Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 60
________________ પ્ર. ૧૯ પૂ. ઉમાસ્વામિ ભગવાને ‘વૃદ્ધી કાર્યો તથાત્તરા” એ શાસ્ત્રવચન શા માટે આપ્યું? પ્ર. ૨૦ એક તિથિ પક્ષ ત્રણસો વર્ષની પરંપરાને આગળ ધરે છે તો ત્રણસો વર્ષમાં વિ.સં. ૧૫રને છોડી તે પહેલાં કોઈએ પાંચમની ક્ષય વૃદ્ધિ એ ત્રીજની ક્ષય વૃદ્ધિ કરી હોય તેના નક્કર પુરાવાઓ આપશો? પ્ર. ૨૧ આપનો સમુદાય એકતિથિ પક્ષમાં ભળી ગયો તે, પૂર્વે આપે ખોટું કર્યું માટે જ ને ? અને ખોટું કર્યું તો તેનું પ્રાયશ્ચિત કરેલું કે નહિ? પ્ર. ૨૨ જાણવા મુજબ પૂ.આ. ભુવનભાનુસૂરિ મ. વિ.સં. ૨૦૩૧ના વર્ષે જામનગર પાઠશાળાના ઉપાશ્રયે ચાતુર્માસ હતા. તેઓની નિશ્રામાં ઉપધાન તપ નક્કી થયા હતા, ત્યારે ત્યાંના પાઠશાળાના ટ્રસ્ટીઓએ બે તિથિ બાબતમાં કંઈ વાંધો ઉઠાવ્યો, તો આ. ભુવનભાનુસૂરિ ચાલુ ચોમાસામાં તે સ્થાનનો ત્યાગ કરી પ્લોટના ઉપાશ્રયે પધાર્યા હતા. તો તમારા મતે સકળ સંઘથી જુદા થવાનું થયું તો તેના અંગે કોઈ પ્રાયશ્ચિત કર્યું ખરું? પ્ર. ૨૩ શ્રાદ્ધવિધિ પ્રકરણમ્ ગ્રંથને પ્રમાણિક ગ્રંથ માનો છો? પ્ર. ૨૪ લૌકિક પંચાંગમાં કોઈ માસનો ક્ષય આવે ત્યારે શું કરશો? પ્ર. ર૫ સંમેલનના નવા અધ્યક્ષ ક્યારે જાહેર કરશો ? = 52 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72