________________
આ સર્વજ્ઞનું બંધારણ છે – ચણોઠીની સરખામણી
સોના સાથે ન થાય લેખકશ્રી જણાવે છે કે,
‘કાયદાની કલમના અર્થઘટન વગેરેમાં જજની બેંચમાં મતભેદ થાય તો બહુમતિ જજનો નિર્ણય માન્ય બને છે. તેમ માટે, શ્રી જૈન શાસનમાં ગીતાર્થોની સર્વાનુમતિ થાય તો પ્રથમ નંબર, નહીંતર ગીતાર્થોની બહ્મતિ જ મહત્વની છે એ સ્પષ્ટ છે.”
અહીંયા લેખકશ્રી ચણોઠીની સરખામણી સોના સાથે કરે છે તે અત્યંત દુઃખદ છે. કાયદાનું બંધારણ છદ્મસ્થોએ ઘડયું છે માટે તેમાં અવાર નવાર મતભેદ થાય તે સ્વાભાવિક છે. જ્યારે શાસ્ત્રો તો સંપૂર્ણ જ્ઞાનીના છે. બન્નેની સરખામણી કરવી તે તો મહાઅનર્થકારી છે. વિ.સં. ૨૦૪૪ના સંમેલનમાં આપણે જોઈ ગયા કે શાસ્ત્રમતિ ન હોવાથી સમગ્ર સંમેલન એ ભૂતકાળની અમંગળ ઘટના રૂપે બની ગયું. માટે જ નવો પક્ષ નહિ પણ શાસ્ત્રવફાદાર પક્ષ અને આજ સુધીના થયેલા મહાપુરુષો એકી અવાજે ફરમાવે છે કે શાસ્ત્રમતિનું જ મહત્વ છે. અરે ! કાયદાના બંધારણમાં પણ કાયદાને જ મહત્વ અપાય છે એકતાને નહિ જ.
ખાસનોંધ : લેખકશ્રી વાચકોને ગુમરાહ કરવાના ઈરાદાથી જ્યાં જ્યાં નવો પક્ષ' સંબોધે છે ત્યાં ત્યાં ‘શાસ્ત્ર વફાદાર પક્ષ' એમ સમજવું. શાસ્ત્રવફાદારપક્ષ એટલે પ્રાચિનતમ્ પક્ષ. અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org