________________
હતું. લેખકશ્રી તો શ્રી કલ્પસૂત્રના ટીકીકારને જૈનત્વનું કલંક લગાડશે તો નવાઈ નહિ !
બે ચૌદસ હોય તો પહેલી ચૌદસને તેરસ બનાવવાના સંસ્કાર પૂ. મહામહોપાધ્યાય વિનય વિજયજી મહારાજાને યોગ્ય ન લાગ્યા અને લેખકશ્રી હવે તે સંસ્કાર સ્વમતિ કલ્પિત રીતે કરી રહ્યા છે ! શ્રી કલ્પસૂત્રથી ઉપરવટ જવાનો કોઇને પણ અધિકાર નથી. ૩. સ્વ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો પટ્ટક વિ.સં.
२०२०
‘તિથિદિન અને પવરાધન બાબતમાં શ્રી સંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પર્યાપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતે ‘ઉદયમ્મિ’ તથા ‘ક્ષયેપૂર્વા’ના નિયમ અનુસાર તિથિદિન અને આરાધના દિન નક્કી કરીએ છીએ તે શાસ્ત્રાનુસારી છે, તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય આવી જ ગયો છે.’ ‘માટે શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદી પની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ત્યારે તે ક્ષયવૃદ્ધિ કાયમ રાખી તે જ પંચાંગની ઉદયાત્ ભાદરવા સુદી ચોથે શ્રી સંવત્સરી કરવાની અને તેજ પ્રમાણે બાકીની ૧૨ પર્વીમાંની તિથિઓ તથા કલ્યાણકાદિની સર્વ તિથિઓ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની’
Jain Education International
16
For Private & Personal Use Only
www.jainelibrary.org