________________
યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો કરશે મોટી વાતો; “ખમશે તે પંડિત પરિષદમાં મુષ્ટિપ્રહારને લાતો છે.”
(યોગદ્રષ્ટિની સજઝાય)-અસ્તુ.
ક્યાં ગઈ શાસ્ત્રોની તારવણી ? વધુમાં પૃષ્ઠ-૩૧ ઉપર લેખકશ્રી મારા માટે જણાવે છે કે,
‘લેખકે (એટલે મેં) પૃ.૬ ઉપર મેં (પ્રસ્તુત ભાગ-ર લેખકશ્રી) વાપરેલા અમુક શબ્દની જે ટીકા કરી છે તે અણસમજની પેદાશ છે, એવું સામાન્ય બુદ્ધિ ધરાવનાર વાંચકોને પણ મારું લખાણ વાંચતા આવી જાય એમ છે, કારણકે તિથિ અંગે આપણા શાસ્ત્રોએ જે નિરૂપણ કર્યું છે એના કરતા લૌકિક પંચાંગની તિથિઓ અલગ પડી જાય છે. આટલું જ જણાવવાનો ત્યાં અભિપ્રાય છે. પછી અમુક તિથિ તરીકે કઈ કઈ તિથિ આવે છે એ વિસ્તારની આવશ્યક્તા નથી.”
આ અંગે જણાવવાનું કે, “વૃદ્ધિ તિથિ હોય તો શાસ્ત્રપાઠી સાથે જાહેર કરે તેમ સામાપક્ષને હુંકારપૂર્વક પ્રશ્ન પુછનારા લેખકશ્રી પર્વતિથિનો પણ ક્ષય આવે છે તેમ પ્રમાણિકપણે નિષ્ઠાપૂર્વક સ્વીકારવામાં શા માટે પારોઠના પગલા ભરે છે? અમારો લેખકશ્રીને જાહેરમાં આગ્રહ છે કે, સિદ્ધાંત ટિપ્પણામાં પર્વતિથિનો ક્ષય નથી આવતો તો તે શાસ્ત્રપાઠો સાથે જાહેર કરો. એક તિથિ પક્ષે સામે ચાલીને ગયા છો માટે કદાચ તે પક્ષની ખફા વહોરવાના પ્રસંગથી નબળાઈ છૂપાવવા શબ્દોની માયાજાળ રચવી તે કેટલે અંશે યોગ્ય
13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org