________________
વાસ્તવમાં લેખકશ્રીએ જે શાસ્ત્રપાઠોને આધારે તારવણી કરી તે શાસ્ત્રપાઠો આપવાની તેઓશ્રીની જવાબદારી હોવા છતાં તે આપ્યા નથી. લેખકશ્રીએ જે પૂર્વાચાર્યોના સંદર્ભો વિગેરે પરથી તારવણી કરી તે કોઈ પૂર્વાચાર્યોના નામ-શાસ્ત્રપાઠ-સંદર્ભો રજુ ક્ય નથી. આથી સ્વાભાવિક છે કે લેખકશ્રીનું ઉપરોક્ત લખાણ એ ભદ્રિક જીવોને ભરમાવનારું અને ગુમરાહ કરનારું છે.
આ રહી શાસ્ત્રોની સાચી તારવણી તિથિ અગેના તપાગચ્છને માન્ય નીચેના શાસ્ત્રો જેવા કે, સ્થાનાંગસૂત્ર, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, કલ્પસૂત્ર વગેરે આગમગ્રંથો, જ્યોતિષકરંડક, લોપ્રકાશ, શ્રાદ્ધવિધિપ્રકરણમ્, ધર્મસંગ્રહ, તત્ત્વતરંગિણિ, પ્રવચન પરીક્ષા, હીરપ્રશ્ન, સેનપ્રશ્ન, શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર, સાધુમર્યાદા પટ્ટક, શ્રી કલ્પદીપિકા, કલ્પકૌમુદી, શ્રી પાક્ષિક પર્વસાર વિચાર, પ્રશસ્તિસંગ્રહ, શ્રી પ્રિયંકર નૃપ થા, પર્યુષણ પર્વની તિથિનો વિચાર અને સંવત્સરી નિર્ણય વિગેરે એકી અવાજે સ્પષ્ટ જાહેર કરે છે કે, १ उदयंमि जा तिहि सा पमाणमिअरीइ कीरमाणीए
आणाभंगणवत्था, मिच्छत विराहणं पावे ||
અર્થ : સૂર્યોદય વખતે જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી કરવામાં આવે તો તીર્થંકરપ્રભુની આજ્ઞાનો ભંગ, અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના આ ચાર મહાદોષો લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org