________________
હરિપ્રશ્નોત્તર - “તિથિ આચરણા છે' તેમ ક્યાંય જણાવ્યું નથી
‘આચરણા'ની વાત કરનારા લેખકશ્રીએ પોતાના જ ‘ભાવસત્યનો છેદ ઉડાવી દીધો - પર્વતિથિની આરાધના તે આચરણા કે સિદ્ધાંત ? પુછનારા લેખકશ્રી શ્રી હીર પ્રશ્નના (પ્રશ્ન ૧ થી ૧૫ના) ઉત્તરમાં કયાંય તે આચરણા છે તેમ પુરવાર કરી શક્યા નથી. અને જો તિથિ આચરણા જ છે તો ગુરુવારની હઠ શા માટે ? બુધવારે સંવત્સરી કરવામાં વાંધો ક્યાં આવ્યો?
પહેલાં શાસ્ત્રીયસત્ય, પછી દ્રવ્ય સત્ય, પછી ભાવ સત્ય અને હવે આચરણા, માટે જ ઉપા. યશોવિજયજી મહારાજા લખે છે કે, સૂત્ર આવશ્યક ઘરઘરનું કહેશે તે અજ્ઞાની; પુસ્તક અર્થ પરંપર આવ્યું માને તેજ જ્ઞાની. (૧૫૦ ગાથાનું સ્તવન)
તેજ વાત પૂ. આનંદધનજી મહારાજા જણાવે છે કે, “સૂત્ર (શાવ) અનુસાર જે ભવિક કિરિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરિખો “વચન (શાસ્ત્ર) નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો.'
હવે લેખકશ્રીનો આ મતિવિપર્યાસ અટકે તો સારું ! તો પછી કલ્પસુત્રાનુસાર બે ચૌદસ માનવામાં વાંધો શું ?
જેમ બે ચૈત્ર માસ હોય છે તો બીજા ચૈત્ર માસમાં ચૈત્ર સુદ ૧૩ પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક ઉજવાય છે.
જેમ બે વૈશાખ માસ હોય છે તો બીજા વૈશાખમાં વૈશાખ સુદ ૩ (અખાત્રીજ) વર્ષીતપના પારણાં થાય છે. - જેમ બે ભાદરવા હોય તો બીજા ભાદરવામાં સંવત્સરી થાય છે. તેમ કલ્પસૂત્રમાં જણાવ્યું છે કે,
બે ચૌદસ હોય તો બીજી ચૌદસે પાક્ષિક કૃત્ય થાય છે. શ્રી કલ્પસૂત્રાનુસાર તે રીતે સર્વ પર્વ તિથિમાં સમજી લેવું. બે ચૌદસ હોય જ નૈહિ તે તો મતિવિપર્યાસ જ કહેવાય!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org