓ પોતાના ગુરુઓની સાચી તિથિને વફાદાર રહ્યા એટલે તે પછી તેમનું નામ લખવાનું બંધ કર્યું તેમ જણાય છે.) એ જેમ વિ.સં. ૨૦૧પમાં પોતાના ગુરુ ભગવંતોને વફાદાર રહી સંવત્સરી મહાપર્વ ભા.સુ. ઉદયાત્ ૪ ના આરાધના કરી તેમ લેખકશ્રી પણ શુદ્ધ શાસ્ત્રીય સંવત્સરી મહાપર્વ ભા.સુ.ઉદયાત્ ૪ બુધવાર તા. ૭-૯-૦૫ના રોજ કરી-કરાવી પોતાના ગુરુભગવંતોની વફાદારી સાચવી શક્યા હોત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org