________________
આ તે કેવો ન્યાય ? લેખકશ્રીની ઉત્તાનમતિ !
લેખકશ્રી અંતિમ પૃષ્ઠ ઉપર ‘આતે કેવો ન્યાય’માં જણાવે છે કે, ૧. વિ.સં. ૧૯૯૨ સુધી પુનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરી (લેખકશ્રીનો સમુદાય પણ સાથેજ હતો) ૨. પછી પુનમ અમાસની જ ક્ષયવૃદ્ધિ કરી (ત્યારે પણ લેખકશ્રી સાથે જ હતા)
૩. પછી વિ.સં. ર૦૪ર સુધી પાછી તેરસની ક્ષયવૃદ્ધિ કરી (ત્યારે પણ લેખકશ્રી સાથે જ હતા)
૪. પછી પાછી પુનમ-અમાસની ક્ષયવૃદ્ધિ ચાલુ કરી (ત્યારે તો લેખશ્રીએ પોતાના ગુરુભગવંતોની અને શાસ્ત્રની વફાદારી છોડી દીધી !) ખોટું ખોટું સમજીને કરનાર સત્ય માર્ગે આવી જાય. જ્યારે લેખકશ્રી હવે ખોટાને સાચુ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે તેનો ભારે અસોસ છે !
પૂ. બાપજી મહારાજાના શબ્દોમાં, ‘જુઓ લુખ્ખું ખાય તે ચોપડ્યાની આશાએ. આ વાત એવી હતી કે બધા સમજીને સાચું કરે તો સારૂં, પણ તેવો અવસર આવ્યો નહિ. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા, પણ જ્યારે છેવટે જોયું કે બધાની વાટ જોતાં આખુંય જશે અને સાચી વાત મરી જશે. ત્યારે અમે જે પહેલેથી સાચું માનતા તે મુજબ આરાધવા માંડયું.’
‘‘શાસ્ત્રની આજ્ઞા મુજબ આરાધના થાય એ માટે મેં મારાથી બનતો ઘણો પ્રયત્ન કર્યો છે, પણ જેને ઠ્ઠી વાતો કરવી હોય તે જે છે તે ગમે તેમ કહે. એમાં આપણે શું કરીએ ? દુનિયામાં દુર્જનોનો તોટો નથી. દુર્જનનો સ્વભાવ જ એવો હોય છે.’
પૂ. બાપજી મહારાજા
Jain Education International
59
For Private & Personal Use Only
www.jainelibrary.org