Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 20
________________ લેખકશ્રીના જ પ્રકાશનમાં તેઓએ જણાવ્યું છે કે (પૃષ્ઠ-૨૮) શ્રી વૈધે બધુ સાહિત્ય તપાસીને કહ્યું, ‘આમાં પૂ.આ.શ્રી સાગરાનંદસૂરિજી મ. તરફથી એમના મંતવ્યના શાસ્ત્રપાઠોની કેટલીક પ્રામાણિક મૂળ હસ્તલિખિત પ્રતિ મળી નથી.” લેખકશ્રી ખૂદ પોતાના પ્રકાશનમાં આટલુ સ્પષ્ટ લખવા છતાં અને સાગરજી મહારાજાના વિરુદ્ધમાં ચૂકાદો આવ્યો માટે તેમને અમાન્ય કર્યો ત્યારે કસ્તુરભાઈને નીચે મુજબ દુઃખદ નિવેદન આપવું પડ્યું, “ફક્ત મમત્વને વશ થઈ મતાગ્રહ બંધાતા વિદ્વાન આચાર્ય પોતાની લેખિત કબુલાત ના કબુલ કરે છે અને એક સજજન અને વિદ્વાન પંચ સામે ગમે તેવો પ્રચાર આચરે છે તે યોગ્ય નથી.” ખુદ શેઠશ્રી કસ્તુરભાઈએ તટસ્થ નિવેદન આપ્યું જ્યારે લેખકશ્રી શેઠશ્રી કસ્તુરભાઈ કરતાં ઘણાં ગૌરવભર્યા સ્થાને બિરાજમાન હોવા છતાં સુજ્ઞ વાચકોને કેવા ગેરમાર્ગે દોરે છે તે અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. પ્રસંગ એક જ છે. એક બાજુ શેઠશ્રી કસ્તુરભાઈનું સત્વશાળી વાસ્તવિક સત્ય સ્વરૂપ નિવેદન છે. અને બીજી બાજુ તેજ પ્રસંગને પામીને આચાર્યપદના ગૌરવને ડાઘ લાગે તેવું લેખકશ્રી નું નિમ્નકક્ષાનું નિવેદન છે. લેખકશ્રીનો વિશ્વાસ ક્યાં કરવો? આટલી નિમ્ન કક્ષાની ખુશામત તો આજ સુધી કોઈએ કરી હોય તેવું જણાતું નથી. લેખશ્રીની કુમતિ કેટલી હદે જઈ શકે છે તે સુજ્ઞ વાંચકો સમજી ‘શકે છે. આ વાંચતા પૂ.ઉપા. યશોવિજયજી મહારાજાની પંક્તિઓ યાદ આવે છે. 12 re Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72