________________
જો જિજ્ઞાસુઓને નહિ મળે તો તેઓ પણ દાઝયા વિના નહિ રહે તેજ માત્ર એકાંતે શુભભાવથી ઉપરનો અંગુલી નિર્દેશ કર્યો છે.
વળી લેખકશ્રી જ્યારે એમ જણાવે છે કે જૈન શાસ્ત્રોમાં વૃદ્ધિ તિથિ આવતી નથી તો જૈન શાસ્ત્રો પ્રમાણે, ૧ દર એકસઠમી તિથિએ બાસઠમી તિથિનો ક્ષય આવે છે તો
લેખકશ્રી કેમ તે પ્રમાણે સંસ્કાર કરતા નથી ? ૨ જૈન શાસ્ત્રો પ્રમાણે તો એક યુગમાં એટલે પાંચવર્ષમાં પોષ
અને અષાઢ માસની જ વૃદ્ધિ આવે છે તો લેખકશ્રી બીજા પણ
મહિનાઓની વૃદ્ધિ શા માટે સ્વીકારે છે ? ૩ જૈન શાસ્ત્રો પ્રમાણે તો કોઈપણ માસનો ક્ષય હોતો નથી તો
વિ.સં. ર૦ર૦માં માગસર માસનો ક્ષય કેમ સ્વીકારેલો ? ૪ અધિક માસને નપુંસક માસ ગણશો કે તેમાં પણ પ્રતિષ્ઠા વિ. કાર્યો કરશો ?
જેમ સિદ્ધાંત ટિપ્પણામાં ઉપરની કોઈ વાત નથી છતાં લૌકિક પંચાંગમાં સ્વીકારો છો તો પછી પર્વતિથિની ક્ષયવૃદ્ધિ યથાવત્ સ્વીકારવામાં વાંધો ક્યાં છે ? જે લેખકશ્રી પણ પહેલાં સ્વીકારતા હતા. ઉપરથી પોતાના દાદાગુરુભગવંતોની વફાદારી પણ સચવાશે અને ગુરુદ્રોહનો અંશ બિલકુલ લાગશે નહિ. વાસ્તવમાં લેખકશ્રીને વિ.સં. ૨૦૧૪ના સમસ્ત તપાગચ્છ - 18
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org