________________
પ્ર. ૪૨ આપશ્રી વારે વારે “શ્રી સંઘે કરેલો નિર્ણય’ શબ્દ પ્રયોગ
કરો છો તો વાસ્તવમાં એમ જણાય છે કે આપશ્રી આપની સ્વમતિકલ્પિત માન્યતા શ્રી સંઘના નામે ચઢાવી દોછો. અન્યથા સંમેલનમાં ઠરાવ નં. ૧૦ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં કોઈ પ્રવર સમિતિએ તે પ્રકારના ઠરાવો કર્યા નથી જે સંમેલનને પણ બંધનક્ત બને તો આપશ્રીનું કોઈપણ લખાણ શ્રી સંઘનું લખાણ છે તે માત્ર આત્મવંચના જ
નથી? પ્ર. ૪૩ સ્વ.પૂ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની માન્યતાનુસાર
ગ્રહણ વખતે દેરાસરો ઉઘાડા રાખવા તથા વ્યાખ્યાન
વાંચવાની પ્રવૃત્તિ યોગ્ય જ છે તે આપ સ્વીકારો છો ? પ્ર. ૪૪ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ, એક તિથિ પક્ષે લવાદી
પંચે આપેલા ચૂકાદાને કબૂલ નહિ કરતાં જે દુઃખદ નિવેદન આપેલું તેને આપ યોગ્ય જ માનો છો ? કારણકે આપના જણાવ્યા મુજબ બધાં એક દિવસે શાસ્ત્રીય આરાધના કરે અને તે માટે જ શેઠશ્રી કસ્તુરભાઈએ બન્ને આચાર્યોની સંમતિથી લવાદી પંચની નિમણુંક કરેલી અને જો એનો નિર્ણય સ્વીકાર્ય થયો હોત તો બધા આજે એક દિવસે જ આરાધના કરતા હોત! માટે પૂ. સાગરજી મ.એ લવાદી પંચે આપેલા ચૂકાદાને ન સ્વીકારી બધાની એક દિવસે થતી આરાધનામાં ભંગાણ પાડ્યું છે તે આપ માનો છો?
55
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org