________________
તેજ પત્રમાં તિથિ અંગેનું સ્વ.પૂ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું લખાણ
તેઓ શ્રીમદ્ જણાવે છે કે – “મારા પ્રત્યે તમે ગુરુભાવ ધરાવો છો તો હવે હું તમને જણાવું છું કે તમોએ તિથિચર્ચાનો નિર્ણય કે જે સુશ્રાવક કસ્તુરભાઇ લાલભાઇ દ્વારા પ્રસિદ્ધ થયો છે, તે વાંચશો અને વિચારશો. આરાધક આત્માઓના સદ્ભાગ્યે સાચો નિર્ણય થવા પામ્યો છે. આવો સ્પષ્ટ નિર્ણય મેળવી આપવાનો સુયશ સુશ્રાવક કસ્તુરભાઇ લાલભાઇને ઘટે છે. પ્રોફેસર વૈધ જેવા મધ્યસ્થને લાવીને શ્રી જૈનશાસનની આજ્ઞા મુજબનો નિર્ણય લાવી આપવામાં સુશ્રાવક કસ્તુરભાઇએ શ્રી જૈનશાસનની અનુપમ સેવા બજાવી છે. આવી સેવા બજાવવાનું સામર્થ્ય તેમનામાં હતું અને તે સામર્થ્યનો તેઓએ સારામાં સારો સદુપયોગ કરી મેળવી આપેલો સાચો નિર્ણય વાંચી, વિચારી અમલમાં મૂકવા જેવો છે. એ નિર્ણય મુજબ ચાલવામાં દરેકે દરેક તિથિનું આરાધન આજ્ઞા મુજબ થાય છે અને મહત્ત્વના પર્વની વિરાધનાથી પણ સારી રીતિએ બચી શકાય છે.’’
પૂ.આ.ભ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજાનો પત્ર
લેખકશ્રીનું હડહડતુ જુઠ્ઠાણું
લેખકશ્રી પૂ.આ.ભ. લબ્ધિસૂરિ મ.સાહેબના વિ.સં. ૨૦૦૧ના દ્વિતિય ચૈત્ર સુદ ૧૩, પાલિતાણા શાંતિભુવનના પત્રનો
Jain Education International
40
For Private & Personal Use Only
www.jainelibrary.org