________________
'संवच्छर-चउमासे, पक्खे अट्ठाहिअ तिहीसु | ताउ पमाणं भणिया, जाओ सूरो उदयमेइ ॥'
અર્થ : “સંવત્સરી, ચાતુમાંસી, પકખી, અઠ્ઠાઈની તિથિઓમાં તે જ તિથિઓ પ્રમાણ કહી છે કે જે તિથિઓમાં સૂર્ય ઉદય પામે છે.” ૫. તપાવલી-તપોરત્ન મહોદધિમાં પણ ઉદયતિથિનો મજબુત પાઠ આપેલો જોવા મળે છે. એમાં જણાવ્યું છે કે –
तिथिजे तपसि श्रेष्ठा, सूर्योदयगता तिथिः । तिथिपाते च पूर्वस्मिन्नहि वृद्धौ परत्र च ॥
તિથિ સાથે સંબંધ ધરાવતા તપોમાં સૂર્યોદયની સાથે રહેલી (આવેલી) તિથિ શ્રેષ્ઠ ગણાય છે. તિથિનો જ્યારે ક્ષય હોય ત્યારે એ તિથિનો તપ એના પૂર્વના દિવસે કરવો અને તિથિની જ્યારે વૃદ્ધિ હોય ત્યારે એ તિથિનો તપ બીજા દિવસે કરવો.” ૬. સૂર્યોદયને પ્રાપ્ત થયેલી તિથિ જ દાન, અધ્યયનાદિ કાર્યો માટે માનવી જોઈએ. એ બાબતને જણાવતો એક શ્લોક આ મુજબ મળે છે
“यां तिथिं समनुप्राप्य, उदयं याति भानुमान् । सा तिथिः सकला ज्ञेया, दानाध्ययनकर्मसु ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org