Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai
Catalog link: https://jainqq.org/explore/001769/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ // ણમોડત્થરં સમણસ્સ ભગવઓ મહાવીરસ્સો. પૂ.આ. અભયશેખરસૂરિ લિખિત પુસ્તક 'તિથિ અંગે સત્ય અને સમાઘાન’ (ભાગ-૨) પુસ્તકની એક તારી સમીક્ષા (ભાગ-૨) : લેખક તથા પ્રકાશક : કિરણ બી. શાહ ૬/સી-૪, માતૃઆશિષ, ૩૯-નેપિયન્સી રોડ, મુંબઈ – ૪૦૦ ૦૩૬. Page #2 -------------------------------------------------------------------------- ________________ અન્યાયની સામે ન્યાયની લડત રહેવાનીજ છે. રામચંદ્રજીએ રાવણની સાથે યુદ્ધ કર્યું નથી, કરવું પડ્યું છે. શ્વેતાંબરો દિગંબરો સામે કોર્ટે ગયા ત્યારે વાત વાતમાં કોર્ટ કેસ શા માટે કરવા ? તેમ કોઈ કહેતું નથી. ઉપરથી તેના માટે ફંડફાળા થાય છે. બધા જ સમજે છે કે અન્યાય સામે, સિદ્ધાંતરક્ષા સામે, તમામ સમજદારીના પ્રયત્નો કર્યા બાદ જે કોઈ જ ન્યાય ન મળે તો કોર્ટે જવું જ પડે છે. તેજ રીતે તપાગચ્છના શાસ્ત્ર સિદ્ધાંતોને જ્યારે બહુમતિના જોરે કચડવાના નિમ્નકક્ષાના પ્રયત્નો થતા હોય ત્યારે સિદ્ધાંત રક્ષા ખાતર, સમજાવવાના તમામ પ્રયત્નો કરવા છતાં જકકી વલણ અપનાવવામાં આવે ત્યારે જ કોર્ટમાં ન્યાય માટે ધા નાખવી પડે છે. જાણવા મળ્યા મુજબ માટુંગા કેસમાં બહુમતિના જોરે અને અયોગ્ય માર્ગદર્શન દ્વારા તપાગચ્છના શાસ્ત્ર સિદ્ધાંતોને નુકશાન પહોંચાડવાના નિમ્નકક્ષાના પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારે સમજાવવાના તમામ પ્રયાસો કર્યા છતાં જકી વલણ અપનાવવામાં આવ્યું. ન છૂટકે ન્યાયનો માર્ગ લેવો પડ્યો અને તેમાં એક તિથિ પક્ષે આઠ આઠ વાર કોર્ટમાં હાર ખમવી પડી છે. આમાં જે શ્રમણ ભગવંતોએ અયોગ્ય માર્ગદર્શન આપ્યું તેના કારણે એક તિથિ પક્ષની પ્રતિષ્ઠાને ગંભીર ટકો પડ્યો છે. પોતાની ગંભિર ભુલોને ઢાંકવા હવે, ‘વારે વારે કોર્ટ કેસ શા કરવા ?’ની કાગારોળ મચાવવામાં આવે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ | ણમોત્થર્ણ સમણસ્સ ભગવઓ મહાવીરસ્સા પૂ.આ. અભયશેખરસૂરિ લિખિત પુસ્તક "તિથિ અંગે સત્ય અને સમાઘાન' (ભાગ-ર) પુસ્તકની એક તટસ્થ સમીક્ષા (ભાગ-૨) : લેખક તથા પ્રકાશક : કિરણ બી. શાહ ૬/સી-૪, માતઆશિષ, ૩૯-નેપિયન્સી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૩૬. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ નકલ ૧૦૦ વિ.સં. ૨૦૬ર : પ્રાપ્તિ સ્થાન : ૧ જે.કે. ડાયમન્સ ૨૧૦૪-એ, પંચરત્ન, ઓપરા હાઉસ, મુંબઈ-૪. ૩ શ્રી બિજલભાઈ ગાંધી ૯-પ્રેમલ ફ્લેટ, વિકાસગૃહ રોડ, પાલડી, અમદાવાદ - ૭. ૨ શ્રી ભરતભાઈ જી. ઝવેરી ૪ શ્રી નરેન્દ્રભાઈ મહેતા ૨૩-સદાશીવ લેન,વોરા બિલ્ડીંગ, ૬/રર૦૩, નાગરરોરી, ૪ થેમાળે, રૂમ નં.૫, મહિધરપુરા, સુરત. મુંબઈ – ૪૦૦૦૦૪. મૂલ્ય-શાસ્ત્રવફાદારી : લેખક તથા પ્રકાશક : કિરણ બી. શાહ ૬/સી-૪, માતૃઆશિષ, ૩૯-નેપિયન્સી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૩૬. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તવિક શાસ્ત્ર નિરપેક્ષ એકતાની ઘેલછા એ નય વિતંડાવાદજ છે. પ.પૂ.આ. અભયશેખરસૂરિ લિખિત “તિથિ અંગે સત્ય અને સમાધાન ભાગ-૨ અંગે સારરૂપે કંઈક કહેવું હોય તો એટલું જ કહી શકાય કે તે ભાગ-ર 'ઝેર ઉપરનો વધાર છે - શાસ્ત્ર સાપેક્ષ એકતાજ આવકાર્ય છે. શાસ્ત્રનિરપેક્ષ એકતા એ નર્યો વિતંડાવાદ જ છે. આવી શાસ્ત્રનિરપેક્ષ, જે એક્તાની ઘેલછાએ શાસ્ત્ર વચનોને પુગ્લાત્મક વચનો કહ્યાં, જે એક્તાની ઘેલછાએ શાસ્ત્રપાઠો ભુલાવ્યા, જે એક્તાની ઘેલછાએ પોતાના ગુરુ-દાદાગુરુ ભગવંતોને નિમ્નકક્ષાએ મુકી દીધા, જે એક્તાની ઘેલછાએ ગીતાર્થતા ભુલાવી, જે એકતાની ઘેલછાએ સંસ્કારના નામે કુસંસ્કાર, તર્કના નામે કુતર્કો વિ. ની લ્હાણી કરી, જે એકતાની ઘેલછાએ સૂચક દ્રષ્ટાંતોના નામે અઘટિત દ્રષ્ટાંતો આપી મહાઅનર્થ ઊભો કર્યો, જે એકતાની ઘેલછાએ દ્રવ્યસત્ય અને ભાવસત્યના મનઘડંત અને કપોળકલ્પિત અર્થઘટન કર્યા: આવી સત્યને છેહ દેનારી શાસ્ત્રનિરપેક્ષ એક્તાની ઘેલછા નહિ અટકાવવામાં આવે તો તપાગચ્છના શાસ્ત્રસિદ્ધાંતો છિન્નભિન્ન થઈ જશે. પ્રસ્તુત પુસ્તક ભાગ-૨ માં મારા પુસ્તક (તટસ્થ સમીક્ષા)ની સામે લેખકશ્રીએ જે ખુલાસાઓ કર્યા છે તે જોતા કોઈપણ તટસ્થ વ્યક્તિ સમજી શકે છે કે તે માત્ર હવાની વાતો જ છે. કોઈ નક્કર પુરાવા વિના, શાસ્ત્રપાઠો વિના પોતાના જ પૂજ્યો માટે નિમ્નકક્ષાની વાતો હવામાં કરવી તે જરાપણ શોભાસ્પદ નથી. તેના અંગે મારે ખુલાસો કરવાનો રહેતો નથી. છતાં લેખકશ્રીની મનોદશા જિજ્ઞાસુઓ સુધી પહોંચે અને તે મનોદશાનું વાસ્તવિક સ્વરૂપ જિજ્ઞાસુઓ સમજે અને તેથી જ તેવી મનોદશાનો ત્યાગ કરી શકે અને શાસ્ત્રોને સમર્પિત રહે એજ એક શુભ આશયથી મેં તટસ્થ સમીક્ષા ભાગ-૨ બહાર પાડી છે. અંતે સૌ કોઇના હૈયામાં શાસ્ત્રો એજ આપણું સર્વસ્વ છે તે ધ્વનિત થાય, ‘સાધવ: શાસ્ત્ર ચક્ષુષ:' પૂ.પા. યશોવિજયજી મહારાજાના શબ્દોને આપણે જીવનના અંત સુધી વફાદાર રહીએ અને તે રીતે સૌ કોઈ સ્વપરની મુક્તિને નજીક લાવે તેજ એકની એક પરમાત્માને પ્રાર્થના જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ લી. કિરણ બી. શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થમાત એટલે શાસ્ત્રમતિ, નહિ કે સ્વમતિ ગીતાર્થોને થતો બોધ એ શાસ્ત્રમતિ નથી, પણ ગીતાર્થોને શાસ્ત્રાનુસારે થતો બોધ એ શાસ્ત્રમતિ અર્થાત્ ગીતાર્થમતિ છે. અને શાસ્ત્રાનુસારે થતી ગીતાર્થમતિ એજ સૌથી વધારે મહત્વની છે. તે રીતે શાસ્ત્રાનુસારે ગીતાર્થમતિ ન થઈ માટે જ તો, વિ.સં. ૨૦૪રમાં પટ્ટકઉપર સહીઓ કર્યા પછી એકતિથિ પક્ષના કેટલાકે સહીઓ પાછી ખેંચી લીધી, વિ.સં. ર૦૪રમાં કેટલાક એકતા વાદીઓએ સહી કરવાનો ઈન્કાર કરી દીધો. વિ.સં. ૨૦૪૪માં સંમેલનમાં ગીતાર્થોએ સર્વસંમત શાસ્ત્રીય નિણર્યો લીધા છે તેવો વારે વારે એકતાનો કરેલો દાવો પોકળ પુરવાર થયો. સંમેલન ખોખરૂં પુરવાર થયું. વિ.સં. ૨૦૪૪ના સંમેલનના અધ્યક્ષને પણ પોતાની સ્પષ્ટ અસંમતિ હોવા છતાં અતિશય દબાણના કારણે સંમતિ આપવી પડી. વિ.સં. ૨૦૪૪ના સંમેલનના પ્રવર સમિતિના આચાર્ય નરેન્દ્રસાગરજીને સંમેલનમાંથી છૂટા થવું પડ્યું. તેમના ઉપર પણ અભિયોગ-બિભિષિકા આદિ પ્રયોગ કરવામાં આવેલા. અને તે છૂટા થયા એટલે તેમને “મહેતાજી' તરીકે નિમ્નકક્ષાએ મૂકવામાં આવ્યા. સંમેલનના અધ્યક્ષ પ્ર.આ. રામસૂરિ ડહેલાવાળાના પત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, “પરિસ્થિતિ એટલી બધી વણસી ચૂકી હતી કે – જો તે-તે (માંગણી કરનાર) સમુદાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તો સંમેલનથી છૂટા થવાની તૈયારી વાળા હતા.' સંમેલનના અધ્યક્ષ અને પ્રવર સમિતિના આચાર્ય ભગવંતની આવી અવદશા થઈ ! તો બીજાનું તો શું થયું હશે ? પૂ.આ. નરેન્દ્રસાગરસુરિના શબ્દોમાં, “શ્રી શ્રમણ સંમેલને આ નિર્ણયો કરવા પાછળ શાસ્ત્રપરંપરાના આધારો કરતાં વર્તમાનદ્રવ્ય-ક્ષેત્ર કાળ-ભાવને વધુ પ્રાધાન્ય આપ્યું છે' ક્યાં રહી શાસ્ત્રમતિ ? ક્યાં રહી ગીતાર્થમતિ ? માટે જ શાસ્ત્રકારો બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, જૈન શાસનમાં શાસ્ત્રમતિ જ સર્વોપરી છે. ટૂંકમાં વિ.સં. ૨૦૪ના સંમેલનના નિર્ણયો ઉપરોક્ત પરિસ્થિતિ અનુસાર તથા શાસ્ત્રમતિ અનુસાર ન હોવાથી તે વિસર્જિત થયેલા જ છે. હવે તે મૃતકને ખભે લઈને ફરનારા લેખકશ્રી તેને જીવંત કરવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ક્રમ વિષય ૧ આ સર્વજ્ઞનું બંધારણ છે–ચણોઠીની સરખામણી સોના સાથે ન થાય આ રહી શાસ્ત્રોની સાચી તારવણી ૩ પૂ.આ.શ્રી દાન સુ.મ.નો પ્રાણશબ્દ ‘સ્વમતિ’લેખકશ્રી ઇરાદા પૂર્વક ઉડાવે છે. ૪ આક્ષેપ પુરવાર કરો યા મિચ્છામિ દુક્કડમ્ પાઠવો । કુમતિ ચાતુર્ય કયાં સુધી છુપૂ રહેશે ? ૬ ક્યાં ગઇ શાસ્ત્રોની તારવણી ? ૧૦ લેખકશ્રીની બન્ને માંગણીઓની પ્રતિતિ અમે કરાવી દઇએ છીએ ૧૧ લેખકશ્રીને પ્રતિતિ કરવી જ હશે તો આ સુવર્ણ અવસર છે ૧૨ તો પછી એ શાસ્ત્રપાઠ પુરવાર કરવાની જવાબદારી લેખકશ્રીની છે ૧૩ સિદ્ધાંત મહોદધિની છાપ લેખકશ્રીએ ખાબોચિયા જેટલી કરી નાંખી. ૧૪ પૂ.આ.ભ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજાનો પત્ર. ૧૫ લેખકશ્રીના દંભનો પર્દાફાશ. ૧૬ પરિશિષ્ટ-૧ પૂ. બાપજી મહારાજાનો તિથિ અંગે અગત્યનો ખુલાસો ૧૭ પ્રશ્નોત્તરી ૭ સંસ્કારના નામે કુસંસ્કાર એ શ્રમણત્વમે કલંક છે. ૮ પૂ. બાપજી મહારાજ માટે નિમ્નકક્ષાનું લખાણ માત્ર કુલાંગારજ કરી શકે ૨૦ ૯ સંમેલનની મોટામાં મોટી નાલેશી ૧૮ હીરપ્રશ્નોત્તર-તિથિ આચરણા છે તેમ ક્યાંય જણાવ્યું નથી. ૧૯ આ તે કેવો ન્યાય ? લેખકશ્રીની ઉત્તાનમતિ ! ૨૦ સંઘ-અવજ્ઞા વિ.સં. ૨૦૪૪ના સંમેલનનેબંધ બેસતુ જણાય છે ૨૧ પાસાત્થાનું લક્ષણ અને વિ.સં. ૨૦૪૪નું સંમેલન પૃષ્ઠ I . ૐ ८ ૧૧ ૧૩ × ૪ ૪ ૪ * * * * * * ૪૮ × o o ન Page #8 -------------------------------------------------------------------------- ________________ આ સર્વજ્ઞનું બંધારણ છે – ચણોઠીની સરખામણી સોના સાથે ન થાય લેખકશ્રી જણાવે છે કે, ‘કાયદાની કલમના અર્થઘટન વગેરેમાં જજની બેંચમાં મતભેદ થાય તો બહુમતિ જજનો નિર્ણય માન્ય બને છે. તેમ માટે, શ્રી જૈન શાસનમાં ગીતાર્થોની સર્વાનુમતિ થાય તો પ્રથમ નંબર, નહીંતર ગીતાર્થોની બહ્મતિ જ મહત્વની છે એ સ્પષ્ટ છે.” અહીંયા લેખકશ્રી ચણોઠીની સરખામણી સોના સાથે કરે છે તે અત્યંત દુઃખદ છે. કાયદાનું બંધારણ છદ્મસ્થોએ ઘડયું છે માટે તેમાં અવાર નવાર મતભેદ થાય તે સ્વાભાવિક છે. જ્યારે શાસ્ત્રો તો સંપૂર્ણ જ્ઞાનીના છે. બન્નેની સરખામણી કરવી તે તો મહાઅનર્થકારી છે. વિ.સં. ૨૦૪૪ના સંમેલનમાં આપણે જોઈ ગયા કે શાસ્ત્રમતિ ન હોવાથી સમગ્ર સંમેલન એ ભૂતકાળની અમંગળ ઘટના રૂપે બની ગયું. માટે જ નવો પક્ષ નહિ પણ શાસ્ત્રવફાદાર પક્ષ અને આજ સુધીના થયેલા મહાપુરુષો એકી અવાજે ફરમાવે છે કે શાસ્ત્રમતિનું જ મહત્વ છે. અરે ! કાયદાના બંધારણમાં પણ કાયદાને જ મહત્વ અપાય છે એકતાને નહિ જ. ખાસનોંધ : લેખકશ્રી વાચકોને ગુમરાહ કરવાના ઈરાદાથી જ્યાં જ્યાં નવો પક્ષ' સંબોધે છે ત્યાં ત્યાં ‘શાસ્ત્ર વફાદાર પક્ષ' એમ સમજવું. શાસ્ત્રવફાદારપક્ષ એટલે પ્રાચિનતમ્ પક્ષ. અસ્તુ. Page #9 -------------------------------------------------------------------------- ________________ | ણમોડત્થણ સમણસ્સ ભગવઓ મહાવીરસ્ય .. || અનંત લક્વિનિધાન શ્રી ગૌતમસ્વામિને નમઃ | | નમામિ નિત્ય ગુરુ રામચંદ્રમ્ II પૂ.આ. અભયશેખરસૂરિ લિખિત પુસ્તક તિથિ અંગે સત્ય અને સમાઘાન' (ભાગ-૨) એક તારી સમીક્ષા (ભાગ-૨) वीतराग ! सपर्याया - स्तवज्ञापालनं परम् । आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवायच भवायच ॥ અનંત ઉપકારી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિતરાગ પરમાત્માની સ્તવના કરતા જણાવે છે કે, “હે પરમાત્મા ! તારી સેવા કરતા પણ તારી આજ્ઞાનું પાલન એજ તારી મોટામાં મોટી સેવા છે. કેમકે આરાધેલી આજ્ઞા મોક્ષ માટે થાય છે, જ્યારે વિરાઘેલી આજ્ઞા સંસારને વધારે છે. આજ્ઞાનું જ મહત્ત્વ છે માટે કોઈપણ આરાધના આજ્ઞાનુસાર થાય તેજ સૌ કોઈ માટે ઇચ્છનીય ૫.પૂ.આ.ભ. અભયશેખરસૂરિ એ તિથિ અંગે સત્ય અને સમાધાન' પુસ્તક બહાર પાડેલુ તે પુસ્તક અંગે મેં એક તટસ્થ સમીક્ષા રૂપે પુસ્તક બહાર પાડેલુ. લેખકશ્રીના પુસ્તકનું લખાણ શાસ્ત્રાધાર વિનાનું, સ્વમતિકલ્પિત અને એકતાના નામે ભદ્રિક Page #10 -------------------------------------------------------------------------- ________________ જીવોને ગુમરાહ કરનારૂં હોવાથી મારા પુસ્તકમાં શાસ્ત્રાધારો સાથે તટસ્થ સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ લેખકશ્રીએ ‘તિથિ અંગે સત્ય અને સમાધાન ભાગ-૨' નામનુ પુસ્તક બહાર પાડ્યુ છે. તે પ્રસ્તુત પુસ્તક ભાગ-૨માં કરેલા મારા લખાણના અંશો પુરતો તથા અન્ય જરૂરી ખુલાસો આ તટસ્થ સમીક્ષા ભાગ-૨માં મેં કર્યો છે. આ તટસ્થ સમીક્ષા જેમ જેમ વાંચવામાં આવશે તેમ તેમ ૫. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની પંક્તિ, ‘જિન વચન પૂ અન્યથા દાખવે આજતો વાજતે ઢોલ રે’ લેખકશ્રીના ભાગ-૨ અંગે છે તે અત્યંત સ્પષ્ટ થઇ જશે. સૌ પ્રથમ તો લેખક પૂજ્યશ્રી દ્રવ્યસત્ય અને ભાવસત્યની તેઓશ્રીની સ્વમતિ કલ્પિત વ્યાખ્યા માટે આજ સુધી કોઈ જ શાસ્ત્રાધાર આપી શક્યા નથી. શાસ્ત્રાધાર ન હોવાથી તેઓશ્રીએ હરણીયા અને શિકારીનું દ્રષ્ટાંત આપવા દ્વારા દ્રવ્યસત્ય અને ભાવસત્ય સમજાવવાનો નિરર્થક પ્રયત્ન કર્યો અને વિમાસણભરી પરિસ્થિતિમાં મુકાવું પડયું. જેનો તેઓશ્રીએ તેમના પ્રસ્તુત પુસ્તક ભાગ–૨માં મને કમને સ્વીકાર કરવો પડયો. અધુરામાં પુરુ હોય તેમ તેઓશ્રી પ્રસ્તુત પુસ્તક ભાગ-૨ ના પૃષ્ઠ -૧ ઉપર જણાવે છે કે, *શ્રી સંઘે ઠેરવેલા એક દિવસે બધાએ આરાધના કરવી. આ તિથિ અંગેનું ભાવસત્ય છે. આવી તારવણી શાસ્ત્રપાઠ અને પૂર્વાચાર્યના સંદર્ભો વગેરે પરથી મેં ‘તિથિ અંગે સત્ય અને સમાધાન’ નામની પુસ્તિકામાં રજુ કરી છે.’ 2 Page #11 -------------------------------------------------------------------------- ________________ - ઉપરોક્ત લખાણ લખવા છતાં અને તિથિ અંગેના ઢગલાબંધ શાસ્ત્રપાઠો હોવા છતાં લેખકશ્રીના વિરુદ્ધમાં તે શાસ્ત્રપાઠી જતા હોવાથી તેઓશ્રીએ શાસ્ત્રપાઠો આપ્યા નથી. પૂર્વાચાર્યના કોઈ જ સંદર્ભો આપ્યા નથી. ઉપરથી ‘ક્ષયપૂર્વા' જેવા ઉમાસ્વાતિ ભગવાનના પ્રઘોષના ગંભીર શાસ્ત્રપાઠો અંગે, “આપણે તેના અર્થઘટનમાં પડવું નથી” (પૃષ્ઠ ૩ ભાગ-૧) તેમ લખીને શાસ્ત્રપાઠની ભારે ઉપેક્ષા કરી છે. ઉપરાંત તે ‘ક્ષયપૂર્વા'નું સંપૂર્ણ અર્થઘટન તેમના જ પ્રદાદાગુરુદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજાએ તેમના જ દ્વારા થયેલા પ્રકાશનમાં આપેલુ હોવા છતાં તે અર્થઘટન સ્વીકારવાનો ધરાર ઈન્કાર કર્યો છે. જે તેમના જ દાદાગુરુદેવનું ક્ષયપૂર્વાનું અર્થઘટન જે તેમના જ પ્રકાશનમાં છે તેનો સ્વીકાર કર્યો હોત તો તેઓએ પણ તપસ્વીસમ્રાટ આ.ભ. હિમાંશુસૂરિ (જેઓશ્રીને, તેમનો સમુદાય પોતાના ગચ્છના વડીલ આચાર્ય તરીકે નામ લખતો હતો અને આ રીતે તેમના નામનો ઉપયોગ કરતો હતો પરંતુ જ્યારે સં. ૨૦૫૫ની સંવત્સરી તિથિની માન્યતામાં તેઓ પોતાના ગુરુઓની સાચી તિથિને વફાદાર રહ્યા એટલે તે પછી તેમનું નામ લખવાનું બંધ કર્યું તેમ જણાય છે.) એ જેમ વિ.સં. ૨૦૧પમાં પોતાના ગુરુ ભગવંતોને વફાદાર રહી સંવત્સરી મહાપર્વ ભા.સુ. ઉદયાત્ ૪ ના આરાધના કરી તેમ લેખકશ્રી પણ શુદ્ધ શાસ્ત્રીય સંવત્સરી મહાપર્વ ભા.સુ.ઉદયાત્ ૪ બુધવાર તા. ૭-૯-૦૫ના રોજ કરી-કરાવી પોતાના ગુરુભગવંતોની વફાદારી સાચવી શક્યા હોત. Page #12 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં લેખકશ્રીએ જે શાસ્ત્રપાઠોને આધારે તારવણી કરી તે શાસ્ત્રપાઠો આપવાની તેઓશ્રીની જવાબદારી હોવા છતાં તે આપ્યા નથી. લેખકશ્રીએ જે પૂર્વાચાર્યોના સંદર્ભો વિગેરે પરથી તારવણી કરી તે કોઈ પૂર્વાચાર્યોના નામ-શાસ્ત્રપાઠ-સંદર્ભો રજુ ક્ય નથી. આથી સ્વાભાવિક છે કે લેખકશ્રીનું ઉપરોક્ત લખાણ એ ભદ્રિક જીવોને ભરમાવનારું અને ગુમરાહ કરનારું છે. આ રહી શાસ્ત્રોની સાચી તારવણી તિથિ અગેના તપાગચ્છને માન્ય નીચેના શાસ્ત્રો જેવા કે, સ્થાનાંગસૂત્ર, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, કલ્પસૂત્ર વગેરે આગમગ્રંથો, જ્યોતિષકરંડક, લોપ્રકાશ, શ્રાદ્ધવિધિપ્રકરણમ્, ધર્મસંગ્રહ, તત્ત્વતરંગિણિ, પ્રવચન પરીક્ષા, હીરપ્રશ્ન, સેનપ્રશ્ન, શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર, સાધુમર્યાદા પટ્ટક, શ્રી કલ્પદીપિકા, કલ્પકૌમુદી, શ્રી પાક્ષિક પર્વસાર વિચાર, પ્રશસ્તિસંગ્રહ, શ્રી પ્રિયંકર નૃપ થા, પર્યુષણ પર્વની તિથિનો વિચાર અને સંવત્સરી નિર્ણય વિગેરે એકી અવાજે સ્પષ્ટ જાહેર કરે છે કે, १ उदयंमि जा तिहि सा पमाणमिअरीइ कीरमाणीए आणाभंगणवत्था, मिच्छत विराहणं पावे || અર્થ : સૂર્યોદય વખતે જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી કરવામાં આવે તો તીર્થંકરપ્રભુની આજ્ઞાનો ભંગ, અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના આ ચાર મહાદોષો લાગે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ २ क्षयेपूर्वा तिथि कार्या, वृद्धौकार्या तथोत्तरा । તિથિ (સર્વપર્વોપર્વ)નો ક્ષય હોય તો તેની પૂર્વ તિથિમાં આરાધના કરવી. તિથિ ની વૃદ્ધિ હોય તો ઉત્તરની તિથિએ આરાધના કરવી (પૂ. ઉમાસ્વાતિ ભગવાનના પ્રધાષાનુસાર) 3 जंजा जम्मि हु दिवसे, समप्पइ सा पमाणंति. અર્થ : જે તિથિ જે દિવસે સમાપ્ત થાય તે પ્રમાણ ગણાય. તો પછી તેનાથી વિપરિત પ્રરૂપણા લેખકશ્રી કયા શાસ્ત્રોના આધારે અને પૂર્વાચાર્યોના સંદર્ભો ઉપરથી કરે છે? તે સુજ્ઞ વાચકોએ જ વિચારવું રહ્યું. પૂ. આત્મારામજી મહારાજા, પૂ. બાપજી મહારાજા, પૂ. દાનસૂરીશ્વરજી મહારાજા, પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા વિ. તમામ મહાપુરુષોએ પણ એકી અવાજે ઉપરોક્ત શાસ્ત્રપાઠાનુસાર ભાદરવા સુદ ઉદયાત્ ચોથ આરાધી છે. તો લેખકશ્રીને પોતાના ગુરૂદેવોની ઉજજવળ પરંપરાને છોડીને પ્રથમ પાંચમને કુત્રિમ ચોથ બનાવીને આરાધના કરવાની શી જરૂર પડી ? ઉદયાત ચોથ વિરાધવાની જરૂર શી પડી ? લેખકશ્રીને ખાસ વિનંતી કરીએ છીએ કે પોતાની સ્વમતિ કલ્પિત વાતો “શ્રી સંઘના નામે “ગીતાર્થતાના નામે ચઢાવીને રજુઆત ન કરે. Page #14 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજાનો પ્રાણશબ્દસ્વમતિ' લેખકશ્રી ઇરાદાપૂર્વક ઉડાવે છે. લેખકશ્રી પ્રસ્તુત પુસ્તક ભાગ-રના પૃષ્ઠ ૩૦ ઉપર સ્વ.પૂ. દાનસૂરીશ્વરજી મહારાજા માટે લખે છે કે, પૂજ્યશ્રીનું જોર “કોઈપણ એક વ્યક્તિને ફેરફાર કરવાનો અધિકાર નથી..” વગેરે જેના પર હતું તેને કિરણભાઈ કેમ જણાવતા નથી? (વિવિધ પ્રશ્નોત્તરનું લખાણ પૂર્વે પૃ.૧૯ ઉપર આપેલું છે) હવે લેખશ્રીના જ પૃષ્ઠ ૧૯ ઉપર જુઓ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રકાશિત વિવિધ પ્રશ્નોત્તરપાનું ૩૪૬ ઉપર તેઓશ્રીએ જણાવ્યું છે કે કોઈપણ એક મનુષ્ય સ્વમતિથી જો કોઈ પણ નવો ફેરફાર કે ગરેડ પાડવા માંગે તો તેમ કરવાનો હક તેને શ્રી સંઘ અને શાસનની પ્રણાલિકા બિલકુલ આપી શક્તી નથી જ સુજ્ઞ વાંચકોને ખ્યાલ આવશે કે પપૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મ.સા. નો સૌથી મહત્વનો શબ્દ વમતિથી લેખશ્રીએ પૃષ્ઠ ૩૦ ઉપર ઉડાવી દીધો છે. પ.પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મ.સા. બહુજ સ્પષ્ટ માનતા હતા કે કોઈપણ એક વ્યક્તિને કે, ગમે તેટલી મોટી બહુમતિ હોય કે, સર્વમતિ હોય, સ્વમતિથી કોઇને પણ ફેરફાર કરવાનો અધિકાર નથી. એકમાત્ર શાસ્ત્રમતિનું જ જૈન શાસનમાં મહત્વ છે. માટે જ શાસ્ત્રકારોએ નીચેના શાસ્ત્રપાઠો આપ્યા છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ एकोऽपि शास्त्र नीत्या यो, वर्तते स महाजनः । फिमज्ञसार्थेः १ शतमप्यन्धानां नैव पश्यति શાસ્ત્રને અનુસાર વર્તન કરનાર એક પુરુષ હોય તો પણ તે મહાજન જ છે. ભેગા થયેલા અનેક જીવો પણ જો અજ્ઞાની હોય તો તે જેમ સેંકડો આંધળાઓ ભેગા થાય તો પણ જોઈ શકતા નથી તેમ વસ્તુને યથાર્થ જાણી શકતા નથી (યોગવિંશિકાની ટીકામાં પૂ. ઉપા. યશોવિજયજી મ.) આજ વાત પૂ.પં. ચંદ્રશેખર વિજયજી મ. તેઓશ્રીના પુસ્તક સંસારમાં જણાવે છે, ‘જમાનો બહુમતિની તરફેણ કરનારો ભલે હોય પણ શ્રી જિનશાસન તો જિનમતિમાં જ માને છે. ભલે પછી તેની તરફેણમાં એક જ વ્યક્તિ હોય.' શ્રી જિનશાસનમાં શાંતિના ભોગે પણ જિનમતિ-સત્યની રક્ષા કરવાની છે. સત્યના ભોગે સહુમતિ-શાંતિની નહિ જ. એમ થાય તો શાંતિનો વિજય થાય, સત્યનો પરાજય થાય. સત્ય કરતા શાંતિની કિંમત વધી જાય. સત્યનો ભોગ એટલે જિનમતિનો ભોગ” વળી લેખકશ્રી જણાવે છે કે તેઓશ્રીએ ક્યારેય સંઘથી અલગ પડીને આરાધના કરી નહોતી’ Page #16 -------------------------------------------------------------------------- ________________ અમે પણ લેખકશ્રીને તેજ પૂછીએ છીએ કે સ્વ.પૂ.આ. દાનસૂરીશ્વરજી મહારાજાએ લેખકશ્રીની જેમ ક્યારેય ઉદયાત્ ચોથ વિરાધી નથી. અરે ! લેખકશ્રી પોતાના દાદાગુરુદેવો પૂ. આત્મારામજી મહારાજાની ઉજળી પરંપરા (જે લેખકશ્રીએ છોડી દીધી)માં કોઈએ પણ ભા.સુ. ઉદયાત્ ચોથ વિરોધી હોય તો પુરવાર કરે, કોઈએ પણ પ્રથમ પાંચમ ને કુત્રિમ ચોથ બનાવી આરાધી હોય તો પુરવાર કરે અન્યથા ગુરદ્રોહના અંશથી પણ બચી શકાય તેમ નથી જ. બાકી તો બધા જ મહત્વ આપે છે કે આખા સંઘની આરાધના એક દિવસે જ થાય પણ લેખકશ્રીએ એમાં આરાધના શાસ્ત્રાધારે એક દિવસે જ થાય તેમ લખવું તો શાસ્ત્રવફાદારોને કોઈ વાંધો છે જ નહિ. આક્ષેપ પુરવાર કરો યા મિચ્છામિ દુક્કડમ્ પાઠવો. હવે તેજ પ્રસ્તુત પુસ્તક ભાગ-રના પૃષ્ઠ ૩૦ ઉપર લેખકશ્રી જણાવે છે કે સ્વ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ સંઘથી અલગ છે આરાધના કરી એનું મિચ્છામિ દુક્કડમ્ આપ્યું છે.' અમને ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે લેખકશ્રીએ પોતાના પરમગુરુદાદાશ્રી પ્રેમસૂરીશ્વરજી મ. માટે ઉપરોક્ત લખાણ લખ્યું છે તે જાણી કોઈપણ મધ્યસ્થ વ્યક્તિ કહી શકશે કે આ તેમના શિષ્યત્વને કલંક છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ લેખકશ્રીને અમે જાહેરમાં વિનંતી કરીએ છીએ કે સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ મિચ્છામિ દુક્કડમ્ આપ્યું તે નક્કર પુરાવાઓ સાથે પુરવાર કરે અને શિષ્યત્વના કલંકને દૂર કરો. ૧ સ્વ.પૂ.આ.ભગવંત પ્રેમસૂરિ મ.નો મિચ્છામિ દુક્કડમનો પત્ર નક્કરપુરાવાઓ સાથે પુરવાર કરો. ૨ સ્વ.પૂ.આ.ભગવંતે તે પ્રાયશ્ચિત ક્યારે કર્યું? ૩ તે પ્રાયશ્ચિતનો પત્ર આપના ક્યા ક્યા પ્રકાશનમાં આવ્યો? ૪ પ્રાયશ્ચિત શા માટે કર્યું? ૫ એક બાજુ પૂ.આ. પ્રેમસૂરિ મ.ના નક્કર પુરાવાઓના લખાણો જે લેખકશ્રીના જ પ્રકાશનો, ‘દિવ્યદર્શન” “સંભારણા સુરિ પ્રેમના” વિ.નામાં સુજ્ઞ વાચકો વિશ્વાસ મુકશે કે કોઈપણ નક્કર પુરાવા વિનાના શિષ્યત્વને કલંકિત કરનારા લેખકશ્રીના નિમ્નકક્ષાના લખાણો ઉપર ૬ સ્વ.પૂ.આ.ભ. પ્રેમસૂરિ મ. એ મિચ્છામિ દુક્કડમ્ કર્યું ત્યારે ઉપસ્થિતિ કોની કોની હતી? ૭ વિ.સં. ૨૦૨૦ના અપવાદિક આચરણા રૂપ પટ્ટકમાં પ્રાયશ્ચિતનો ઉલ્લેખ સુદ્ધાં કેમ ન કર્યો? ૮ જો પ્રાયશ્ચિત જ કર્યું તો તેથી વિપરીત એવો વિ.સં. ૨૦૨૦નો પટ્ટક કેમ દૂર ન કર્યો? Page #18 -------------------------------------------------------------------------- ________________ ૯ સ્વ.પૂ.આ. પ્રેમસૂરિ મ.એ વિ.સં. ૨૦૨૦ના પટ્ટક બાદ પ્રાયશ્ચિત કર્યું કે પહેલાં કર્યું? ૧૦ પૂ.આ. પ્રેમસૂરિ મ.ના કાળધર્મ બાદ (વિ.સં. ૨૦૨૪થી વિ.સં. ર૦૪ર સુધી) તમે પણ તમારા કહેવાતા સંઘથી અલગ આરાધના કરી તેનું અત્યાર સુધી પ્રાયશ્ચિત કેમ ન કર્યું? વધુમાં લેખકશ્રી પૃષ્ઠ ૩૦ ઉપર જણાવે છે કે, દિવ્યદર્શનના ૨-૬-૧૯૬૨ના અંકમાંથી સ્વ.પૂ.પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના નિવેદનની જે અધૂરી પંક્તિ રજુ કરી છે તેની જોડેની જ પંક્તિ આ પ્રમાણે છે, પરંતુ સકળ સંઘના ઐક્યની આવશ્યકતા સહુ કોઈ જાણે છે' લેખકે આ અંશ છૂપાવવો પડ્યો કારણકે આ અંશથી ભાવસત્યની મહત્તા સ્થાપિત થાય છે.' તેની સામે જણાવવાનું કે અમને કંઈ જ છૂપાવવાની જરૂર નથી. અમે તિથિ અંગેનું પૂર્વાપર સંબંધવાળું લખાણ દિવ્યદર્શનનું અત્રે આપીએ છીએ અને મધ્યસ્થ બુદ્ધિએ નિર્ણય લેવાનું સુજ્ઞ વાંચકો ઉપર છોડીએ છીએ. “તિથિ ચર્ચા બાબતમાં તિથિ આપણી જ સાચી છે તેમાં શંકા નથી. પરંતુ સકલ સંઘની ઐયની આવશ્યક્તા સૌ કોઈ જાણે છે તેથી કોઈ વખતે કદાચ વિચારવાનો પ્રસંગ ઊભો થાય તો તે વખતે હું આચાર્ય રામચંદ્રસૂરીશ્વરજીની સલાહ સંમતિથી કરવાનો 10 w ww Page #19 -------------------------------------------------------------------------- ________________ કુમતિ ચાતુર્ય ક્યાં સુધી છુપુ રહેશે? વધુમાં લેખકશ્રી પૃષ્ઠ ૩૧ ઉપર જણાવે છે કે, સંભારણા સુરિ પ્રેમના ગ્રંથમાંથી લેખકે જે પંક્તિઓ છાપી છે.તથા આ ચૂકાદાને માન્ય કરવામાં ન આવ્યો’ એવી જે પંક્તિ તેઓએ ઉધ્ધત કરી તેનાથી પણ સૂચિત થાય છે કે શ્રી તપાગચ્છ જૈન સંઘે ભાગલાવાદને ઉત્તેજન આપ્યું નથી' લેખકશ્રી તેઓના જ પ્રકાશનનું લખાણ, શ્રી વિજય રામચંદ્રસૂરિજીનો પક્ષ જ સત્ય છે. પણ લેખિત રીતે કબૂલ થવા છતાં સામા પક્ષ તરફથી આ ચુકાદાને માન્ય કરવામાં ન આવ્યો આમાંથી લેખકશ્રીએ, ‘પણ લેખિત રીતે કબુલ થવા છતાં સામાપક્ષ તરફથી શબ્દો પોતાના પ્રસ્તુત પુસ્તક ભાગ-રમાં ઈરાદાપૂર્વક ઉડાવી દીધા છે અને માત્ર “આ ચૂકાદાને માન્ય કરવામાં ન આવ્યો તેમ લખી જાણે આ ચૂકાદો સમગ્ર તપાગચ્છ સંધે અમાન્ય કર્યો હોય તેવી આભા ઊભી કરવાનો એક ફરી નિમ્નકક્ષાનો પ્રયત્ન કર્યો છે. વાસ્તવમાં સાગરજી મહારાજાએ લેખિત કબુલાત આપીને ચુકાદો ના કબુલ કર્યો હતો. સુજ્ઞ વાચકોને ખ્યાલ છે કે બન્ને આચાર્ય ભગવંતો પૂ. સાગરજી મહારાજા અને પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની દરમ્યાનગિરી દ્વારા વિદ્વાન મધ્યસ્થ પંચ નો નિર્ણય બન્નેને માન્ય રહેશે તેવી લેખિત કબુલાત કરેલી. Page #20 -------------------------------------------------------------------------- ________________ લેખકશ્રીના જ પ્રકાશનમાં તેઓએ જણાવ્યું છે કે (પૃષ્ઠ-૨૮) શ્રી વૈધે બધુ સાહિત્ય તપાસીને કહ્યું, ‘આમાં પૂ.આ.શ્રી સાગરાનંદસૂરિજી મ. તરફથી એમના મંતવ્યના શાસ્ત્રપાઠોની કેટલીક પ્રામાણિક મૂળ હસ્તલિખિત પ્રતિ મળી નથી.” લેખકશ્રી ખૂદ પોતાના પ્રકાશનમાં આટલુ સ્પષ્ટ લખવા છતાં અને સાગરજી મહારાજાના વિરુદ્ધમાં ચૂકાદો આવ્યો માટે તેમને અમાન્ય કર્યો ત્યારે કસ્તુરભાઈને નીચે મુજબ દુઃખદ નિવેદન આપવું પડ્યું, “ફક્ત મમત્વને વશ થઈ મતાગ્રહ બંધાતા વિદ્વાન આચાર્ય પોતાની લેખિત કબુલાત ના કબુલ કરે છે અને એક સજજન અને વિદ્વાન પંચ સામે ગમે તેવો પ્રચાર આચરે છે તે યોગ્ય નથી.” ખુદ શેઠશ્રી કસ્તુરભાઈએ તટસ્થ નિવેદન આપ્યું જ્યારે લેખકશ્રી શેઠશ્રી કસ્તુરભાઈ કરતાં ઘણાં ગૌરવભર્યા સ્થાને બિરાજમાન હોવા છતાં સુજ્ઞ વાચકોને કેવા ગેરમાર્ગે દોરે છે તે અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. પ્રસંગ એક જ છે. એક બાજુ શેઠશ્રી કસ્તુરભાઈનું સત્વશાળી વાસ્તવિક સત્ય સ્વરૂપ નિવેદન છે. અને બીજી બાજુ તેજ પ્રસંગને પામીને આચાર્યપદના ગૌરવને ડાઘ લાગે તેવું લેખકશ્રી નું નિમ્નકક્ષાનું નિવેદન છે. લેખકશ્રીનો વિશ્વાસ ક્યાં કરવો? આટલી નિમ્ન કક્ષાની ખુશામત તો આજ સુધી કોઈએ કરી હોય તેવું જણાતું નથી. લેખશ્રીની કુમતિ કેટલી હદે જઈ શકે છે તે સુજ્ઞ વાંચકો સમજી ‘શકે છે. આ વાંચતા પૂ.ઉપા. યશોવિજયજી મહારાજાની પંક્તિઓ યાદ આવે છે. 12 re Page #21 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો કરશે મોટી વાતો; “ખમશે તે પંડિત પરિષદમાં મુષ્ટિપ્રહારને લાતો છે.” (યોગદ્રષ્ટિની સજઝાય)-અસ્તુ. ક્યાં ગઈ શાસ્ત્રોની તારવણી ? વધુમાં પૃષ્ઠ-૩૧ ઉપર લેખકશ્રી મારા માટે જણાવે છે કે, ‘લેખકે (એટલે મેં) પૃ.૬ ઉપર મેં (પ્રસ્તુત ભાગ-ર લેખકશ્રી) વાપરેલા અમુક શબ્દની જે ટીકા કરી છે તે અણસમજની પેદાશ છે, એવું સામાન્ય બુદ્ધિ ધરાવનાર વાંચકોને પણ મારું લખાણ વાંચતા આવી જાય એમ છે, કારણકે તિથિ અંગે આપણા શાસ્ત્રોએ જે નિરૂપણ કર્યું છે એના કરતા લૌકિક પંચાંગની તિથિઓ અલગ પડી જાય છે. આટલું જ જણાવવાનો ત્યાં અભિપ્રાય છે. પછી અમુક તિથિ તરીકે કઈ કઈ તિથિ આવે છે એ વિસ્તારની આવશ્યક્તા નથી.” આ અંગે જણાવવાનું કે, “વૃદ્ધિ તિથિ હોય તો શાસ્ત્રપાઠી સાથે જાહેર કરે તેમ સામાપક્ષને હુંકારપૂર્વક પ્રશ્ન પુછનારા લેખકશ્રી પર્વતિથિનો પણ ક્ષય આવે છે તેમ પ્રમાણિકપણે નિષ્ઠાપૂર્વક સ્વીકારવામાં શા માટે પારોઠના પગલા ભરે છે? અમારો લેખકશ્રીને જાહેરમાં આગ્રહ છે કે, સિદ્ધાંત ટિપ્પણામાં પર્વતિથિનો ક્ષય નથી આવતો તો તે શાસ્ત્રપાઠો સાથે જાહેર કરો. એક તિથિ પક્ષે સામે ચાલીને ગયા છો માટે કદાચ તે પક્ષની ખફા વહોરવાના પ્રસંગથી નબળાઈ છૂપાવવા શબ્દોની માયાજાળ રચવી તે કેટલે અંશે યોગ્ય 13 Page #22 -------------------------------------------------------------------------- ________________ છે તે સામાન્યબુદ્ધિ ધરાવનાર વાંચકો પણ અત્યંત સહેલાઈથી સમજી શકે છે. સુજ્ઞ વાંચકો જ લેખકશ્રીને પ્રશ્ન કરશે કે, “ક્યાં ગઈ તમારી શાસ્ત્રોની તારવણી ? પર્વતિથિનો પણ ક્ષય આવે છે. તે સરળતાપૂર્વક સ્વીકારવામાં ક્યાં વિસ્તાર થઈ જવાનો હતો ?' પણ સામે ચાલીને સામા પક્ષે જવાથી હવે આ “અહોરૂપ અહોધ્વનિ'નો આલાપ બંધ કરાવવો બહુજ કઠિન છે. લેખકશ્રી આ ખુશામત બંધ કરી શાસ્ત્રપાઠો જાહેર કરે. સંસ્કારના નામે કુસંસ્કાર એ શ્રમણત્વને કલંક છે લેખકશ્રી પૃષ્ઠ ૩૧ ઉપર જણાવે છે કે, એકતા ઉદયાત્ ચોથની હોય કે પ્રથમ પાંચમ ફલ્યુતિથિની? સમજણ વગર જ પ્રશ્ન લેખકે ઊભો કર્યો છે. કારણકે જૈન શાસ્ત્ર અનુસાર કોઈ ફલ્યુતિથિ-નપુંસક તિથિ હોતી જ નથી. અને વર્તમાન શ્રી સંઘ આરાધના માટે જે પંચાંગ પ્રકાશિત કરે છે એમાં પાંચમ બે હોતી જ નથી એટલે પ્રથમ પાંચમ-ફલ્યુતિથિ... વગેરે શબ્દો માત્ર ભ્રમણા સિવાય બીજુ કશું નથી. લૌકિક પંચાગને વગર સંસ્કારે માની લીધુ એ જૈનત્વનું કલંક છે.' આ વાતની સામે નીચેના શાસ્ત્રપાઠો તથા શાસ્ત્રાનુસારી મંતવ્યો અમે રજુ કરીએ છીએ જેથી સુજ્ઞ વાંચકોને ખ્યાલ આવશે કે વાસ્તવમાં લેખકશ્રીજ હજી ભ્રમણના વમળમાં જ છે. ૧. પૂ. સાગરજી મહારાજાનું શાસ્ત્રાનુસારી મંતવ્ય પ્રશ્ન ૮૩૮-બીજ, પાંચમ આદિનો ક્ષય અને વૃદ્ધિ શ્રી જૈન - 14 - Page #23 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ ? સમાધાન : શ્રી સ્થાનાંગ સૂત્ર તથા સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ સુત્રો અને જ્યોતિષ કરંડક આદિ પ્રકરણોને અનુસારે સાફ સાફ જણાય છે કે બીજ, પાંચમ આદિ પર્વતિથિઓનો ક્ષય હોઈ શકે છે, પણ તિથિઓની વૃદ્ધિ થવાનો પ્રસંગ ઓછો છે. છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગો નિયત છે. (સિદ્ધચક્ર વર્ષ-૫ અંક-૨ પૃ-૭) ૨. શ્રી કલ્પસૂત્રના નવમા વ્યાખ્યાનમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. ...માત્ર વૃતી પ્રથમ માતપતોષત્તિ સપ્રમાણમેવ, यथा चतुर्दशी वृद्धौ प्रथमां चतुर्दशीमवगण्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते तथाऽत्रापि અર્થ : ભાદરવા મહિનાની વૃદ્ધિ આવે ત્યારે પ્રથમ ભાદરવો અપ્રમાણ જ છે, જેમ ચૌદશની વૃદ્ધિ આવે ત્યારે પહેલી ચૌદશની અવગણના કરીને બીજી ચૌદશે પ્રતિક્રમણ કરાય છે, તેમ અહીં પણ શ્રી કલ્પસૂત્રની આ ટીકામાં પહેલી ચૌદશની અવગણના કરવાનું જણાવ્યું છે, જ્યારે લેખકશ્રીના કહેવા મુજબ નપુંસકતિથિ હોતી જ નથી-તે વાતને કોઈ મેળ જ નથી. વળી તે વખતે પણ બે ચૌદશ જ કરાતી હતી. બે ચૌદશની એ તેરસ ન્હોતી કરાતી પણ બે ચૌદશને યથાવત્ રાખી બીજી ચૌદશે પફખીનું કાર્ય કરાતું - 15 : Page #24 -------------------------------------------------------------------------- ________________ હતું. લેખકશ્રી તો શ્રી કલ્પસૂત્રના ટીકીકારને જૈનત્વનું કલંક લગાડશે તો નવાઈ નહિ ! બે ચૌદસ હોય તો પહેલી ચૌદસને તેરસ બનાવવાના સંસ્કાર પૂ. મહામહોપાધ્યાય વિનય વિજયજી મહારાજાને યોગ્ય ન લાગ્યા અને લેખકશ્રી હવે તે સંસ્કાર સ્વમતિ કલ્પિત રીતે કરી રહ્યા છે ! શ્રી કલ્પસૂત્રથી ઉપરવટ જવાનો કોઇને પણ અધિકાર નથી. ૩. સ્વ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો પટ્ટક વિ.સં. २०२० ‘તિથિદિન અને પવરાધન બાબતમાં શ્રી સંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પર્યાપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતે ‘ઉદયમ્મિ’ તથા ‘ક્ષયેપૂર્વા’ના નિયમ અનુસાર તિથિદિન અને આરાધના દિન નક્કી કરીએ છીએ તે શાસ્ત્રાનુસારી છે, તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય આવી જ ગયો છે.’ ‘માટે શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદી પની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ત્યારે તે ક્ષયવૃદ્ધિ કાયમ રાખી તે જ પંચાંગની ઉદયાત્ ભાદરવા સુદી ચોથે શ્રી સંવત્સરી કરવાની અને તેજ પ્રમાણે બાકીની ૧૨ પર્વીમાંની તિથિઓ તથા કલ્યાણકાદિની સર્વ તિથિઓ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની’ 16 Page #25 -------------------------------------------------------------------------- ________________ આ મુજબ પોતાના જ પ્રદાદાગુરુદેવ સ્વ.આ.દેવ પ્રેમસૂરીશ્વરજી મહારાજા જ્યારે બે પાંચમનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે ત્યારે તેમાં સંસ્કાર કરવા તે શ્રમણત્વને અને શિષ્યત્વને કલંક છે. તેમ કોઈપણ તટસ્થ વ્યક્તિ કહ્યા વગર નહિ રહે. ૪. અરે ! ખુદ જેના શિલાન્યાસ અને ખાત મૂહત પ્રસંગે સ્વ.પૂઆ.ભ. ભુવનભાનુસૂરિ એ નિશ્રા પ્રદાન કરેલી તેવા મદ્રાસના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે એક તિથિ પક્ષે બે ચૌદસનો કરેલો ઉલ્લેખ - સાતમી નૈવેદ્ય પુજાસે અણાહારી પદ હેતુ સાતવો દિન વિ.સં. ૨૦૫ર જ્યેષ્ઠ વદ ૧૪ ગુરુવાર દિનાંક ૧૬-૫-૯૬ અષ્ટમી ગતિ પ્રાપ્ત કરને હેતુ આઠવા દિન વિ.સં. ૨૦૫ર યેષ્ઠ વદ ૧૪ શુક્રવાર દિનાંક ૧૭-પ-૯૬ નિમંત્રક: શ્રી જૈન સંઘ ટ્રસ્ટ, ૨, મદન નારાયણ સ્ટ્રીટ, મૈલાપુર, મદ્રાસ - ૬૦૦૦૪. લૌકિક પંચાંગને વગર સંસ્કારે માની લેવુ તે જૈનત્વનું કલંક છે તેમ કહેનારા લેખકશ્રી ઉપર મુજબ એક તિથિ પક્ષે કરેલા બે ચૌદસના ઉલ્લેખને સંસ્કાર ન કર્યા માટે) કર્યું કલંક કહેશે ? કે પછી બચાવ કરશે? આતો કૃષ્ણ કરે તે લીલા, બીજા કરે તે છીનાળું જેવો ઘાટ થયો! સુજ્ઞ વાંચકોઆપજ સમજી શકશો કે લેખકશ્રી આ બળતા ઘરને ક્યાં સુધી બચાવશે ? અત્યારે તો તે બળતા ઘરની જવાળાઓ ખૂદ લેખકશ્રીને જ દઝાડી રહી છે અને જળનો જોગ 17 : Page #26 -------------------------------------------------------------------------- ________________ જો જિજ્ઞાસુઓને નહિ મળે તો તેઓ પણ દાઝયા વિના નહિ રહે તેજ માત્ર એકાંતે શુભભાવથી ઉપરનો અંગુલી નિર્દેશ કર્યો છે. વળી લેખકશ્રી જ્યારે એમ જણાવે છે કે જૈન શાસ્ત્રોમાં વૃદ્ધિ તિથિ આવતી નથી તો જૈન શાસ્ત્રો પ્રમાણે, ૧ દર એકસઠમી તિથિએ બાસઠમી તિથિનો ક્ષય આવે છે તો લેખકશ્રી કેમ તે પ્રમાણે સંસ્કાર કરતા નથી ? ૨ જૈન શાસ્ત્રો પ્રમાણે તો એક યુગમાં એટલે પાંચવર્ષમાં પોષ અને અષાઢ માસની જ વૃદ્ધિ આવે છે તો લેખકશ્રી બીજા પણ મહિનાઓની વૃદ્ધિ શા માટે સ્વીકારે છે ? ૩ જૈન શાસ્ત્રો પ્રમાણે તો કોઈપણ માસનો ક્ષય હોતો નથી તો વિ.સં. ર૦ર૦માં માગસર માસનો ક્ષય કેમ સ્વીકારેલો ? ૪ અધિક માસને નપુંસક માસ ગણશો કે તેમાં પણ પ્રતિષ્ઠા વિ. કાર્યો કરશો ? જેમ સિદ્ધાંત ટિપ્પણામાં ઉપરની કોઈ વાત નથી છતાં લૌકિક પંચાંગમાં સ્વીકારો છો તો પછી પર્વતિથિની ક્ષયવૃદ્ધિ યથાવત્ સ્વીકારવામાં વાંધો ક્યાં છે ? જે લેખકશ્રી પણ પહેલાં સ્વીકારતા હતા. ઉપરથી પોતાના દાદાગુરુભગવંતોની વફાદારી પણ સચવાશે અને ગુરુદ્રોહનો અંશ બિલકુલ લાગશે નહિ. વાસ્તવમાં લેખકશ્રીને વિ.સં. ૨૦૧૪ના સમસ્ત તપાગચ્છ - 18 = Page #27 -------------------------------------------------------------------------- ________________ સંઘે પંચાંગ અંગે લિધેલ નિર્ણય સ્વીકારવો નથી અને ‘શ્રીસંધ’ના નામે પોતાની સ્વમતિ કલ્પિત વાતો દ્વારા ભદ્રિક જીવોને ગુમરાહ કરવા છે તે એકદમ સ્પષ્ટ થઇ જાય છે. લેખકશ્રી પૃષ્ઠ. ૩૨ ઉપર જણાવે છે કે, ‘પૃ. ૯ ઉપર પૂ. આત્મારામજી મ. ના નામે જે વાત કરી છે તે પણ તથ્યહીન છે. આ વાત જૈન ધર્મ પ્રકાશના વિ.સં. ૧૯૫૨ના શ્રાવણ માસના અંકમાં આવેલા ‘‘સંવત્સરી નિર્ણય' નામનો લેખ વાંચવાથી જણાશે. તા. ૨૧-૭–૩૩ના વીર શાસનમાં પણ સ્વ.પૂ.દાન સૂ.મ.સા.એ ૧૯૫૨માં ભા.સુ.પનો નહિપણ છઠ્ઠનો જ ક્ષય મનાયેલો તે વાત જણાવી છે.' પૂ. આત્મારામજી મહારાજાની હયાતીમાં જ ‘જૈન ધર્મ પ્રકાશ’ના પંચાંગમાં ભા.સુ.૫નો ક્ષય યથાવત્ માન્ય રાખી ૪+૫ શુક્ર સંવત્સરી તે પ્રમાણે જણાવેલ છે. ઉપરાંત પૂ.આ.ભ. દાન સૂ.મ. એ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાનું ન કહ્યું તે યોગ્ય જ કર્યું તે લેખકશ્રીને મંજુર છે ? વળી પૂ.આ.ભ. દાન સૂ.મ.એ ભાદરવા સુદ ઉદ્દયાત્ ચોથ વિરાધી હોય તેવું ક્યારેય બન્યું છે ખરું ? સ્વ.પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજએ ઉદ્દયાત્ ચોથ તો ક્યારેય વિરાધી નથી. અને ભા.સુ.પના ક્ષયે ૬ઇના ક્ષય અંગે પણ જ્યારે પૂ. બાપજી મહારાજાએ જણાવ્યું કે આ ખોટું છે ત્યારે તેઓશ્રીએ તે પણ સુધારી લેશું તેમ જણાવેલું. લેખકશ્રીએ તો 19 Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉદયાત્ ચોથ પણ વિરાધી છે અને પાંચમના ક્ષયે શું કરવું તેની આગોતરી નિષ્ઠાની જાહેરાતના પણ વાંધા છે. વળી લેખકશ્રીને પૂ.આ.ભ. દાન સુ.મ.નું તેમના જ પ્રકાશન ‘વિવિધ પ્રશ્નોત્તર’નું પૃષ્ઠ ૩૩થી ૩૪૬નું લખાણ મંજુર છે ખરું? તો પછી લેખકશ્રીને ઉદયાચોથ વિરાધવાની જરૂર શી પડી ? પૂ. બાપજી મહારાજા માટે નિમ્નકક્ષાનું લખાણ માત્ર કુલાંગારજ કરી શકે લેખકશ્રી પૃષ્ઠ ૩ર ઉપર જણાવે છે કે, લેખકે પૂ. બાપજી મ. નો જે ખુલાસો ટાંક્યો છે અને ખુદ બાપજી મ. પણ મિથ્યા સમજતા હતા, એટલે જ એ ખુલાસાને વળી ખુલાસો ન કરવો પડે એ માટે ર૦૧૪ની સંમેલનમાં મંગળાચરણ કરીને તેઓ તરત જ ઉપાશ્રયે પધારી ગયા હતા, અને પછી એકપણ દિવસ પધાર્યા નહોતા. આવું તત્કાલીન મહાત્માઓ જણાવે છે. વળી પૂ. લબ્ધિસૂરિ મ.સાહેબે વિ.સં. ર૦૦૧ના દ્વિતીય ચૈત્ર સુદ-૧૩ પાલીતાણા શાન્તિભુવનથી તેઓશ્રીને લખેલા પત્રમાં પુનમ/અમાસની ક્ષય-વૃદ્ધિ બાબતમાં પ્રશ્ન પૂછાવેલો ત્યારે પૂજ્યશ્રીએ (બાપજી મહારાજે) અમદાવાદથી વિ.સં. ર0૧ ચૈત્ર વદ ૬ ના રોજ પત્ર લખીને જવાબ આપેલો કે “પૂર્ણિમાના ક્ષયે તથા વૃદ્ધિએ તેરસના ક્ષય અને વૃદ્ધિ ન કરવી – તે પંચાંગને પાને ચઢાવવા માટે અમો કંઈ પણ જાણતા નથી. તેમજ અમારી સંમતિ પણ નથી” તથા જે મહાત્માએ પૂ. બાપજી મ. પાસે કહેવાતો ખુલાસો દબાણ 20 : Page #29 -------------------------------------------------------------------------- ________________ પૂર્વક કરાવીને છપાવેલો તે મહાત્માએ તેના માટે ભારપૂર્વક અફસોસ વ્યક્ત કરીને પ્રાયશ્ચિત પણ લીધેલું છે. એટલે પૂ. બાપજી મ.ના આ કહેવાતા ખુલાસામાં વાસ્તવિકતા શું છે? એ સમજી શકાય એમ છે.' સુજ્ઞ વાંચકો જ લેખકશ્રીને પ્રશ્ન કરશે કે અમારે પૂ. બાપજી મહારાજાના જાહેર ખુલાસા, જાહેર નિવેદનો વર્ષો પૂર્વે સત્તાવાર રીતે પ્રગટ થયા છે તે માનવા કે તમારા આવા નિમ્નકક્ષાના પ્રયત્નોમાં સાથ પુરાવવો? આક્ષેપ પુરવાર કરો અથવા મિચ્છામિ દુક્કડમ્ પાઠવો અમારો લેખકશ્રીને જાહેર પડકાર છે કે પૂ. બાપજી મહારાજા માટે જે નિમ્નકક્ષાના આરોપો મુક્યા છે તે નક્કર પુરાવાઓ સાથે જાહેર કરે. જે તત્કાલિન મહાત્માઓ હોય તેમના નિવેદનો સાથે નામ જાહેર કરે અને જે મહાત્માએ દબાણપૂર્વક ખુલાસો પૂ. બાપજી મહારાજા પાસે કરાવ્યો તે મહાત્માનું નામ યોગ્ય નક્કર પુરાવાઓ સાથે પુરવાર કરે અને તે મહાત્માએ પણ ભારપૂર્વક અફસોસ વ્યક્ત કરી પ્રાયશ્ચિત પણ લીધુ છે તે પુરવાર કરે અથવા મિચ્છામિ દુક્કડમ્ પાઠવે. સુજ્ઞ વાંચકો! આપ સમજી શકો છો કે પૂ. બાપજી મહારાજા જેવી અત્યંત પૂજ્ય સ્થાન ધરાવતી વ્યક્તિ માટે આટલુ નિરાધાર, નિમ્નકક્ષાનું, નક્કર પુરાવા વિનાનું, હવામાં વાતો કરવા જેવું લખાણ માત્ર કુલાંગાર જ કરી શકે, દુશ્મન પણ તેમના જાહેર લખાણો, જાહેર 21 = Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશનો અને તેમના સિંહસત્વ માટે પેટ ભરીને ગુણગાન ગાય, તે મહાપુરુષ માટે કુલાંગાર જ આટલુ અધમ કક્ષાનું લખાણ કરી શકે છે. કાલે લેખકશ્રી પોતાની ઉજજવળ પરંપરાના પૂ. આત્મારામજી મહારાજા, પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજા તથા અન્ય કોઈપણ મહાપુરુષ માટે તત્કાલિન મહાત્માઓના નામે ગમે તેવું લખાણ, ગમે તેટલી નિમ્નકક્ષાનું લખાણ લખે તો નવાઈ પામતા નહિ! માટે જ મારો આ પ્રયત્ન લેખકશ્રીની મનોદશા સુજ્ઞ વાચકો સુધી પહોંચાડવાનો છે. જે આટલી નિમ્નકક્ષાએ લખાણ લખી શકે તેની દેયતા કેટલી ?' પુરુષ વિશ્વાસે વચન વિસ્વાસ.” એકવાર આવા હડહડતા ગોળા ગબડાવનાર લેખકશ્રી માટે પુરુષ વિશ્વાસે વચન વિસ્વાસ વાંચકોના હૃદયમાંથી નિકળી જાય અને સુજ્ઞ વાંચકો લેખકશ્રી કેટલી નિમ્નકક્ષાએ જઈ શકે છે તે જાણી લે તેજ આ લખાણ માટેના પ્રયત્ન છે. - પૂ. પ્રેમસુરિ દાદા માટે અને પૂ. બાપજી મહારાજા માટે આટલી નિમ્નકક્ષાનું લખાણ કોઈપણ પ્રેમસુરિ સંતાન અથવા પૂ. બાપજી મહારાજાના સંતાનો બરદાસ્ત કરી શકે નહિ. લેખકશ્રીનો વિશ્વાસ ક્યાં રાખવો? આ તબક્કે અમે લેખકશ્રીને ભારપૂર્વક જણાવીએ છીએ કે યા નક્કર પુરાવાઓ સાથે પુરવાર કરો અથવા મિચ્છામિ દુક્કડમ પાઠવો. 22 = Page #31 -------------------------------------------------------------------------- ________________ ‘મેરુ ડગે પણ જેના મન ન ડગે’ એવા એ મહાપુરુષ હતા. કોઇ એક વ્યક્તિ તો શું ગમે તેટલો મોટો સમુહ હોય તો પણ કોઇની મજાલ નથી કે તેમના ઉપર દબાણ કરવાની હિંમત પણ કરે ! પૂ. બાપજી મહારાજાએ જાહેરમાં કરેલા ખુલાસામાં જે શબ્દો તેમના હૃદયમાંથી સરી પડયા છે તે શબ્દો તેમના સિંહસત્વનું પ્રતિબિંબ છે. સિંહસત્વના સ્વામી એવા પૂ. બાપજી મહારાજા કોઇ એક વ્યક્તિના દબાણમાં આવી ખુલાસો કરે તે કોઇ દુશ્મન પણ માનશે નહિ. ‘વચન સિદ્ધ પુરુષ' તરીકે જેની સમગ્ર વિશ્વમાં ખ્યાતિ હતી તેની ઉપર લેખકશ્રીએ પાણી ફેરવી નાંખ્યું. ઉદયાત્ ચોથ વિરાધનારા લેખકશ્રી પૂજ્ય બાપજી મહારાજાના નીચેના શબ્દોનું શુદ્ધ હૃદયથી અવગાહન કરે તેવી લેખકશ્રીને અતિનમ્ર ભાવે વિનંતી. ‘આ નિયમ ક્ષય-વૃદ્ધિ વગરની તિથિએ કેમ લાગુ પડે ? જુઓ પાંચમનો ક્ષય આવ્યો ત્યારે મનાયો અને ઉદયતિથિની વિરાધના ન કરી, પણ (પાંચમની) વૃદ્ધિ આવી ત્યારે ઉદ્યતિથિ ચોથને વિરાધી. આ તો એવું થયું કે પરણવાની બાધા અને નાત્ મોકળું ! તેઓ વેરવૃત્તિ વધે તેવું કરે છે માટે આપણે બોલતા નથી-બાકી હડહડતુ અસત્ય છે.’ (પાછળ પરીશિષ્ટ-૧માં પૂ. બાપજી મહારાજાનો ખુલાસો આપ્યો છે.) 23 Page #32 -------------------------------------------------------------------------- ________________ સંમેલનની મોટામાં મોટી નાલેશી વધુમાં લેખશ્રી પૃષ્ઠ. ૩ર ઉપર જણાવે છે કે, લેખકને (એટલે મને) પોતાને હૃદયદ્રાવક લાગી ગયેલો સ્વ.પૂ. રામસુરિ ડહેલાવાળાનો પત્ર છાપ્યો છે, તો એની સામે પૂ. મેરુપ્રભસૂરિ મહારાજે લખેલા સમાધાનોના પત્રનો ઉલ્લેખ સુદ્ધાં કેમ નથી કર્યો? ખરેખર તો લેખકે (એટલે મારે) વિચારવું જોઈએ કે આ પત્ર લખ્યા પછી પૂજ્ય શ્રી ઘણા વર્ષો જીવ્યા શ્રી સંઘમાં મહદઅંશે સઘાયેલી એકતાના સમર્થક અને પ્રોત્સાહક કેમ રહ્યા? જો એકતા ન જ સઘાઈ હોત તો તેઓ છેક સુધી અધ્યક્ષપદે કઈ રીતે ચાલુ રહ્યા? નવા પક્ષવાળા પણ તેમને અનેક પ્રસંગે અધ્યક્ષ' સમજીને ચાલતા રહ્યા તે કઈ રીતે ? તથા તેઓશ્રીના પત્રને ધ્યાનથી વાંચતા જણાશે કે તેઓશ્રી પણ એકતાનેજ સૌથી વધારે મહત્વની માનતા હતા. ને તેથી જીવનના અંત સુધી એ માટેની જ તેઓશ્રીની ઈચ્છા ને પ્રયત્ન રહ્યા હતા? અસ્તુ.” સૌથી પહેલા તો લેખકશ્રીએ વિચારવું જોઈએ કે સંમેલનની પુર્ણાહુતિના પાંચ પાંચ વર્ષો સુધી રાહ જોયા બાદ ભા.સુ.૧૦ વિ.સં. ૨૦૪૯માં અધ્યક્ષશ્રીએ પોતાની વેદના ઠાલવતો પત્ર લખ્યો છે. અધ્યક્ષશ્રી એ પાંચ પાંચ વર્ષો સુધી વેદના સહન કર્યા પછી કોઈ જ ઉપાય રહ્યો નહિ ત્યારે નિખાલસ પણે સત્ય સમગ્ર તપાગચ્છના ધ્યાનમાં લાવ્યું છે. તે અધ્યક્ષશ્રીની નિખાલસતા લેખકશ્રીએ નજર અંદાજ કરવા જેવી નથી. 24 ~ Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત લેખકશ્રીના અનુસાર પૂ.આ. મેરુપ્રભસૂરિ મ.ને પણ સમાધાનો આપવા પડ્યા. તેજ બતાવે છે ક સંમેલનના નિર્ણયોમાં ગંભિર ભૂલો થઈ છે. અને તે પત્ર અમારી પાસે નથી તો અમે કેવી રીતે રજુ કરીએ ? અમે લેખકશ્રીને જ વિનંતી કરીએ છીએ કે તેઓશ્રી તે સમાધાનોનો પત્ર અને તેનો પણ પ્રત્યુત્તર રજુ કરે. પાંચ પાંચ વર્ષે સમાધાનો રજુ કરવા પડે તે સમેલનની સૌથી મોટામાં મોટી નાલેશી છે. છતાં લેખકશ્રી જણાવે છે કે તેઓશ્રીના પત્રને ધ્યાનથી વાંચશો તો જણાશે કે તેઓશ્રી પણ એકતાને જ સૌથી મહત્વની માનતા હતા? – અમે પણ લેખશ્રીને પ્રશ્ન કરીએ છીએ કે જો અધ્યક્ષશ્રી એકતાનેજ સૌથી મહત્વની માનતા હતા તો વિ.સં. ૨૦૪રના પટ્ટમાં સહી કરવાનો કેમ ધરાર ઈન્કાર કર્યો? શા માટે સકળ સંઘથી સંવત્સરી અલગ કરી ? પોતાના દાદાગુરૂદેવ સ્વ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ સકળ સંઘથી અલગ આરાધના કરી તેમણે પાછળથી પ્રાયશ્ચિત કર્યું તેમ કહેવાની ધૃષ્ટતા કરનાર લેખશ્રી સંમેલનના અધ્યક્ષે વિ.સં. ૨૦૪રમાં સકળ સંઘથી અલગ આરાધના કરી તેના માટે એક હરફ પણ કેમ ઉચ્ચારતા નથી? લેખશ્રીનો આ કહેવાતી એકતાનો અંધાપો કંઈ જ જોવા તૈયાર થતો નથી એ અત્યંત આઘાતજનક છે. હવે એ સંમેલનના મૃતકને ખભે લઈને ફરનારા લેખકશ્રીને નીચેના પ્રશ્નોના પ્રત્યુત્તર પાઠવવા વિનંતી. = 25 = WWW.jainelibrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧ સંમેલનના નવા અધ્યક્ષની જાહેરાત હજી સુધી કેમ કરી શકતા નથી ? પ્ર. ર સંમેલનના વિવાદાસ્પદ ર૨ ઠરાવોની ૧૭-૧૭ વર્ષ સુધી કેમ કોઈ સમીક્ષા સમગ્ર તપાગચ્છની સામે કરવામાં આવી નથી? પ્ર. ૩ સંમેલનમાંથી સત્તાવાર કે બિનસત્તાવાર લગભગ બધાજ સમુદાય કેમ ખસી ગયા? પ્ર. ૪ પૂ.આ. નરેન્દ્રસાગરસુરિના જણાવ્યાનુસાર સંમેલને શાસ્ત્રપરંપરાના આધારો લીધા નહોતા તેને આપનું સમર્થન પ્ર. ૫ પૂ.આ. નરેન્દ્રસાગરસૂરિના જણાવ્યાનુસાર જે સંમેલને લીધેલા નિર્ણયોમાં સુધારા ન જ થાય તો ભાવિમાં જૈન સંઘોને, જૈન શાસનને ભયંકર અનર્થ થવાનું અને ક્રમે તેઓનું અધ:પતન પણ થવાનુ થાય એમ મને જણાય છે તેમાં આપ સહમત છો? પ્ર. ૬ અત્યારે પ્રવર સમિતિ છે કે કેમ? છતાં છે તો કોણ કોણ છે? તે પ્રવરસમિતિનું તપાગચ્છના પ્રાણ પ્રશ્નો માટેનું યોગદાન છેલ્લા ૧૦ વર્ષોમાં કેટલું? પ્ર. ૭ આપશ્રીના આ બન્ને પુસ્તક (ભાગ-૧-ભાગ-૨)ને પ્રવર સમિતિની સત્તાવાર મહોરછાપ નથી તેનું શું? Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૮ “જો તે તે સમુદાયની માંગણી ન સંતોષાય તો તેઓ સંમેલનથી છુટા થવાની તૈયારી વાળા હતા તો ગીતાર્થતા ક્યાં રહી? પ્ર. ૯ જ્યારે અધ્યક્ષશ્રી ખુદ સાફ સાફ સ્વીકારે છે કે સંમેલન ખોખરું થઈ ગયું છે તો જીવનના અંત સુધી તેઓએ શા પ્રયત્ન કર્યો? પ્ર. ૧૦પૂ.આ.ભ. મેરુપ્રભસૂરિએ ક્યા ક્યા સમાધાનો દર્શાવેલા? તે સમાધાન માટે પ્રવરસમિતિએ શું નિર્ણય લીધો? પ્ર. ૧૧ અધ્યક્ષશ્રીના જણાવ્યા અનુસાર સંઘમાં હાલ ૪ થી ૫ વિભાગ થઈ ચુક્યા છે તો ગીતાર્થતા ક્યાં રહી ? પ્ર. ૧૨ સંમેલનમાંથી છૂટા થયા બાદ સ્વ. ગચ્છાધિપતિ દર્શનસાગરસૂરિએ સંમેલનના તિથિ અંગેના ઠરાવને અયોગ્ય જાહેર કરી પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાની જાહેરાત કરી તમારા કહેવાતા સંમેલનથી (સંઘથી) અલગ આરાધના કરવાનું જાહેર કર્યું તો તમારા મતે સંઘથી જુદા પડનાર માટે તમે શો અભિપ્રાય આપશો? પ્ર. ૧૩ પ્રવર સમિતિમાં બધા જ ને પ્ર.સ.માં સ્થાન આપવું પડ્યું. અને તે તે માંગણી કરનાર સમુદાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તો સંમેલનથી છૂટા થવાની તૈયારીવાળા હતા તેમાં તમારો (લેખકશ્રીનો) સમુદાય પણ આવી ગયો, તો પછી ગીતાર્થતા ક્યાં ગઈ? તમારા સમુદાયે - 27 * Page #36 -------------------------------------------------------------------------- ________________ પણ માંગણી કરી અને ન સંતોષાય તો છૂટા થવાની તૈયારીવાળા તમે પણ હતા તેમ અધ્યક્ષનો પત્ર સ્પષ્ટ જણાવે છે. તો પછી એકતાની બે ધારી વાતો કરી ભદ્રિક આત્માઓને શા માટે ગુમરાહ કરો છો? ને છતાં તેને ‘શ્રી સંઘ’ કહો છો? હવે લેખકશ્રી જણાવે છે કે તે (શાસ્ત્રવફાદાર) પક્ષવાળા પણ તેમને “અધ્યક્ષ' સમજીને ચાલતા રહ્યા, તે ધરાર સત્યથી વેગળુ છે. “અધ્યક્ષ'સમજીને નહિ પણ પ્રસંગવિશેષ ‘અધ્યક્ષ સંબોધીને ચાલતા રહ્યા. દા.ત. મહાત્મા ગાંધીજી શબ્દ વ્યવહારમાં વપરાય છે. તો ત્યાં ગાંધીજીને મહાત્મા સમજીને નહિ પણ અવસરે વ્યવહારથી સંબોધીને લખવું પડે છે તે રીતે અહીં પણ સમજવું. દાદા ભગવાનના કોઈ પ્રસંગનો ઉલ્લેખ તેમના નામથી વ્યવહારથી કરવો પડે તો તેમાં કંઈ દાદા ભગવાન, ભગવાન નથી બની જતા ! અસ્તુ. લેખકશ્રીની બન્ને માંગણીઓની પ્રતીતિ અમે કરાવી દઈએ છીએ લેખકશ્રી પૃ. ૩૩ ઉપર જણાવે છે કે, મારી એક તિથિ અંગે સત્ય અને સમાધાન' નામની પુસ્તિકા અંગે પ્રકાશિત મહત્વની વાતો સંક્ષેપમાં જણાવી છે. હજી કદાચ અન્ય સાહિત્ય પણ પ્રકાશિત થાય.. કે આ પુસ્તિકા અંગે કંઈક પ્રકાશિત થાય પણ જો મને એવી પ્રતીતિ થશે કે,... શાસ્ત્રબોધ ધરાવનાર વ્યક્તિએ - 28 Fe Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણિક પણે રજુઆત કરી છે અને એક જ દિવસે આરાધના કરવી કે ઉદયાત્ તિથિ પકડવી આવો પ્રશ્ન નિર્માણ થયો હોય ને એવે વખતે ઉદયાત્ તિથિ પકડવી. આવુ માર્ગદર્શન આપનાર પૂર્વાચાર્યના સંદર્ભ ટાંકયો છે, તોજ હવે આ પ્રકાશન અંગે યોગ્ય વિચાર કરવો, અન્યથા નહિ આવી મારી ગણતરી છે એની સર્વેને નોંધ લેવા વિનંતી.' જો લેખકશ્રીને પ્રતીતિ કરવી જ હશે તો તેમની કલમ પ્રમાણે શાસ્ત્રબોધ ધરાવનાર વ્યક્તિએ પ્રમાણિકપણે રજુઆત કરી છે તે સંતોષવા અમે શાસ્ત્રબોધ ધરાવનાર, સકલામરહસ્યવેદીનું બિરૂદ જેઓશ્રી ધરાવે છે તે લેખકશ્રીના જ પ્રદાદાગુરુદેવ સ્વ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજાના જ શબ્દો અને તે પણ લેખકશ્રીના જ પ્રકાશનમાં તેઓએ રજુ કર્યા છે તે અત્રે અમે રજુ કરીએ છીએ જેમાં તેમની કલમ-ર પણ સંતોષાઈ જાય છે. ‘વિવિધ પ્રશ્નોત્તર’ પૃષ્ઠ ૩૪૩ ઉપર સ્વ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં, ‘આરાધ્ય તિથિઓને માટે શ્રી શાસ્ત્રકાર મહારાજનો જેવો નિયમ ક્ષયમાં પૂર્વ તિથિ ગ્રહણ કરવા માટેનો છે; તેવો જ નિયમ ઉદયમાં જે તિથિ હોય તે કાયમ રાખવાનો છે.” આ તિથિઓને ફેરવવી શાસ્ત્રકાર મહારાજને બિલકુલ ઈષ્ટ નથી. સૂર્યોદયમાં રહેલી એ તિથિઓને જેઓ ફેરવે છે તેમની શાસ્ત્રકાર મહારાજા કડક શબ્દોમાં ખબર પણ લઈ નાંખે છે. તે Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધવિધિના ત્રીજા ઉલ્લાસમાંનો નીચેનો ઉલ્લેખ વાંચતા સ્પષ્ટ દેખાઈ આવે છે. चाउम्मसिय वरिसे, पक्खिय पंचमीसु नायव्वा । . ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अन्नाओ ॥१॥ पूयापच्चक्खाणं, पडिक्कमणं तहय नियमगहणंच | जोए उदेह सूरो, तीह तिहिए उ कायस्वं ॥२॥ उदयम्मि जा तिही सा, पमाणमियरीई कीरमाणीए । 3 TUTTબંગડMવસ્થા ઉમરકત વિરાદ વાવે ll | ભાવાર્થ : ચોમાસી, સંવત્સરી, પકખી પાંચમ તથા આઠમમાં તે તિથિઓ જાણવી કે જેમાં સૂર્ય ઉદય પામે પણ અન્ય નહિ. પૂજા, પચ્ચકખાણ, પ્રતિક્રમણ તથા નિયમગ્રહણ પણ એ જ પ્રમાણે જેમાં સૂર્ય ઉદય પામે તે તિથિમાં કરવું. ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી પણ ઉદય તિથિ મૂકીને બીજી તિથિ કરવાથી ફેરફાર કરનાર આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાદિ દોષોને પામે. લેખકશ્રીને પ્રતીતિ કરવી જ હશે તો, આ સુવર્ણ અવસર છે. ૧. તેઓશ્રીના જ પ્રદાદાગુરુ સ્વ. પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજા શાસ્ત્રબોધ ધરાવનાર છે તેનો ખૂદ લેખકશ્રી પણ ઈન્કાર કરી શકે તેમ નથી જ. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨. ‘સકલાગમ રહસ્ય વેદી’નું બિરૂદ તેમને અર્પણ કરવામાં આવ્યું છે. ૩. તેઓશ્રીનું જ લખાણ અમે અત્રે રજુ કર્યું છે. ૪. તેનું પ્રકાશન પણ લેખકશ્રીના જ મહાત્માઓએ કર્યું છે. ૫. તે સંપૂર્ણ લખાણ જિજ્ઞાસુઓ વિવિધ પ્રશ્નોત્તરના પૃ.નં. ૩૩૯ થી ૩૪૬ સુધી સંપૂર્ણ વાંચી શકે છે, જેથી લેખકશ્રીને કહેવાનું ન રહે કે અમે કંઇ છૂપાવ્યું છે. હવે તો લેખકશ્રીએ જ જાહેર કરવાનું રહે છે કે તેઓશ્રીને તેમના જ પ્રદાદાગુરુદેવનું પૃ. ૩૩૯થી ૩૪૬ સુધીનું લખાણ સ્વીકાર્ય છે કે નહિ ? જો લેખકશ્રી પોતાના જ પ્રદાદાગુરુ સ્વ.આ.ભ.દાનસૂરીશ્વરજી મહારાજાનું લખાણ પણ નહિ સ્વીકારે તો તેમના કુમતિ મદનું ગાલન પછી તો કોઇ જ કરી શકે તેમ હાલ તો જણાતું નથી. તે સિવાય પણ ઉદ્દયાત્ તિથિ ના નીચેના શાસ્ત્રપાઠો છે. ૧. પૂ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા (પદ્મક વિ.સં. ૨૦૨૦) ‘તિથિક્રિન અને પાંરાધન બાબતમાં શ્રી સંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પર્યાપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતે ‘ઉદયંમિ’ તથા ‘ક્ષયેપૂર્વાo’ ના 31 Page #40 -------------------------------------------------------------------------- ________________ નિયમ અનુસાર તિથિદિન અને આરાધનાદિન નક્કી કરીએ છીએ તે શાસ્ત્રાનુસારી છે. તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય આવી જ ગયેલો છે. ૨. સિગા નિકી સાપમાનિરી-રાળી ગાળામા- સ્થા-નિરછત-વિરાdi gવે . અર્થ : સૂર્યોદય સમયે જે તિથિ હોય તે પ્રમાણ જાણવી. એ સિવાયની બીજી તિથિને પ્રમાણ કરવાથી જિનાજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના આ ચાર દોષો લાગે છે. (શ્રાદ્ધવિધિ કૌમુદી' - પૂ. આચાર્યદેવ શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા) 3. यस्यामुदयते सूर्यः, सा प्रमाणं तिथिर्भवत् । प्रत्याख्यानादि कर्तव्यं, तस्यां विवेकिभिर्जनैः ।। અર્થ : “જેમાં સૂર્ય ઉગે છે તે તિથિ પ્રમાણ થાય છે. એમાં વિવેકી જનોએ પચ્ચકખાણ વગેરે કરવાં જોઈએ.’ (ઉપદેશ કલ્પવલ્લી) ૪. સોળમા સૈકામાં થયેલા પ્રખ્યાત શાસ્ત્રકાર પૂ.ઉ. શ્રી ધર્મસાગરજી મહારાજે “તત્ત્વતરંગિણી' નામના ગ્રંથમાં ઉદય તિથિ જ પ્રમાણ કહી છે. જુઓ – પૃષ્ઠ-૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ 'संवच्छर-चउमासे, पक्खे अट्ठाहिअ तिहीसु | ताउ पमाणं भणिया, जाओ सूरो उदयमेइ ॥' અર્થ : “સંવત્સરી, ચાતુમાંસી, પકખી, અઠ્ઠાઈની તિથિઓમાં તે જ તિથિઓ પ્રમાણ કહી છે કે જે તિથિઓમાં સૂર્ય ઉદય પામે છે.” ૫. તપાવલી-તપોરત્ન મહોદધિમાં પણ ઉદયતિથિનો મજબુત પાઠ આપેલો જોવા મળે છે. એમાં જણાવ્યું છે કે – तिथिजे तपसि श्रेष्ठा, सूर्योदयगता तिथिः । तिथिपाते च पूर्वस्मिन्नहि वृद्धौ परत्र च ॥ તિથિ સાથે સંબંધ ધરાવતા તપોમાં સૂર્યોદયની સાથે રહેલી (આવેલી) તિથિ શ્રેષ્ઠ ગણાય છે. તિથિનો જ્યારે ક્ષય હોય ત્યારે એ તિથિનો તપ એના પૂર્વના દિવસે કરવો અને તિથિની જ્યારે વૃદ્ધિ હોય ત્યારે એ તિથિનો તપ બીજા દિવસે કરવો.” ૬. સૂર્યોદયને પ્રાપ્ત થયેલી તિથિ જ દાન, અધ્યયનાદિ કાર્યો માટે માનવી જોઈએ. એ બાબતને જણાવતો એક શ્લોક આ મુજબ મળે છે “यां तिथिं समनुप्राप्य, उदयं याति भानुमान् । सा तिथिः सकला ज्ञेया, दानाध्ययनकर्मसु || Page #42 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જે તિથિને પામીને સૂર્ય ઉદયને પામે છે, તે તિથિ દાન, અધ્યયન વગેરે કાર્યોમાં સંપૂર્ણ જાણવી જોઈએ.’ આટલા શાસ્ત્રપાઠો ઉદયતિથિના આપ્યા છે. એકપણ શાસ્ત્રપાઠ એવો નથી કે શુદ્ધઉદયતિથિ મળતી હોવા છતાં તેને છોડવી તેમ જણાવતો હોય. તો પછી એ શાસ્ત્રપાઠપુરવાર કરવાની જવાબદારી લેખકશ્રીની છે. ઉપર સબળ શાસ્ત્રપુરાવા આપ્યા છતાં લેખકશ્રીને પ્રતીતિ ન થતી હોય તો, અથવા ન જ કરવી હોય તો એક જ દિવસે આરાધના કરવી કે શુદ્ધ ઉદયાત્ તિથિ પકડવી આવો પ્રશ્ન નિર્માણ થયો હોય તે વખતે ઉદયાત્ તિથિને છોડવી તેવું લેખકશ્રી માનતા હોય તો તે શાસ્ત્રપાઠ, પૂર્વાચાર્યના પ્રામાણિક સંદર્ભો-શાસ્ત્રપાઠ વિ. આપવાની જવાબદારી લેખકશ્રીની છે. બાકી તપાગચ્છના શાસ્ત્રો એકી અવાજે સ્પષ્ટ જણાવે છે કે શુદ્ધ ઉદયતિથિ મળે તો તે ઉદયતિથિને છોડી અન્ય તિથિ આરાધવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર મહાદોષ લાગે લાગે અને લાગેજ. 34 we Page #43 -------------------------------------------------------------------------- ________________ લેખકશ્રી અંતિમ પૃષ્ઠ ઉપર જણાવે છે કે, “તો પછી શ્રી તપાગચ્છ સંઘ તેરસની ક્ષયવૃદ્ધિ કરતો હોય એટલા માત્રથી એને આજ્ઞાભંગ વગેરે દોષો શી રીતે લાગી જાય? અમે કરીએ તો અમને દોષ ન લાગે અને શ્રી સંઘ તેરસની ક્ષય વૃદ્ધિ કરે તો શ્રી સંઘને દોષ લાગે. આ તે કેવો ન્યાય ?' આનું સમાધાન આપણે પૂ. બાપજી મહારાજાના શબ્દોમાં જ જોઈએ “શાસ્ત્રની આજ્ઞા મુજબ તો બે પૂનમની બે તેરસ અને પૂનમના ક્ષયે તેરસનો ક્ષય થાય-કરે નહિ.” તથા આનું સમાધાન આપણે લેખકશ્રીના જ પ્રકાશન વિવિધ પ્રશ્નોત્તરના આધારે તેમના જ પ્રદાદાગુરુ પૂ.આ. દાનસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં જોઈએ. (પૃષ્ઠ ૩૪૨) xxx" ટીપ્પણામાં જો પૂનમનો ક્ષય હોય તો તેનો ક્ષય પૂર્વતિથિ ચતુર્દશીમાં હોવાથી શાસ્ત્રાધારે ચઉદશને દિવસે બંને તિથિનું આરાધન કરવું પણ તેરસને દિવસે ચઉદશ અને ચઉદશને દિવસે પૂનમ એમ ન કરવું. xxx xxx ‘શાસ્ત્રની નીતિ પ્રમાણે તો પૂનમનો ક્ષય હોય ત્યારે પણ ચતુર્દશી જ ગ્રહણ કરાય છે. કેમકે ઉદયતિથિ ચતુર્દશી જ છે એટલે શાસ્ત્રનો આધાર તેરસે, ચતુર્દશી અને ચતુર્દશીએ પૂનમ એમ કરવાનું કહેતો નથી.' xxx WWW.jainelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ XXX આગમના પાઠોને મનઘડત લઈ જવાની ધૂને ચઢેલો જો આમાં પણ પોતાનું ડોકું ધૂણાવે તો તેના જેવી હાસ્યાસ્પદ બીજી એક પણ વસ્તુ ગણાશે નહિ.' xxx * લેખકશ્રી “શ્રી સંઘ' શબ્દ પ્રયોગ પોતાની સ્વમતિ કલ્પિત માન્યતા માટે કરે છે તે જરાપણ યોગ્ય નથી. વાસ્તવમાં ૨૫મા તીર્થંકર સ્વરૂપ શ્રી સંઘ કોને કહેવાય ? (પૂર્વાચાર્યવિરચિત શ્રી સંઘસ્વરૂપ કુલક) ઉમરગઢિયં, મૂવાપરવયં વદ્દોર્ય दर्छ भणंति संघ, संघ सरुवमणायंता ॥१॥ सुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स | आणाभट्ठाओ बहुजणाओ मा भणह संघुत्ति ॥२॥ અર્થ : સંઘના સ્વરૂપથી અજ્ઞાત લોકો ઉન્માર્ગમાં સ્થિર રહેલા તથા ઉન્માર્ગની પ્રરૂપણા કરતા ઘણા મનુષ્યોને જોઈને સંઘ કહે છે (૧) પરંતુ તે સંઘ કહેવાતો નથી. કારણકે તે સુખશીલીઆ, સ્વચ્છંદાચારી, મોક્ષમાર્ગના વૈરી અને શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાથી બાહ્ય-એવા સમૂહને સંઘ ન કહેવાય (૨) = 36 = Page #45 -------------------------------------------------------------------------- ________________ अम्मापियसारित्थो सिवघरथम्भो य होई सुसंघो | आणाबज्झो संघो, सप्पुव्वभयंकरो इण्हिं ॥३॥ અર્થ : સુસંઘ માતાપિતાની સરખો છે. મોક્ષરૂપી ઘરના સ્થંભભૂત છે અને શ્રી જિનેશ્વરની આજ્ઞાથી બાહ્ય સંઘ આ સંસારમાં ભયંકર સર્પ જેવો છે. (૩) ૨૪ તીર્થકરની આજ્ઞા માને તેને ૨૫મો તીર્થકર સ્વરૂપ સંઘ કહેવાય. અંતે સૌ કોઈ સત્ય સમજી પરમાત્માની આજ્ઞાનુસાર આરાધના કરી વહેલામાં વહેલા મુક્તિ સુખને પામે એજ એકની એક પરમાત્માને પ્રાર્થના. જિનાજ્ઞા વિરુદ્ધ કોઈપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ 37 w Page #46 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંત મહોદધિની છાપ લેખશ્રીએ ખાબોચિયા જેટલી કરી નાંખી લેખકશ્રી પ્રસ્તુત પુસ્તક ભાગ-૨ના પૃષ્ઠ. ૨૦ ઉપર ‘પૂ.આ.ભ. પ્રેમ સૂ.મ.સાહેબે, ‘તુ ૨૦૨૦નો પટ્ટક રદ કરી નાંખજે’ એવું કહેલું હતું... વગેરે જે પ્રચાર અમુક વર્ગ તરફથી વારે વારે થાય છે તેમાં પાછળ બચાવ સિવાય બીજુ કશું જણાતું નથી.’ આ અંગે જણાવવાનું કે પૂ.આ.શ્રી રામચન્દ્ર સૂ.મ.સા. એ તો પટ્ટકમાં જણાવેલી સાચી સંવત્સરી જાળવી જ રાખી છે જ્યારે લેખકશ્રીના પક્ષે તો આખો પટ્ટક જ ભાંગીને ભુક્કો કરી નાખ્યો છે એટલે હવે લેખકશ્રીએ જ ખુલાસો કરવાનો રહે છે. હવે લેખકશ્રીના પ્રસ્તુત પુસ્તક ભાગ-૨ના પૃષ્ઠ-૨૧ ઉપર સ્વ. પૂ.આ.ભ. પ્રેમ સૂ.મ.નો જાવાલનો વિ.સં. ૨૦૧૯નો કહેવાતો ઉપજાવી કાઢેલો અદ્યાપિપર્યંત અપ્રગટ ફરમાન પત્રાંશની કપોળ કલ્પિત જે વાતો રજુ કરી છે, તે સુજ્ઞ વાંચકો માનશે કે પછી તેજ જાવાલથી લખાયેલ, ‘વિ.સં. ૨૦૧૯ના કા.સુ. ૧૫ના ક્ષયે શું કરવું’ તેનો લેખકશ્રીના જ દિવ્યદર્શન પૃષ્ઠ-૪૦, તા. ૨૭-૧૦-૬૨ ના અંકમાં સત્તાવાર પ્રગટ થયેલ પત્ર માનશે ? ૪૨-૪૨ વર્ષો સુધી અને હજી પણ તે કહેવાતો પત્ર સત્તાવાર રીતે પ્રગટ કરતાં લેખકશ્રી કેમ પારોઠના પગલાં ભરે છે ? શું વચન સિદ્ધપુરુષો એકજ વર્ષમાં વારે વારે પોતાના વિચારો ફેરવતા હશે ? લેખકશ્રીએ સિદ્ધાંતમહોદધિ સ્વ.પૂ.આ.ભ. પ્રેમસુરિશ્વરજીની છાપ ખાબોચિયા જેટલી કરી નાંખી. પોતાના ગુરુભગવંતે પ્રાયશ્ચિત કર્યું તેમ કહેનાર લેખકશ્રીએ ખૂદ પોતે ગુરુભગવંતના કાળધર્મ બાદ પણ તેમના કહેવાતા સંઘથી અલગ આરાધના (વિ.સં. ૨૦૨૪થી 38 Page #47 -------------------------------------------------------------------------- ________________ ર૦૪ર સુધી) કરી તેનું હજી સુધી પ્રાયશ્ચિત નથી કર્યું ! મહા આશ્ચર્યમ્ ! લેખકશ્રીના ભક્તો પણ એટલા ભોળા નથી કે લેખકશ્રીની તદન વાહિયાત વાત પણ માની લે. તિથિ બાબતમાં સ્વ.આ.પ્રેમ સૂ.મ.સા. એ પ્રાયશ્ચિત કર્યું તેમ કહેવાની ધૃષ્ટતા કરનાર લેખકશ્રી તેજ ગુરૂભગવંતનું ગ્રહણ અંગેનું શાસ્ત્રીય માર્ગદર્શન જે પ્રખર પંડિત કુંવરજીભાઈ આણંદજીને બતાવેલું તેને હવે પછી વફાદાર રહેશે ? કે પછી તેમાં પણ સ્વ.આ.પ્રેમ સૂ.મ.સા.એ પ્રાયશ્ચિત કર્યું તેમ કહેશે ? સ્વ.આ.ભ.પ્રેમસુરિ મ. ૩૧-૭-૪૪ના પત્રના પ્રત્યુત્તરમાં જણાવે છે કે, “ગ્રહણ વખતે દેરાસરો ઉઘાડા રાખવાની અને વ્યાખ્યાન વાંચવાની જે પ્રવૃત્તિ કરવામાં આવી તેમાં આપ સમ્મત છો” આવો પ્રશ્ન પુછવાનું થયું તેજ આશ્ચર્યજનક છે. કારણકે મારા સાધુઓ કોઈપણ શાસ્ત્રથી અબાધિત પ્રવૃત્તિ કે પ્રરૂપણા કરે તેમાં મારી સંમતિ જ હોય અને આ પ્રવૃત્તિ શાસ્ત્ર બાધિત નથી. આરાધ્યપાદ સંઘસ્થવિર, શાંતતપોમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા શ્રી જૈન વિદ્યાશાળામાં વિરાજમાન છે ત્યાં મંદિર પણ ખુલ્યું હતું અને વ્યાખ્યાન પણ ચાલુ હતું. ગ્રહણને અંગે સૂત્રનો અસ્વાધ્યાય છે પણ દર્શન-પૂજનનો તથા ઉપદેશ આદિનો પણ નિષેધ તો અમે જાણ્યો નથી અને આચર્યો પણ નથી.” લેખકશ્રીએ ગ્રહણ અંગેની પૂ. ગુરુભગવંત પ્રેમ સૂ.મ.ની માન્યતાની વફાદારી પણ છોડી. સામે ચાલીને સામાપક્ષે ગયા છે માટે તેઓ જે કરે તેમાં મનુ માર્યા વિના લેખકશ્રીને છૂટકો નથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ તેજ પત્રમાં તિથિ અંગેનું સ્વ.પૂ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું લખાણ તેઓ શ્રીમદ્ જણાવે છે કે – “મારા પ્રત્યે તમે ગુરુભાવ ધરાવો છો તો હવે હું તમને જણાવું છું કે તમોએ તિથિચર્ચાનો નિર્ણય કે જે સુશ્રાવક કસ્તુરભાઇ લાલભાઇ દ્વારા પ્રસિદ્ધ થયો છે, તે વાંચશો અને વિચારશો. આરાધક આત્માઓના સદ્ભાગ્યે સાચો નિર્ણય થવા પામ્યો છે. આવો સ્પષ્ટ નિર્ણય મેળવી આપવાનો સુયશ સુશ્રાવક કસ્તુરભાઇ લાલભાઇને ઘટે છે. પ્રોફેસર વૈધ જેવા મધ્યસ્થને લાવીને શ્રી જૈનશાસનની આજ્ઞા મુજબનો નિર્ણય લાવી આપવામાં સુશ્રાવક કસ્તુરભાઇએ શ્રી જૈનશાસનની અનુપમ સેવા બજાવી છે. આવી સેવા બજાવવાનું સામર્થ્ય તેમનામાં હતું અને તે સામર્થ્યનો તેઓએ સારામાં સારો સદુપયોગ કરી મેળવી આપેલો સાચો નિર્ણય વાંચી, વિચારી અમલમાં મૂકવા જેવો છે. એ નિર્ણય મુજબ ચાલવામાં દરેકે દરેક તિથિનું આરાધન આજ્ઞા મુજબ થાય છે અને મહત્ત્વના પર્વની વિરાધનાથી પણ સારી રીતિએ બચી શકાય છે.’’ પૂ.આ.ભ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજાનો પત્ર લેખકશ્રીનું હડહડતુ જુઠ્ઠાણું લેખકશ્રી પૂ.આ.ભ. લબ્ધિસૂરિ મ.સાહેબના વિ.સં. ૨૦૦૧ના દ્વિતિય ચૈત્ર સુદ ૧૩, પાલિતાણા શાંતિભુવનના પત્રનો 40 Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લેખ કરે છે. તે કહેવાતો ઉપજાવી કાઢેલો પત્ર અદ્યાપિપર્યંત અપ્રગટ છે. માટે જ વિશ્વસનીય નથી એટલું જ નહિ, લેખકશ્રીનું હડહડતું જુઠ્ઠાણું છે. ૬૦-૬૦ વર્ષો સુધી જે પત્ર પ્રગટ ન કરી શક્યા તેની વિશ્વાસનીયતા કેટલી ? તેની સામે તેજ આ.ભ.લબ્ધિસૂરીશ્વરજી મહારાજા એ વિ.સં. ૨૦૧૫ શ્રાવણ વદ ૩ શુક્રવાર તા. ૨૧-૮-૫૯ના જન્સ્યૂમિ કાર્યાલયના વ્યવસ્થાપક સુશ્રાવક અમૃતલાલ લક્ષ્મીચંદ શાહને લખેલો પત્ર ઠે. શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર, ૬, એસ. લેન, મુ. દાદર–૨૮ (બી.બી) વિ.સં. ૨૦૧૫, શ્રાવણ વદ-૩, શુક્રવાર, તા. ૨૧-૮-૫૯ ‘૫૫મા પાને આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરિજીનો પત્ર તમોએ છાપ્યો છે, એમાં અમારા નામનો ઉલ્લેખ છે. તે બાબતમાં જે અંગત ખુલાસો કરવો જરૂરી છે. તે જણાવું છું.’ ૧-વિ.સં. ૧૯૯૨ સુધી ભા.સુ. પાંચમના ક્ષયે ભા.સુ. ૪ના જ શ્રી સંવત્સરી પર્વ શ્રી સંધ કરતો હતો, પણ આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરિજી અને તેમના જેવા અભિપ્રાયવાળા બીજાઓને શ્રીસંઘની તે ચાલુ પ્રણાલિકાને વિ.સં. ૧૯૯૨માં ભા.સુ. પાંચમ બે આવતાં ચાલુ રાખી નહિ અને ભા.સુ. ચોથે શ્રી સંવત્સરિ નહિ 41 Page #50 -------------------------------------------------------------------------- ________________ કરતાં ભા.સુ. પહેલી પાંચમે સંવત્સરી કરી. આથી જ જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ, સંઘસ્થવિર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા વગેરે અમોએ તિથિદિન અને પર્વદિન બાબતમાં શાસ્ત્રથી વિરુદ્ધ જે કેટલીક ગરબડ ચાલતી હતી, તેને તજી દઇને શાસ્ત્રશુદ્ધ માર્ગને આચરવા માંડયો છે. ૨ – અમોએ વિ.સં. ૧૯૯૨માં આરાધનામાં બે પાંચમ માની ન હતી, કેમ કે બીજી પાંચમે જ પાંચમ પર્વ માન્યું હતું અને પહેલી પાંચમના દિવસે તિથિ નિયત કાર્ય માટે વર્જ્ય માન્યો હતો. ૬. મુનિ નેમવિજયના ધર્મલાભ સત્તાવાર પ્રગટ થયેલા પત્રો લેખકશ્રીને સ્વીકાર્ય નથી અને કહેવાતા ઉપજાવી કાઢેલા તથા ૬૦-૬૦ વર્ષ સુધી રજુ ન કરી શકનારા અપ્રગટ પત્રો લેખકશ્રી વાંચકો સમક્ષ તદ્દન ખોટી રીતે તેના અંશો રજુ કરે છે તે લેખકશ્રીના મલિન આશયોને છતા કરે છે. લેખકશ્રીના ભક્તો પણ હવે એટલા ભોળા નથી કે લેખકશ્રીની તદ્દન નિમ્નકક્ષાની આવી વાતો પણ સ્વીકારી લે ! હજી પણ તે પત્ર સાચો છે તેમ પુરવાર કરે યા મિચ્છામિ દુક્કડમ્ પાઠવે. 42 Page #51 -------------------------------------------------------------------------- ________________ લેખકશ્રીના દંભનો પર્દાફાશ હૈયામાં જે છે તે આવ્યા વિના રહેતું નથી એક બાજુ લેખકશ્રી તેમના પ્રથમપુસ્તક (પૃષ્ઠ ૩) ઉપર પૂ. ઉમાસ્વાતિ ભગવાનના ‘ક્ષયેપૂર્વા’ના અર્થઘટન અંગે જણાવે છે કે‘આપણે તેના અર્થઘટનમાં પડવું નથી.' બીજી તરફ લેખકશ્રી તેમના જ પ્રસ્તુત પુસ્તક ભાગ-૨માં પાના નં. ૨૫ ઉપર જણાવે છે કે, એટલે આઠમ ક્ષીણ તિથિ હોય ત્યારે સાતમને આઠમ કરીને આરાધના કરી લેવામાં ન આવે તો એ એક આરાધના ગુમાવવી પડે છે.’ આમ લેખકશ્રીએ જે ઉપરોક્ત અર્થઘટન કર્યું તે પૂ. ઉમાસ્વાતિ ભગવાન તેમજ તેમનાજ પ્રદાદાગુરુ આ.ભ.દાન સુ.મ. એ કરેલા અર્થઘટનથી વિપરિત થયું. પછી ગુરુદ્રોહ ન લાગે લાગે તો બીજું શું લાગે ? દા.ત. ૮-ક્ષીણ તિથિ હોય તો પૂ.આ.ભ. દાન સુ.મ.ના મતે ૬, ૭+૮, ક્ષયેપૂર્વા મુજબ લેખકશ્રીના મતે (ક્ષયેપૂર્વાના વિપરિત અર્થઘટન મુજબ) * પૂ.આ.ભ. દાન સુ.મ. સાતમમાં આઠમ સમાવે છે (૭+૮) ૯| થશે ૬, ૮, ૯ | થશે (ક્ષયેપૂર્વાનુસાર) લેખકશ્રી સાતમને આઠમ બનાવે છે (ક્ષયેપૂર્વાનો ભંગ) આથી ત્રણ વાતો સ્પષ્ટ થઇ જાય છે ૧ લેખકશ્રીની બેધારી વાતો તેઓશ્રીનો દંભ છતો કરે છે ૨ પોતાના દાદા ગુરુભગવંતે ‘ક્ષયેપૂર્વા’નું જે અર્થઘટન કર્યું તેનાથી વિપરિત અર્થઘટન કરી લેખકશ્રીએ ગુરુદ્રોહ પણ સેવ્યો છે. ૩ છઠ-સાતમનું કોઇ કલ્યાણક હોય તો તેની આરાધના ક્યારે કરવી તેનો લેખકશ્રી પાસે કોઇ જ જવાબ નથી. 43 Page #52 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ સંઘસ્થવિર, વચનસિદ્ધ, સંયમતપોમૂર્તિ પૂ. આચાર્યદેવ શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાનો તિથિ અંગે અગત્યનો ખુલાસો યાને તિથિ અંગે સત્ય અને હેરાફેરીનો ઈતિહાસ સં. ૧૯૯૭, કાર્તિક સુદ-પ્રથમ પુનમ, ગુરુવાર, ચોમાસા પરિવર્તનનો પ્રસંગ, હાજા પટેલની પોળ (અમદાવાદ), શ્રીવીશા શ્રીમાળીની વાડીમાં વ્યાખ્યાનમાં પૂ. બાપજી મહારાજાએ તથા પૂ.આ.ભ. શ્રી વિ. ભદ્રકરસૂરિજી મહારાજે (તે વખતે પૂ.મુ. શ્રીભદ્રંકર વિજયજી મહારાજે) તિથિ વિષયક શ્રી મોહનલાલ પોપટલાલ વકીલ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના આપેલા ઉત્તરો. પ્રશ્ન : બે પૂનમ સંબંધી આપની માન્યતા શું છે? ઉત્તર : ચતુર્દશી છતી વિરાધીને પૂનમે ચતુર્દશી કરવી એ મહાપાપ છે. માતાને ધાવવાથી બાળકની પુષ્ટિ થાય. પણ મરેલી માતાને ધાવવા થકી પુષ્ટિ થાય નહિ. પૂનમે ચોમાસી વગેરે થાય નહિ. (નોંધ : બે પૂનમ હોય ત્યારે બે તેરસ કરી, પ્રથમ પૂનમે ચોમાસી-ચૌદસ ગણી આરાધના થાય નહિ. કારણકે પ્રથમ પૂનમ હકીકતમાં ચૌદસ જ નથી.) પ્રશ્ન : આપે અત્યાર સુધી પહેલાં તેમ કરેલું તેનું શું? ઉત્તર : જુઓ લખું ખાય તે ચોપડ્યાની આશાએ. આ = 44 = Page #53 -------------------------------------------------------------------------- ________________ વાત એવી હતી કે બધા સમજીને સાચું કરે તો સારું, પણ તેવો અવસર આવ્યો નહિ. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા, પણ જ્યારે છેવટે જોયું કે બધાની વાટ જોતાં આખુંય જશે અને સાચી વાત મરી જશે. ત્યારે અમે જે પહેલેથી સાચું માનતા તે મુજબ આરાધવા માંડયું. પ્રશ્ન : આપે પરંપરા લોપી કહેવાય? ઉત્તર : પરંપરા શાની લોપી? આ પરંપરા કહેવાતી હશે? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય તેવી પરંપરા હોય જ નહિ. જુઓ તમને કોઈને કદાચ ખબર નહિ હોય પણ મારા અનુભવની વાત છે. આ વાત ૧૯૨૬ થી ૧૯૨૮ સુધીમાં બની છે. દેવસૂરના ઉપાશ્રયે નાગોરી શાળામાં ધરણેન્દ્રશ્રી પૂજ્ય હતા. તે વખતે પર્વતિથિઓની આવી હેરાફેરી કરવાનું તેમણે કરેલું. તે વખતે સુબાજી તેમની પાસે જતા હતા પણ ત્યારથી તેમણે ત્યાં જવાનું બંધ કર્યું. બે ચારવાર તેમને શ્રી પૂજ્યના કોટવાલો તેડવા આવ્યા પણ તેમણે કહી દીધું કે અસત્ય પ્રરૂપણા થઈ માટે હું નહિ આવું. તે વખતે શ્રી મૂલચંદજી મહારાજા વગેરેને પણ ઘણું દુઃખ થયું કે આ બધું ખોટું થાય છે. પણ તે વખતે સાધુઓ થોડા અને શ્રીપૂજ્યોનું બળ ઘણું. તે વખતે ઉહાપોહ પણ થયેલા પણ ચાલી પડયું. શ્રી મૂલચંદજી મહારાજા અને સૂબાજીને એ વખતે જે કરવું પડ્યું તે બદલ બહુ દુઃખ થયેલું બહુ પ્રચાતાપ થયેલો. આવી રીતે ચાલેલી પરંપરા તે સત્ય કહેવાય કે અસત્ય ? તે વિચારો. અમે જાણતા હતા કે આવી રીતે પર્વતિથિની વિરાધના કરવી એ ખોટું છે. પણ Page #54 -------------------------------------------------------------------------- ________________ અમારા મનને એમ કે શાસનમાં બધા ઠેકાણે આવશે. એમ ધારીને બળતા હૈયે કરતા હતા. આપણે સંમેલન થયું તે વખતે આ વાત કરી હતી. પણ તે વખતે તો “આ વિષય આપણા તપાગચ્છનો છે અને અહીં બીજા ગચ્છોના પણ આવેલ છે. આથી પડતી મૂકાઈ હતી. એ વાત રહી તે રહી અને બે પાંચમો આવી, એ વખતે મેં એ માટે પ્રયત્ન કરેલો અને અમાં ઉલટું ઉધું થયું. અને ઝેર રેડાયું. આથી વિચાર કર્યો કે બધાને ઠેકાણે લાવવા માટે આપણે અશુદ્ધ કરવું તે ઠીક નથી. પ્રશ્ન : પૂજ્ય શ્રી આનંદ વિમલસૂરીશ્વરજી મહારાજાના નામવાળું સોળમી સદીનું પાનું બતાવે છે તે શું? ઉત્તર : એ પાનામાં કેવું લખાણ છે તે તો જુઓ? એની ભાષા જુઓ ? આપણા ગચ્છની માન્યતાથી વિરુદ્ધની ગાથાઓ આમાં છે. પણ એ બધી વાત પછી. આપણે ટૂંકી જ વાત કરીએ. એ પાનું જો શ્રીતપાગચ્છની માન્યતા મુજબનું સાચું છે, એમ પૂરવાર થઈ જાય તો હું તેમ માનવા અને કરવા તૈયાર છું. અરે ભાઈ અત્યાર સુધી અમે જે આ કર્યું તેનું પ્રાયશ્ચિત લેવા પણ તૈયાર છું. પ્રશ્ન : આપે સં. ૧૯૯રમાં સંવત્સરી શનિવારે હતી છતાં રવિવારે કરેલી એ શાથી? ઉત્તર : એ વાત તો એવી છે કે.. એ વખતે વાટાઘાટની શબ્દ જાળમાં હું ઠગાયો હતો. વાતમાં હું ફસાયો, પણ મારી શ્રદ્ધા તો આ જ હતી.એથી તો મેં મારા બહારના સાધુઓને શનિવારે - 46 - Page #55 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી કરવી એ જ બરાબર છે, એમ જણાવી દીધું હતું. વળી મને કોઈએ પૂછયું કે પૂછાવ્યું તે બધાને મેં ભા.સુદ-૪ શનિવારે જ સંવત્સરી કરવી જોઈએ, એમ કહ્યું હતું. મેં કહેલું કે - હું બોલમાં બંધાયો છું. પણ મારી શ્રદ્ધા એ જ છે કે, ભાદરવા સુદ-૪ને છોડીને ભાદરવા-સુદ પહેલી પાંચમે સંવત્સરી થાય જ નહિ. માટે હું તો એ જ કહેવાનો અને બને તેમની પાસે એ જ કરાવવાનો. શાસ્ત્રોનું ચોખ્ખું વચન છે કે. (“પૂર્વીતિય વૃતી તથોત્તર) ક્ષય હોય ત્યારે પૂર્વનીતિથિએ આરાધના કરવાની અને વૃદ્ધિ આવે ત્યારે ઉત્તરા એટલે પછીની તિથિએ આરાધના કરવાની. આ નિયમ ક્ષય-વૃદ્ધિ વગરની તિથિએ કેમ લાગું પડે? જુઓ કે પાંચમનો ક્ષય આવ્યો ત્યારે મનાયો અને ઉદય તિથિની વિરાધનાન કરી, પણ વૃદ્ધિ આવી ત્યારે ઉદયતિથિ ચોથને વિરાધી. આ તો એવું થયું કે પરણવાની બાધા અને નાતરું મોકળું! તેઓ વેરવૃત્તિ વધે એવું કરે છે, માટે આપણે બોલતા નથી–બાકી હડહડતું અસત્ય છે. શાસ્ત્રની ચોખ્ખી આજ્ઞા છે અને તે મુજબ જ આપણે તે વખતે ૧૯૯૨-૧૯૯૩માં સંવત્સરીમાં અને તે પછી ચૌદસની પફખી તથા ચોમાસીમાં માન્યતા રાખી છે. તે પાનું જે સાચું સાબિત કરે તો આપણને તે માનવામાં કશો વાંધો નથી. બાકી ગમે તેમ ચાલી પડેલી અને સારી આશાએ નભાવેલી વાતને પરંપરા મનાય જ નહિ. 47 Page #56 -------------------------------------------------------------------------- ________________ લેખશ્રીને નીચેના પ્રશ્નોના શાસ્ત્રાધારે ઉત્તરો આપવા નમ્ર વિનંતી. પ્ર. ૧ એક તિથિ પક્ષ વારંવાર એવી જાહેરાત કરે છે કે, ‘અમે સાચા હતા માટે પૂ.આ. ભુવનભાનુસુરિનો સમુદાય અમારામાં ભળી ગયો.’ તો આપનો સમુદાય એક તિથિ પક્ષે શાસ્ત્રીય સત્ય હતું માટે ભળ્યો કે અન્ય કારણે ભળ્યો ? આપે અગાઉ જ જણાવી દીધુ છે કે એકતિથિ પક્ષે શાસ્ત્રીય સત્ય છે નહિ. પ્ર. ૨ પર્વ તિથિની વ્યાખ્યા શી ? પ્ર. ૩ ‘પર્વ તિથિની ક્ષયવૃદ્ધિ હોય જ નહિ એ આપ માન્યતા ધરાવો છો ? શાસ્ત્રાધાર આપવા કૃપા કરશોજી. પ્ર. ૪ ‘ક્ષયેપૂર્વા’નું અર્થઘટન જે આપના ઉપકારી પ્રદાદાગુરુદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજાએ આપના જ મહાત્માના પ્રકાશન ‘વિવિધ પ્રશ્નોત્તર’માં કર્યું છે તે આપને મંજુર છે ? પ્ર. ૫ ‘તિથિનો ક્ષય પણ અમુક મહિનામાં ન જ આવે અમુક મહિનામાં જ આવે, તેમાં પણ અમુક તિથિનો જ આવે, દરેક તિથિનો આવી શકે એવું નહિ....શાસ્ત્રોમાં આવું જણાવેલું છે' તેમાં સિદ્ધાંત ટિપ્પણમાં પણ પર્વતિથિનો ક્ષય આવતો હતો તે આપ સ્વીકારો છો ? આપના દાદાગુરુ ભગવંતોએ આપની જેમ આજ પર્યંત ઉદયાત્ ચોથ વિરાધી હોય તેવું ક્યારેય બન્યુ છે ખરું ? પ્ર. ૬ 48 Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૭ સિદ્ધાંત ટિપ્પણામાં પોષ અને અષાઢ માસની જ વૃદ્ધિ હોવા છતાં લૌકિક પંચાંગના બીજા પણ અધિક માસ આપ સ્વીકારો છો ત્યાં કોઈ સંસ્કાર કરતા નથી. તે રીતે કલ્પસૂત્ર ગ્રંથની ટીકામાં પૂ.ઉ. વિનયવિજયજી મહારાજે શંકાનું નીચે મુજબ સમાધાન કર્યું તે આપને સ્વીકાર્ય કેમ નથી ? ...भाद्रपदवृद्धौ प्रथमो भाद्रपदोऽपि अप्रमाणमेव, यथा चतुर्दशी वृद्धौ प्रथमांचतुर्दशीमवगण्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियतेतथाऽत्रापि અર્થ : ભાદરવા મહિનાની વૃદ્ધિ આવે ત્યારે પ્રથમ ભાદરવો અપ્રમાણ જ છે, જેમ ચૌદશની વૃદ્ધિ આવે ત્યારે પહેલી ચૌદશની અવગણના કરીને બીજી ચૌદશે પ્રતિક્રમણ કરાય છે, તેમ અહીં પણ પ્ર. ૮ પૂ. સાગરજી મહારાજના પરસ્પર વિરોધી મંતવ્યો અંગે આપનો શો અભિપ્રાય છે ? પ્ર. ૯ વિ.સં. ૨૦૪રના પટ્ટકમાં જે આચાર્ય ભગવંતોએ સહી કરીને પાછી ખેંચી લીધી તે ગીતાર્થતા અંગે આપ ક્યા સંસ્કાર કરશો ? પ્ર. ૧૦ વિ.સં. ૨૦૪૪ના સંમેલનના તિથિ અંગેના ઠારાવને સાગર સમુદાયના ગચ્છાધિપતિ આ. દર્શનસાગરસૂરિએ અમાન્ય જાહેર કર્યો તો આપ તેને સંઘ અવજ્ઞા કહેશો ? કે પછી પાસત્થાના લક્ષણમાં ખપાવશો? કે તેઓ સાચા હતા તેમ કહેશો? Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧૧ વિ.સં. ૨૦૫૫મા તપસ્વીસમ્રાટ આ. હિમાંશુસૂરિએ પોતાના ગુરુભગવંતોને વફાદાર રહી ભા.સુ. ઉદ્દયાત્ ચોથે આરાધના કરી તે યોગ્ય જ કર્યું હતું ? પ્ર. ૧૨ શુદ્ધ ઉદયતિથિ મળતી હોવા છતાં તેને પણ ફેરવી શકાય તેવું કયા શાસ્ત્રના આધારે આપ જણાવો છો ? શાસ્ત્રાધાર આપવા કૃપા કરશો ? પ્ર. ૧૩ સકલ સંઘને શાસ્ત્રસાપેક્ષ ઠરાવ કરવાનો અધિકાર છે કે શાસ્ત્રોને બાજુ પર રાખીને પણ ઠરાવ કરવાનો અધિકાર છે ? પ્ર. ૧૪ એક બાજુ આપ જણાવો છો કે ‘ક્ષયે પૂર્વા’ના અર્થઘટનમાં આપણે પડવું નથી બીજી બાજુ આપ આપના પુસ્તક ભાગ-૨ના પાના નં. ૨૫ ઉપર ‘એટલે આઠમ-ક્ષીણતિથિ હોય ત્યારે જો સાતમને આઠમ કરીને આરાધના કરી લેવામાં ન આવે તો એ એક આરાધના ગુમાવવી પડે છે.’ ઉપરોક્ત આપનું લખાણ આપના દાદાગુરુ આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજાએ કરેલા ‘ક્ષયેપૂર્વા’ના અર્થઘટનથી વિપરીત ગુરુદ્રોહ કરનારું નથી ? અને જ્યારે આપ પાના નં. ૨૫ ઉપર ખોટો અર્થ કરો જ છો તો પછી ‘આપણે તેના અર્થઘટનમાં પડવું નથી.’ તેવું ભદ્રિક જીવોને ભરમાવવાનું દુ:સાહસ શા માટે કરો છો ? તિથિ ૮નો ક્ષય છે તો, Jain. Education International 50 Page #59 -------------------------------------------------------------------------- ________________ (પૂ.આ. દાન સૂ.મ. ના મતે આરાધના ૭૧૮, - ૯ તેમ થશે) આપના મતે ૮, - ૯ તેમ થશે તો નો જો કોઈ પ્રતિષ્ઠા દિવસ હોય તો સાતમનું કાર્ય ક્યારે કરવું તે જણાવશો. અને છઠ્ઠનું કોઈ કલ્યાણક હોય તો તે કયારે કરવું તે જણાવશો. એકબાજુ “ક્ષયપૂર્વાનો અર્થ પાના ૨૫ ઉપર કરવો અને બીજી બાજુ આપણે તેના અર્થઘટનમાં પડવું નથી આવી બેધારી વાત એ શ્રમણત્વને કલંક છે, ખેર! હૈયામાં જે છે તે આવ્યા વિના રહેવાનું નથી. પછી ગુરુદ્રોહનો અંશ પણ લાગતો નથી તેમ કેમ કહેવાશે ? પ્ર. ૧૫ પૂ. સાગરજી મહારાજાએ શાસ્ત્રીય સત્ય માટે પોતાનો પક્ષ રજુ કરેલો કે એક્તા માટે? પ્ર. ૧૬ આપના મતે પૂ. સાગરજી મહારાજના પક્ષે શાસ્ત્રીય સત્ય નહોતું તે બરાબર છે ને? (આપના પુસ્તક ભાગ-૧-પાના નં. ર૬) પ્ર. ૧૭ દ્રવ્યસત્ય અને ભાવસત્યના આપે કરેલા સ્વકલ્પિત અર્થઘટન ક્યા શાસ્ત્રના આધારે છે તે શાસ્ત્રાધાર આપવા કૃપા કરશો. પ્ર. ૧૮ તત્વતરંગિણિનો ગંગાનિરુતિવસે સમMફસાપમાનિ ભાસ્ત્રપાઠ આપને મંજુર છે ? = 51 = Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧૯ પૂ. ઉમાસ્વામિ ભગવાને ‘વૃદ્ધી કાર્યો તથાત્તરા” એ શાસ્ત્રવચન શા માટે આપ્યું? પ્ર. ૨૦ એક તિથિ પક્ષ ત્રણસો વર્ષની પરંપરાને આગળ ધરે છે તો ત્રણસો વર્ષમાં વિ.સં. ૧૫રને છોડી તે પહેલાં કોઈએ પાંચમની ક્ષય વૃદ્ધિ એ ત્રીજની ક્ષય વૃદ્ધિ કરી હોય તેના નક્કર પુરાવાઓ આપશો? પ્ર. ૨૧ આપનો સમુદાય એકતિથિ પક્ષમાં ભળી ગયો તે, પૂર્વે આપે ખોટું કર્યું માટે જ ને ? અને ખોટું કર્યું તો તેનું પ્રાયશ્ચિત કરેલું કે નહિ? પ્ર. ૨૨ જાણવા મુજબ પૂ.આ. ભુવનભાનુસૂરિ મ. વિ.સં. ૨૦૩૧ના વર્ષે જામનગર પાઠશાળાના ઉપાશ્રયે ચાતુર્માસ હતા. તેઓની નિશ્રામાં ઉપધાન તપ નક્કી થયા હતા, ત્યારે ત્યાંના પાઠશાળાના ટ્રસ્ટીઓએ બે તિથિ બાબતમાં કંઈ વાંધો ઉઠાવ્યો, તો આ. ભુવનભાનુસૂરિ ચાલુ ચોમાસામાં તે સ્થાનનો ત્યાગ કરી પ્લોટના ઉપાશ્રયે પધાર્યા હતા. તો તમારા મતે સકળ સંઘથી જુદા થવાનું થયું તો તેના અંગે કોઈ પ્રાયશ્ચિત કર્યું ખરું? પ્ર. ૨૩ શ્રાદ્ધવિધિ પ્રકરણમ્ ગ્રંથને પ્રમાણિક ગ્રંથ માનો છો? પ્ર. ૨૪ લૌકિક પંચાંગમાં કોઈ માસનો ક્ષય આવે ત્યારે શું કરશો? પ્ર. ર૫ સંમેલનના નવા અધ્યક્ષ ક્યારે જાહેર કરશો ? = 52 Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ર૬ છેલ્લા ૧૭ વર્ષમાં સંમેલને કરેલા રર ઠરાવોની સમીક્ષા તપાગચ્છ સમક્ષ કેમ કરવામાં આવતી નથી? પ્ર. ર૭ તિથિએ સિદ્ધાંત છે કે સામાચારી? પ્ર. ૨૮ જો તિથિ સામાચારી છે તો ગુરુવારનો આગ્રહશા માટે કર્યો ? પ્ર. ર૯ શ્રી સંઘને પણ શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ જ ઠરાવ કરવાનો અધિકાર છે તેમ આપ માનો છો? પ્ર. ૩૦ ભા.સુ. બીજનો ક્ષય આવે તો શું કરશો? પૂ. ઝવેરસાગરજી મ. ને અનુસરશો કે પછી યતિ ધરણેન્દ્રને અનુસરશો? પ્ર. ૩૧ યુગપ્રધાન કાલિકાચાર્યે રાજાની ભા.સુ. ૬ના સંવત્સરી કરવાની વિનંતી કેમ ન સ્વીકારી? પ્ર. ૩ર યુગપ્રધાન કાલિકાચા ચોથને કેમ પાંચમ ન બનાવી અર્થાત્ ચોથમાં પાંચમના સંસ્કાર કેમ ન કર્યા? પ્ર. ૩૩ શું પ્રવર સમિતિ આપના લખાણ ભાગ-૧ તથા ભાગ રને સ્વીકારશે ? અમને જાણવા મળ્યા મુજબ એક તિથિ પક્ષના પણ ઘણા મહાત્માઓ આપના લખાણ સામે નારાજ છે. પ્ર. ૩૪ સ્વ.આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો વિ.સં. ૨૦૨૦નો પટ્ટક આપે કેમ છોડયો ? પ્ર. ૩૫ જો યુગપ્રધાન કલિકાચાર્ય પણ ચોથને પાંચમ ન બનાવી શક્યા તો આપને પ્રથમ પાંચમને ચોથ બનાવવાના કુસંસ્કાર કરવાનું પ્રયોજન શું? 53 Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩૬ ‘ક્ષયપૂર્વા'નું અર્થઘટન એક બાજુ પૂ.આ. દાનસૂરીશ્વરજી મહારાજાનું છે અને તેનાથી વિપરિત અર્થઘટન પૂ. સાગરજી મહારાજાનું છે તો આપને કયું અર્થઘટન સ્વીકાર્ય છે? પ્ર. ૩૭ શ્વેતાંબરોએ દિગમ્બરો સામે કોર્ટ કેસો કર્યા તે યોગ્ય કર્યું છે કે પછી વારે વારે કોર્ટ કેસ શા કરવા ? તેમ કહેશો? ત્યાં ગીતાર્થ મહાત્માઓ કરતાં કોર્ટના જજ સાચો અર્થ નહિ કરે તો પછી કોર્ટ કેસ શા માટે કરવા? પ્ર. ૩૮ અષાઢ સુદ ૬નો ક્ષય આવે ત્યારે કલ્યાણકની આરાધના ક્યારે કરશો? તથા તે માટે શાસ્ત્રાધાર આપશો. પ્ર. ૩૯ સારું છે કે આપ હજી સુધી તપાગચ્છ' જ શબ્દ પ્રયોગ કરો છો અને દેવસુર તપાગચ્છ” શબ્દ પ્રયોગ નથી કરતા તો ભવિષ્યમાં તપાગચ્છ' જ ચાલુ રાખશો ને ? પ્ર. ૪૦ પફખી, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણને અંતે સંતિકરમ્ બોલવાના વિધિ અંગે સ્વ.પૂ.આ. દાનસૂરિજીનું મંતવ્ય જે વિવિધ પ્રશ્નોત્તર ભાગ-૨ પૃષ્ઠ ૧૮૦–૧૮૧ પ્રશ્ન-૧૦૫માં જણાવ્યું છે તે આપને મંજુર છે ? પ્ર. ૪૧ વૃદ્ધિ પામેલા મહિનાને નપુંસક કહેશો કે નહિ કે પછી તેમાં પણ પ્રતિષ્ઠા આદિ કાર્યો કરશો ? mational Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૪૨ આપશ્રી વારે વારે “શ્રી સંઘે કરેલો નિર્ણય’ શબ્દ પ્રયોગ કરો છો તો વાસ્તવમાં એમ જણાય છે કે આપશ્રી આપની સ્વમતિકલ્પિત માન્યતા શ્રી સંઘના નામે ચઢાવી દોછો. અન્યથા સંમેલનમાં ઠરાવ નં. ૧૦ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં કોઈ પ્રવર સમિતિએ તે પ્રકારના ઠરાવો કર્યા નથી જે સંમેલનને પણ બંધનક્ત બને તો આપશ્રીનું કોઈપણ લખાણ શ્રી સંઘનું લખાણ છે તે માત્ર આત્મવંચના જ નથી? પ્ર. ૪૩ સ્વ.પૂ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની માન્યતાનુસાર ગ્રહણ વખતે દેરાસરો ઉઘાડા રાખવા તથા વ્યાખ્યાન વાંચવાની પ્રવૃત્તિ યોગ્ય જ છે તે આપ સ્વીકારો છો ? પ્ર. ૪૪ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ, એક તિથિ પક્ષે લવાદી પંચે આપેલા ચૂકાદાને કબૂલ નહિ કરતાં જે દુઃખદ નિવેદન આપેલું તેને આપ યોગ્ય જ માનો છો ? કારણકે આપના જણાવ્યા મુજબ બધાં એક દિવસે શાસ્ત્રીય આરાધના કરે અને તે માટે જ શેઠશ્રી કસ્તુરભાઈએ બન્ને આચાર્યોની સંમતિથી લવાદી પંચની નિમણુંક કરેલી અને જો એનો નિર્ણય સ્વીકાર્ય થયો હોત તો બધા આજે એક દિવસે જ આરાધના કરતા હોત! માટે પૂ. સાગરજી મ.એ લવાદી પંચે આપેલા ચૂકાદાને ન સ્વીકારી બધાની એક દિવસે થતી આરાધનામાં ભંગાણ પાડ્યું છે તે આપ માનો છો? 55 Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૪૫ બેસતા વર્ષે જે વાર હોય તેજ વાર સંવત્સરીનો હોય છે તેવો એકતિથિ પક્ષ પ્રચાર કરે છે તો આપનો અભિપ્રાય આપશો. પ્ર. ૪૬ સિદ્ધાંત ટિપ્પણામાં પણ પર્વતિથિનો ક્ષય આવતો હતો તો ક્ષયતિથિની આરાધના કેવી રીતે થતી? પ્ર. ૪૭ આપના ભાગ-૨ પુસ્તકમાં પૃ. ૨૫ ઉપર આપ જણાવો છો કે, “મુહૂર્તમાં ક્ષીણતિથિ ન લઈએ તો પણ કોઈ હાનિ નથી આનો અર્થ એમજ થાય છે કે, “મુહુર્તમાં ક્ષીણ તિથિ લઈએ તો પણ કોઈ હાની નથી તે બરાબર છે ? અને હાનિ નથી તો તે વજર્ય જ શા માટે કહી ? પ્ર. ૪૮ આપ જણાવો છો કે ક્ષીણ તિથિ વજર્ય જ કહી છે. હવે જે તિથિ મુહર્તમાં છે તે પછીના વર્ષગાંઠના દિવસે ક્ષીણતિથિ હોય તો વર્ષગાંઠ કેવી રીતે બનાવવી? કે પછી આખી વર્ષગાંઠ જ વર્જ્ય ગણવી? પ્ર. ૪૯ આપના પુસ્તક ભાગ-રના પૃષ્ઠ. ૩૧ ઉપર આપ જણાવો છો કે, ‘તિથિ અંગે આપણા શાસ્ત્રોએ જે નિરૂપણ કર્યું છે એના કરતાં લૌકિક પંચાંગની તિથિઓ અલગ પડી જાય છે. હવે જ્યારે પ્રતિષ્ઠા વિ. મુહુત જે લૌકિકપંચાંગના આધારે નિકળે છે તે મુહત પણ જૈન શાસ્ત્રોની તિથિ Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે તો નથી જ આવવાના. તેથી તેના ઘડી, પળ વિ. બધુજ જૈન શાસ્ત્રો પ્રમાણે તો નથી જ આવવાના તો તે પ્રતિષ્ઠા આદીના મુહૂર્તની તિથિ, ઘડી, પળ વિ. સાચવવાનો આગ્રહ શા માટે કરવો ? પ્ર. ૫૦ પૂ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પંડિત શ્રી કુંવરજી આણંદજીને લખેલા પત્રાનુસાર શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા પંચના તિથિચર્ચાના નિર્ણય અંગે જણાવે છે કે, “એ નિર્ણય મુજબ ચાલવામાં દરેકે દરેક તિથિનું આરાધન આજ્ઞા મુજબ થાય છે અને મહત્વના પર્વની વિરાધનાથી પણ સારી રીતિએ બચી શકાય છે તો આપના દાદાગુરુભગવંતના ઉપરોક્ત માન્યતામાં આપ સહમત છો? = 57 w Page #66 -------------------------------------------------------------------------- ________________ હરિપ્રશ્નોત્તર - “તિથિ આચરણા છે' તેમ ક્યાંય જણાવ્યું નથી ‘આચરણા'ની વાત કરનારા લેખકશ્રીએ પોતાના જ ‘ભાવસત્યનો છેદ ઉડાવી દીધો - પર્વતિથિની આરાધના તે આચરણા કે સિદ્ધાંત ? પુછનારા લેખકશ્રી શ્રી હીર પ્રશ્નના (પ્રશ્ન ૧ થી ૧૫ના) ઉત્તરમાં કયાંય તે આચરણા છે તેમ પુરવાર કરી શક્યા નથી. અને જો તિથિ આચરણા જ છે તો ગુરુવારની હઠ શા માટે ? બુધવારે સંવત્સરી કરવામાં વાંધો ક્યાં આવ્યો? પહેલાં શાસ્ત્રીયસત્ય, પછી દ્રવ્ય સત્ય, પછી ભાવ સત્ય અને હવે આચરણા, માટે જ ઉપા. યશોવિજયજી મહારાજા લખે છે કે, સૂત્ર આવશ્યક ઘરઘરનું કહેશે તે અજ્ઞાની; પુસ્તક અર્થ પરંપર આવ્યું માને તેજ જ્ઞાની. (૧૫૦ ગાથાનું સ્તવન) તેજ વાત પૂ. આનંદધનજી મહારાજા જણાવે છે કે, “સૂત્ર (શાવ) અનુસાર જે ભવિક કિરિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરિખો “વચન (શાસ્ત્ર) નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો.' હવે લેખકશ્રીનો આ મતિવિપર્યાસ અટકે તો સારું ! તો પછી કલ્પસુત્રાનુસાર બે ચૌદસ માનવામાં વાંધો શું ? જેમ બે ચૈત્ર માસ હોય છે તો બીજા ચૈત્ર માસમાં ચૈત્ર સુદ ૧૩ પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક ઉજવાય છે. જેમ બે વૈશાખ માસ હોય છે તો બીજા વૈશાખમાં વૈશાખ સુદ ૩ (અખાત્રીજ) વર્ષીતપના પારણાં થાય છે. - જેમ બે ભાદરવા હોય તો બીજા ભાદરવામાં સંવત્સરી થાય છે. તેમ કલ્પસૂત્રમાં જણાવ્યું છે કે, બે ચૌદસ હોય તો બીજી ચૌદસે પાક્ષિક કૃત્ય થાય છે. શ્રી કલ્પસૂત્રાનુસાર તે રીતે સર્વ પર્વ તિથિમાં સમજી લેવું. બે ચૌદસ હોય જ નૈહિ તે તો મતિવિપર્યાસ જ કહેવાય! Page #67 -------------------------------------------------------------------------- ________________ આ તે કેવો ન્યાય ? લેખકશ્રીની ઉત્તાનમતિ ! લેખકશ્રી અંતિમ પૃષ્ઠ ઉપર ‘આતે કેવો ન્યાય’માં જણાવે છે કે, ૧. વિ.સં. ૧૯૯૨ સુધી પુનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરી (લેખકશ્રીનો સમુદાય પણ સાથેજ હતો) ૨. પછી પુનમ અમાસની જ ક્ષયવૃદ્ધિ કરી (ત્યારે પણ લેખકશ્રી સાથે જ હતા) ૩. પછી વિ.સં. ર૦૪ર સુધી પાછી તેરસની ક્ષયવૃદ્ધિ કરી (ત્યારે પણ લેખકશ્રી સાથે જ હતા) ૪. પછી પાછી પુનમ-અમાસની ક્ષયવૃદ્ધિ ચાલુ કરી (ત્યારે તો લેખશ્રીએ પોતાના ગુરુભગવંતોની અને શાસ્ત્રની વફાદારી છોડી દીધી !) ખોટું ખોટું સમજીને કરનાર સત્ય માર્ગે આવી જાય. જ્યારે લેખકશ્રી હવે ખોટાને સાચુ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે તેનો ભારે અસોસ છે ! પૂ. બાપજી મહારાજાના શબ્દોમાં, ‘જુઓ લુખ્ખું ખાય તે ચોપડ્યાની આશાએ. આ વાત એવી હતી કે બધા સમજીને સાચું કરે તો સારૂં, પણ તેવો અવસર આવ્યો નહિ. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા, પણ જ્યારે છેવટે જોયું કે બધાની વાટ જોતાં આખુંય જશે અને સાચી વાત મરી જશે. ત્યારે અમે જે પહેલેથી સાચું માનતા તે મુજબ આરાધવા માંડયું.’ ‘‘શાસ્ત્રની આજ્ઞા મુજબ આરાધના થાય એ માટે મેં મારાથી બનતો ઘણો પ્રયત્ન કર્યો છે, પણ જેને ઠ્ઠી વાતો કરવી હોય તે જે છે તે ગમે તેમ કહે. એમાં આપણે શું કરીએ ? દુનિયામાં દુર્જનોનો તોટો નથી. દુર્જનનો સ્વભાવ જ એવો હોય છે.’ પૂ. બાપજી મહારાજા 59 Page #68 -------------------------------------------------------------------------- ________________ સંઘ અવજ્ઞાશાસ્ત્ર-ચૈત્યવંદન મહાભાષ્ય પોતાની ક્રિયાને વખાણવી અને સકલ સંઘના વ્યવહારને દોષિત કરવો એનાથી પણ અધિક સંઘની અવજ્ઞા બીજી કઈ હોઈ શકે ? અર્થાત્ આનાથી અધિક બીજી કોઈ સંઘની અવજ્ઞા નથી. ઉપરોક્ત લેખકશ્રીનું લખાણ વિ.સં. ૨૦૪૪ના સંમેલનની બનેલી દુઃખદ ઘટનાઓને બરાબર બંધ બેસતુ આવે છે. હવે લેખકશ્રી તેના બચાવમાં કયા સંસ્કારો કરશે તે લેખકશ્રી જ જાણે ! વાસ્તવમાં શાસ્ત્રપાઠો નહિ આપી શકનારા લેખકશ્રીએ ચૈત્યવંદન મહાભાષ્યના નીચેના પૂ.આ. શાંતિસુરિજી મ.ના શાસ્ત્રપાઠો નજર અંદાજ કરવા જેવા નથી. एक्कं न कुणइ मूढो, सुयमुद्दिसिऊण नियकुबोहंमि । जणमन्नं पि पक्का, एयं बीयं महापावं ॥ મૂઢ જીવ શાસ્ત્રને લક્ષ્યમાં લઈ પોતે કરતો નથી તે પહેલું મહાપાપ છે, અને પોતાના કુબોધમાં બીજા લોકોને પણ પ્રવર્તાવે છે એ બીજું મહાપાપ છે. नत्थि परलोगमग्गे पमाणमन्नं जिणागमं मोत्तुं । आगमपुरस्सरं चिय करेइ तो सव्वकिच्चाई। પરલોક માર્ગમાં જિનાગમ વિના અન્ય કોઈ પ્રમાણભૂત નથી તેથી સઘળા કાર્યો આગમમાં બતાવ્યા મુજબ જ કરે. ચૈત્યવંદન મહાભાષ્ય-પૂ.આ.શ્રી શાંતિસૂરિજી મ. ઉપરના શાસ્ત્રપાઠોમાં ક્યાંય એકતા ખાતર શાસ્ત્રપાઠોને ગૌણ કરવા તેવું જણાવ્યું નથી. માટેજ શાસ્ત્ર સાપેક્ષ એકતા જ વાસ્તવમાં એકતા છે અન્યથા એકતાભાસ જ રહેશે. Page #69 -------------------------------------------------------------------------- ________________ પાસસ્થાનું લક્ષણ અને ૨૦૪૪નું સંમેલન ... મેઝર્તાવિશ્વો || (ગા.ન. ૩૬૧) ઉપદેશમાલા. શ્રી સિદ્ધર્ષિકૃત ટીકા : કાળો - દસ્તાચ મેક પરસ્પર चित्तलिश्लेष: तस्मिन् 'तत्तिल्लो'त्ति तप्तिमान् गणभेदतप्तिमान् - गच्छविघटन तत्पर इत्यर्थः ॥ શ્રી જૈન આત્માનંદ સભા – પ્રકાશિત ભાષાન્તર : ગણ એટલે સંધાડાનો ભેદ કરવામાં અંદર અંદર કુસંપ કરાવવામાં તત્પર તત્પર રહે છે. (આ પાસાન્થા વગેરેનું દોષ-સ્થાન છે.) - ઉપરોક્ત લેખકશ્રીએ કરેલું વર્ણન, નીચે મુજબ વિ.સં. ૨૦૪૪ના સંમેલનમાં બનેલી ઘટનાઓમાં બંધ બેસતું જણાય છે. સંમેલનના અધ્યક્ષના પત્રના અંશો ૧ કેટલાય સમુદાય તેમાંથી સત્તાવાર કે બીન સત્તાવાર રીતે ખસતા ગયા. ર તે અંગે આપણા તરફથી કોઈ પ્રતિક્રિયા પણ કરવામાં આવી નથી. ૩ વળી વિ.સં. ૨૦૪૪ની સાલમાં જ પ્રવર સમિતિમાં નક્કી થયેલા પાંચ સભ્યોમાંથી સીધા ૧૮ (બધા જ)ને પ્ર.સ.માં સ્થાન આપવું પડયું તેની પાછળના આશયથી (એટલે સ્વભાવિક છે કે અંદર અંદરના થયેલા કુસંપો) પણ આપ અજાણ નહિ હોય ? તે વખતે પરિસ્થિતિ એટલી બધી વણસી ચૂકી હતી કે જો તે-તે માંગણી કરનાર સમુદાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તો સંમેલનથી છૂટા થવાની તૈયારી વાળા હતા (અંદર અંદરના કુસંપની પરાકાષ્ટા !) મારી સ્પષ્ટ અસંમતિ છતાં અનેકના અતિશય દબાણને કારણે મન ન હોવા છતાં આ વાત સ્વીકારવી પડી. પ્રવરસમિતિના વિસ્તૃતીકરણથી સંમેલનની રહી સહી નક્કરતા પણ ખોખરી થઈ ગઈ એવું મને લાગે છે. (અંદર અંદરના કુસંપના કારણે સંમેલન ખોખરૂ થઈ ગયું તેનો સ્વીકાર !) ૬ સંમેલનની એક વાક્યના ટકવાને બદલે શાસનમાં હાલ ૪-૫ વિભાગ થઈ ચૂક્યા છે (અંદર અંદરના કુસંપથી ગણ એટલે સંઘાડામાં થયેલા ભેદો!) ટૂકડા વધે તેવી એક્તા, એક્તા કહેવાશે ? (ખરેખર ! સામે પ્રત્તિ) = 61 Page #70 -------------------------------------------------------------------------- ________________ સકળ સંઘ વિગm વિવેદન એકવાર આપશ્રી તિથિ અંગેનો અભ્યાસ તટસ્થ રીતે બને પાનો જાણી લો. શાસ્ત્રાવારો અને શાસ્ત્રાનુસારી પરંપરા જાણી લો. સત્યના ગવૈષક બનો. માધ્યસ્થભાવે નિયિ ક્યો. સત્ય તમારા હાથમાં છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ભા.સુ. ૫ ના ક્ષયે શુ કરશો ? આગોતરી નિષ્ઠા જાહેર કરો ! લેખકશ્રીના ફરતા વિચારો – સૌના હૃદયમાં સદેહ લેખક પૂજ્યશ્રીને વિનંતી કે જયારે સંઘ માન્ય જન્મભૂમિ પંચાંગમાં ભા.સુ. ૫ નો ક્ષય આવશે ત્યારે, ૧ પૂ. આત્મારામજી મહારાજાના શાસ્ત્રાનુસારી મંતવ્ય અનુસાર ભા.સુ. ઉદયાત્ ૪ સાચવશો અને પાંચમના કાર્યો પણ ‘ક્ષયપૂર્વા' પ્રઘોષાનુસાર તેજ દિવસે કરશો ? ર પૂ. બાપજી મહારાજા, પૂ. દાનસૂરીશ્વરજી મહારાજા, પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પણ તેજ માન્યતાનુસાર ગુરદ્રોહનો અંશ પણ ન લાગે તે રીતે કરશો ? ૩ વિ.સં. ૨૦૪રના પટ્ટક અનુસાર કરશો ? ૪ વિ.સં. ૨૦૪૪ના સંમેલનના ઠરાવ અનુસાર પાંચમના ક્ષયે છઠ્ઠનો ક્ષય કરી ઉદયાત્ ચોથ સાચવશો ? ૫ સંમેલનથી છૂટા પડયા બાદ સ્વ.પૂ. ગચ્છાધિપતિ દર્શનસાગર સૂરિએ આપેલ જાહેરાત અનુસાર પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી આરાધના કરશો ? ૬ એકતાના નામે વળી કોઈ નવાજ સંસ્કાર (કુસંસ્કાર !) કરશો ? | લેખકશ્રી, પોતાના ફરતા વિચારો અંગે લોકોમાં જે સંદેહ છે તેનો આગોતરો ખુલાસો કરી તે સંદણ દૂર કરે તેવી અતિ નમ્ર ભાવે વિનંતિ. જ લોકોમાં સંદેહ જણાય છે કે લેખશ્રી ઉદયાત્ ચોથને વિરોધી ભા.સુ. ત્રીજનો ક્ષય કરી કદાચ આરાધના કરે ! Jain Education international Page #72 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. પ્રેમસૂરીશ્વરજી મ.ને વફાદાર રહેવાની છેલ્લી તક ! આ વખતે વિ.સં. ૨૦૬૨,કા.સુ. ૧૫ના ક્ષયે શું કરશો ? સિદ્ધાંત મહોદધિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય .. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો ખુલાસો. | સમાચાર સાર પૂ. આચાર્યદેવશ્રીનો કારતક 15 અંગે ખુલાસો પૂ. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તરફથી શ્રી સંઘને જણાવવાનું કે વિ.સં. ૨૦૧૯માં કાર્તિક સુદ ૧૫નો ક્ષય હોવાથી તા. 11-11-1962 રવિવારે ચૌદસ-પૂનમ ભેગા છે. આથી તે દિવસે સવારે કાર્તિકી પૂનમની શ્રી સિદ્ધગિરિજીની અથવા ગિરિરાજના પટની યાત્રા કરવી કેમકે-પૂર્વે ચોમાસી પૂનમની હતી અને કાર્તિક પૂર્ણિમાની યાત્રાનો મહિમા તે વખતે પણ હતો જ. વળી તે દિવસે ઔદયિક ચતુર્દશી હોઈને ચોમાસી પ્રતિક્રમણ આદિ પણ તે દિવસે જ કરવું અને કા.વ. 1 સોમવારે ચોમાસુ બદલવાનું રાખવું.' (દિવ્યદર્શન તા. 27-10- 62, પૃ. 40) લેખકશ્રીએ તો ઉપકારી ગુરુ ભગવંતનો શુદ્ધ શાસ્ત્રીય માર્ગ પણ છોડયો અને અપવાદિક આચરણા સ્વરૂપ ૨૦૨૦નો પટ્ટક પણ છોડયો. અને - જેમણે વિ.સં. ૧૯૫૨માં સકળસંઘથી અલગ સંવત્સરી કરી, - જેમના ખુદના લખાણો પરસ્પર વિરોધી છે. - જેમણે લવાદી ચુકાદાની લેખિત કબૂલાત ના કબૂલ કરી, - જેમના માટે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને પણ દુ:ખદ નિવેદન જારી કરવું પડયું. - જેઓ વિ.સં. ૨૦૪૨ના પટ્ટકમાં પણ સહી કરીને ફરી ગયા અને જેમણે સંમેલનમાં તિથિના અશાસ્ત્રીય નિર્ણયો લીધા તેમના માટે એક હરફ પણ નહિ ઉચ્ચારનાર અને ઉપરથી તેમના મસીહા બનનાર લેખકશ્રી પોતાના દાદાગુરુ ભગવંત માટે તેમણે પ્રાયશ્ચિત કર્યું તેમ જણાવે છે. સામે ચડીને કોઈના પક્ષે જઈએ તો કેવી નિમ્નકક્ષાએ ઉતરવું પડે છે. તે સાક્ષાત દષ્ટિ ગોચર થાય છે. | એક વાત જગ જાહેર છે કે સામે ચાલીને લેખકશ્રી તે પક્ષમાં ગયા છે માટે તેમને તો એ લોકો કહે તે પ્રમાણે મg માર્યા વગર છુટકો જ નથી. ર૦૪રમાં કહ્યું તો તે પ્રમાણે મનું માર્યું તેનાથી વિપરિત ૨૦૪૪માં મજુ માર્યું | અને ક્યાં શું મારશે તે કહી શકાય તેમ નથી, એમ અત્યારે તો જણાય છે.