________________ પૂ.આ. પ્રેમસૂરીશ્વરજી મ.ને વફાદાર રહેવાની છેલ્લી તક ! આ વખતે વિ.સં. ૨૦૬૨,કા.સુ. ૧૫ના ક્ષયે શું કરશો ? સિદ્ધાંત મહોદધિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય .. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો ખુલાસો. | સમાચાર સાર પૂ. આચાર્યદેવશ્રીનો કારતક 15 અંગે ખુલાસો પૂ. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તરફથી શ્રી સંઘને જણાવવાનું કે વિ.સં. ૨૦૧૯માં કાર્તિક સુદ ૧૫નો ક્ષય હોવાથી તા. 11-11-1962 રવિવારે ચૌદસ-પૂનમ ભેગા છે. આથી તે દિવસે સવારે કાર્તિકી પૂનમની શ્રી સિદ્ધગિરિજીની અથવા ગિરિરાજના પટની યાત્રા કરવી કેમકે-પૂર્વે ચોમાસી પૂનમની હતી અને કાર્તિક પૂર્ણિમાની યાત્રાનો મહિમા તે વખતે પણ હતો જ. વળી તે દિવસે ઔદયિક ચતુર્દશી હોઈને ચોમાસી પ્રતિક્રમણ આદિ પણ તે દિવસે જ કરવું અને કા.વ. 1 સોમવારે ચોમાસુ બદલવાનું રાખવું.' (દિવ્યદર્શન તા. 27-10- 62, પૃ. 40) લેખકશ્રીએ તો ઉપકારી ગુરુ ભગવંતનો શુદ્ધ શાસ્ત્રીય માર્ગ પણ છોડયો અને અપવાદિક આચરણા સ્વરૂપ ૨૦૨૦નો પટ્ટક પણ છોડયો. અને - જેમણે વિ.સં. ૧૯૫૨માં સકળસંઘથી અલગ સંવત્સરી કરી, - જેમના ખુદના લખાણો પરસ્પર વિરોધી છે. - જેમણે લવાદી ચુકાદાની લેખિત કબૂલાત ના કબૂલ કરી, - જેમના માટે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને પણ દુ:ખદ નિવેદન જારી કરવું પડયું. - જેઓ વિ.સં. ૨૦૪૨ના પટ્ટકમાં પણ સહી કરીને ફરી ગયા અને જેમણે સંમેલનમાં તિથિના અશાસ્ત્રીય નિર્ણયો લીધા તેમના માટે એક હરફ પણ નહિ ઉચ્ચારનાર અને ઉપરથી તેમના મસીહા બનનાર લેખકશ્રી પોતાના દાદાગુરુ ભગવંત માટે તેમણે પ્રાયશ્ચિત કર્યું તેમ જણાવે છે. સામે ચડીને કોઈના પક્ષે જઈએ તો કેવી નિમ્નકક્ષાએ ઉતરવું પડે છે. તે સાક્ષાત દષ્ટિ ગોચર થાય છે. | એક વાત જગ જાહેર છે કે સામે ચાલીને લેખકશ્રી તે પક્ષમાં ગયા છે માટે તેમને તો એ લોકો કહે તે પ્રમાણે મg માર્યા વગર છુટકો જ નથી. ર૦૪રમાં કહ્યું તો તે પ્રમાણે મનું માર્યું તેનાથી વિપરિત ૨૦૪૪માં મજુ માર્યું | અને ક્યાં શું મારશે તે કહી શકાય તેમ નથી, એમ અત્યારે તો જણાય છે.